ખેડૂતો ચેતજો, ગુજરાતમાં આ તારીખે પડશે માવઠું હવામાન વિભાગે કરી આગાહી….

ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતોને માવઠાનો માર સહન કરી શકવો પડે છે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. તો ગાંધીનગર, અમદાવાદમાં પણ માવઠાની શક્યતા છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વડોદરામાં માવઠાની આગાહી છે.

Advertisement

બીજી તરફ વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.જેમાં ગુજરાતમાં મંગળવારે નોંધાયેલી ગરમીની વાત કરીએ તો, અમદાવાદમાં 41.2 ડિગ્રી, અમરેલીમાં 41.4 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, ભાવનગરમાં 38.9 ડિગ્રી, ભૂજમાં 40.1 ડિગ્રી, ડીસામાં 40.0 ડિગ્રી, ગાંધીનગર માં 41.8 ડિગ્રી, જૂનાગઢ માં 32.2 ડિગ્રી, કંડલા માં 40.1 ડિગ્રી, પાટણ માં 40.0 ડિગ્રી, રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરતમાં 37.0 ડિગ્રી નોંધાયું હતું.હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે આજે ઉનાળામાં લોકોને ઠંડીનો અહેસાસ થશે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે ગરમીનું પ્રમાણ પણ ઘટી ગયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થયો છે. ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ગરમીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ વતી આજે હવામાનમાં આવેલા પલટાને લઈને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જૂનાગઢ જેવા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે સમગ્ર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જ્યારે હવામાન વિભાગે ખેડૂતોને કમોસમી વરસાદના સંજોગોમાં સાવચેત રહેવા જણાવ્યું છે જેથી તેઓ તેમના પાકને વધુ નુકસાન ન થાય અને તેમના પાકને ભીના ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને તેમના પાકને સલામત સ્થળે લઈ જવાની સલાહ પણ આપવામાં આવી છે.આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તો આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી,ભાવનગર, જૂનાગઢ, દિવ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે.

એક તરફ સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે. પરંતુ ખેડૂતો જ્યાં ઉનાળું પાક માટે રોપણી કરી ચૂક્યાં છે અને યોગ્ય સમયે પુરતું પિયત નથી રહ્યું. ત્યારે આ માવઠું ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભુ કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.

Advertisement