કોઈપણ ગર્ભનિરોધક વિના સે*ક્સ કરવાનો સૌથી સુરક્ષિત સમય કયો છે?..

સવાલ. મારી ઉંમર 36 વર્ષની છે. પત્નીની ઉંમર 30 વર્ષની છે. અમારે બે બાળકો છે. ડૉક્ટર સાહેબ મારી પત્નીની નીચે સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ નીકળે છે? શું આ ગૃપ્ત રોગ થવાની નિશાની છે? શું મને પણ આ ચેપ લાગી શકે છે? ખૂબ જ મુંઝાયેલ છું. કોઇ ને કહી પણ શક્તો નથી. પત્નીને પણ પૂછી શક્તો નથી. યોગ્ય માગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.આપનાં પત્નીના યોનિમાર્ગમાંથી સફેદ છાશ જેવો પ્રવાહી પદાર્થ વહે છે તે ગુપ્ત રોગની નિશાની નથી. આને લ્યુકોરિયા અર્થાત્ શ્વેતપ્રદર કહે છે. આ એક ફંગલ ચેપ છે, જે મોટાભાગની સ્ત્રીઓ તેમની જિંદગીમાં અનુભવતી હોય છે. ઘણી વાર ટેન્શન, ગુસ્સો, ગરમી અથવા તો ટ્રાવેલિંગના કારણે સફેદ પાણી પડવાનું વધી જતું હોય છે. સ્ત્રી-પુરુષ બેમાંથી એકને ગુપ્ત રોગ થયો હોય અને જાતીય સંબંધ નિરોધના પ્રયોગ વગર રાખે તો તેનો ચેપ બીજાને ચોક્કસ લાગી શકે છે. આના માટે આપનાં પત્નીને તેમના સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે લઈ જાવ અને યોગ્ય એન્ટિ ફંગલ દવાઓનો કાર્સ કરાવજો. આ ગુપ્ત રોગ નથી. આપને થવાની શક્યતા નથી, માટે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

સવાલ.ડોક્ટર સાહેબ, હું ખરેખર ખૂબ જ મૂંઝાઈ ગયો છું. શું કરવું તે ખબર પડતી નથી. મારા વિવાહ બે મહિના પહેલાં મુબઈમાં રહેતી એક છોકરી સાથે નક્કી થયા છે. મને એ છોકરી ખૂબ જ ગમે છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવેલી. એ દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ દેખાય છે. મેં મારા મિત્રની પત્નીને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો મારી થનારી પત્નીને પહેલાં ગર્ભ રહ્યો હશે? આપ જ કહો આ વાત ઘરના વડીલોને કેવી રીતે કહું? અને જો ના કહું તો આખી જિંદગી મનમાં ને મનમાં જ દુ:ખી થતો રહું. આ વાત જાણ્યા પછી મને રાતે ઊંઘ નથી આવતી કે કોઈ જ વાતમાં રસ પડતો નથી. મારી મૂંઝવણનો સચોટ જવાબ આપવા વિનંતી.

જવાબ.તમારા મિત્રનાં પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસૂતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે, પરંતુ આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ પોતાની કમર પેન્સિલ જેટલી પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે, જેથી તેઓ ડાયટિંગ કરી વજન ઉતારે છે. એટલે પહેલાં ખેંચાયેલી ચામડીને અવકાશ મળે છે અને તેના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઈ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયટિંગ કરી વજન ઉતારેલ પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીક વાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધઘટ થાય તો પણ આવા પટ્ટા દેખાઈ શકે છે. માટે તમારી ભાવિ વાગ્દત્તાના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે.

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ’ કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

સવાલ.કોઈપણ ગર્ભનિરોધક વિના સે*ક્સ કરવાનો સૌથી સુરક્ષિત સમય કયો છે?

જવાબ.જોકે સુરક્ષિત સેક્સ માટે ગર્ભનિરોધક એકમાત્ર અસરકારક માર્ગ છે, પરંતુ જો કુદરતી રીતે ગર્ભાવસ્થા ટાળવા માટે સલામત સમય કહેવામાં આવે તો તેનો સીધો સંબંધ છોકરીના માસિક ચક્ર સાથે છે. ગર્ભધારણ કરવા માટે, પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના ઇંડાનું જોડાણ જરૂરી છે અને આ ગર્ભનિરોધક આ જોડાણને અટકાવે છે.પરંતુ જો માસિક સ્રાવના 5 દિવસના ચક્ર સિવાયના 18-20 દિવસોમાં સેક્સ કરવામાં આવે તો ગર્ભાવસ્થાની કોઈ શક્યતા નથી, પરંતુ તેને સંપૂર્ણપણે સલામત કહી શકાય નહીં. સલામત સમય જાણવાને બદલે, સલામત ઉપાયો વિશે જાણવું વધુ સારું રહેશે, જેમાં કો-ન્ડોમ સૌથી વધુ અસરકારક છે જેથી તમે સંપૂર્ણ સલામત સે*ક્સનો આનંદ માણી શકો.

Advertisement