લગ્ન પછી સમા-ગમ દરમિયાન પત્નીને લોહી ન નીકળે તો શું સમજવું?,

સવાલ.હું ૨૦ વર્ષની યુવતી છું હું એક પ્રામાણિક સારી વ્યક્તિને પ્રેમ કરું છું જે મારો ખાસ મિત્ર છે એમ બંને એકબીજાથી અલગ પણ નથી થઈ શકતાં અને એકબીજાને અપનાવી પણ નથી શકતાં કારણ કે મારો મિત્ર પરિણીત છે હું એ વાતથી પરેશાન છું કે લગ્ન પછી હું તેની સાથે મિત્રતા કેવી રીતે રાખી શકીશ કોઈ ઉપાય બતાવો.

Advertisement

જવાબ.તમારી ઉંમર લગ્ન યોગ્ય છે આજે નહીં તો કાલે તમારા લગ્નની વાત ચાલશે જોે આ પરિણીત યુવક સાથેના તમારા સંબંધની જાણ છોકરાવાળાને થશે તો તમારું સગપણ થવાનું જ મુશ્કેલ થઈ જશે જ્યારે તમે તો લગ્ન પછી પણ મિત્રતા રાખવા ઈચ્છો છો આપણે ભલે ગમે તેટલા ઉદાર હોઈએ પરંતુ કોઈ પણ પુરુષ એ ક્યારેય સહન નથી કરી શકતો કે તેની પત્ની કોઈ બીજા પુરુષ સાથે સં-બંધ રાખે તેના ઘરનાને પણ આ વાત ક્યારેય મંજૂર નહીં હોય તેથી જેમ બને તેમ જલ્દી આ મિત્રતા પર પૂર્ણવિરામ મૂકી દો.

સવાલ.હું ત્રીસ વર્ષની યુવતી છું અને થોડા દિવસ પછી મારાં લગ્ન થવાનાં છે મારે બે વર્ષ સુધી બાળક નથી જોઈતું અને હું કોઈ ગોળી પર રહેવા નથી માગતી હું ફેમિલી પ્લાનિંગ કરી શકું અને પતિને પણ સંતોષ મળે એ માટે માર્ગદર્શન આપશો.જવાબ.તમારા માટે નિરોધ ઉત્તમમાં ઉત્તમ વિકલ્પ છે

એના ઉપયોગથી તમને કે તમારા પાર્ટનરને આનંદમાં કોઈ ફરક નહીં પડે અને તમે કોઈ તકલીફ વગર બાળક માટે પ્લાનિંગ કરી શકશો માસિકના એક સપ્તાહ પહેલાં અને માસિક પછીના એક સપ્તાહ દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા ઓછી હોય છે એક જમાનામાં આ સેફ પિરિયડ ગણાતો હતો પણ હવે નથી ગણાતો.

સવાલ.હું ૩૨ વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર ત્રીસ વર્ષની છે અમારાં લગ્નને ઘણો સમય વીતી ગયા પછી પણ અમને સંતાન નથી થયું તપાસ કરાવતાં મારા વીર્યમાં શુક્રજંતુની સંખ્યા ઓછી હોવાનો રિપોર્ટ આવ્યો છે આની કોઈ દવા છે?જવાબ.એક ક્યુબિક સેન્ટિમીટર વીર્યમાં શુક્રજંતુની સંખ્યા બે કરોડની હોવી આવશ્યક છે અને ગર્ભાધારણ માટે એની ગતિ ગ્રેડ ૩થી ૪ હોવી જરૂરી છે શુક્રજંતુની સંખ્યા આનાથી અડધા કે ચોથા ભાગની હોય તો પણ ગર્ભાધાન થઈ શકે પરંતુ ધારો કે સંખ્યા ઓછી હોય તો એની દવા કરવા કરતાં પિત્તનો પ્રકોપ ઓછો કરવાથી વધુ ફાયદો થાય છે.

પિત્તનો પ્રકોપ ઓછો કરવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખો વધુ મરચાં-મસાલાવાળી ચીજો ન ખાવી વધુ પડતી ગરમ ચીજો ન ખાવી અને શરાબ સિગારેટ તથા વધુ પડતી ચા-કોફીનું સેવન ન કરવું ટાઈટ અન્ડરવેર ન પહેરવું અન્ડકોષ પર ગરમ પાણી ન રેડવું કાળી દ્રાક્ષ કિસમિસ દૂધ શતાવરી જેવી વસ્તુ ફાયદો કરશે હૉર્મોનની ઊણપ હોય તો એલોપથીમાં હૉર્મોનની ટ્રીટમેન્ટ ઉપયોગી નીવડે છે જોકે હૉર્મોનની ઊણપ ન હોય અને હૉર્મોનની ટ્રીટમેન્ટ લો તો એ બેધારી તલવારનું કામ કરે છે.

સવાલ.મારાં લગ્નને થોડો સમય જ બાકી છે મારે મારા લિંગની સાઇઝ વધારવી હોય તો શું કરવું?જવાબ.એ રીતે લિંગની સાઇઝ કોઇ દવાથી નથી વધતી હોતી આવી દવાઓની કેટલીયે જાહેરખબર પેપરમાં આવતી હોય છે પણ આ દવાઓ માત્ર પૈસા લેવાના કાર્ય સિવાય બીજું કશું જ નથી કરતી રહી વાત પત્નીને સંતોષ આપવાની તો તેમાં લિંગની સાઇઝ સાથે વધારે કાંઇ લેવાદેવા નથી હોતી.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે મારાં લગ્ન થોડા સમયમાં જ થવાનાં છે મારે જાણવું હતું કે શું લગ્ન બાદ પહેલી વાર સે-ક્સ માણીએ ત્યારે પત્નીને લોહી નીકળવું જરૂરી છે?મારા ઘણાં મિત્રો આ અંગે વાત કરતાં હોય છે તેઓનું કહેવું છે કે દરેક સ્ત્રીને લોહી નીકળતું હોય અને તે સારું કહેવાય. તો આ વિશે મને થોડું જણાવશો.જવાબ.સ્ત્રીઓની યોનિમાં એક પડદો હોય તે તૂટે એટલે લોહી નીકળે પહેલાંના જમાનામાં સ્ત્રીઓ સાઇકલ નહોતી ચલાવતી કસરત નહોતી કરતી તેથી તેમનો આ પડદો લગ્ન બાદ પતિ જ્યારે સંભોગ કરે ત્યારે જ તૂટતો હવેનો સમય બદલાયો છે.

હવે સ્ત્રીઓ શરીરને મજબૂત રાખવા કસરત કરે છે, સાઇકલિંગ કરે છે, ડાન્સ કરે છે, આ કારણે ઘણીવાર ઘણી સ્ત્રીને પડદો તૂટી ગયો હોય તો પ્રથમવાર સંભોગ સમયે લોહી ન પણ નીકળે. લોહી નીકળવું ફરજિયાત જ હોય એવું નથી. સંભોગનો અનુભવ દરેકને અલગ હોય, માટે કોઇની સાંભળેલી વાત પર ક્યારેય વિશ્વાસ કરવો નહી.

સવાલ.મારો પ્રેમી મારા પ્રત્યે બેધ્યાન રહે છે.પરંતુ હું તેની સાથે આ અંગેની ચર્ચા કરું છું. ત્યારે કહે છે કે આ મારા મનનો ભ્રમ છે. મને વિશ્વાસ છે તેને હું પસંદ છું.પરંતુ અમારો આ સંબંધ લગ્નમાં પરિણમે એવી મારી ઇચ્છા છે. પરંતુ આ માટે બંને વ્યક્તિઓએ એકબીજા સાથે વધુ સમય પસાર કરવાની જરૂર છે.

એની બાર હું જીવવાની કલ્પના જ કરી શકતી નથી પરંતુ તે તેનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરે એવી મારી ઇચ્છા છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ.અસલામતીની ભાવના છોડી તમારા પ્રેમીમાં વિશ્વાસ રાખો. આમ પણ તેણે તમારો ભય પાયાવિહોણો હોવાની તમને ખાતરી આપી છે. બધા પોતાનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે ધીરજ ધરો સૌ સારાવાના થઈ રહેશે.

સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષની છે.એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગળના ભાગમાં ફાઈબ્રોઈડની ગાંઠ હતી. ઓપરેશન દ્વારા એ ગાંઠ કાઢી નાખી છે ત્યાર પછી ઠરાવેલી તબીબી ટેસ્ટમાં પણ બધું નોર્મલ આવ્યું. મારું માસિક પણ નિયમિત છે. પરંતુ મને સફેદ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. મને હંમેશા ચિંતા રહે છે કે હું માતૃત્વ પ્રાપ્ત કરી શકીશ કે નહીં મારા ડોક્ટર કહે છે કે મને સિઝરિયન દ્વારા જ સંતાન થશે.

જવાબ.ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ જેવી ગાંઠ ઘણી વાર હોય છે આને કારણે ગભરાવાની જરૂર નથી આમ પણ તમારો ઇલાજ તો થઈ ચૂક્યો છે આથી તમે ચિંતિત ન રહો તમને નોર્મલ ડિલિવરી થશે કે સિઝરિયન ડિલિવરી થશે એનો આધાર ડિલિવરી દરમિયાન તમારી શાર-રિક સ્થિતિ કેવી છે તેના પર છે.

Advertisement