મને લગ્ન પહેલા કેવી રીતે ખબર પડે કે મારી પત્ની વર્જિન છે?,યોગ્ય સલાહ આપો…

સવાલ.મારી ઉંમર અઢાર વર્ષની છે. મારા શિશ્નની લંબાઈ ઘણી નાની છે. લગભગ છ-સાત વર્ષના બાળક જેટલી જ છે. આથી મને ખૂબ જ શરમ આવે છે અને મારા મિત્રો સાથે ફરવાનું પણ મને નથી ગમતું. તો આનો કોઈ ઉપચાર બતાવશો.

જવાબ.મારા અનુભવ પ્રમાણે શિશ્નના કદની ફરિયાદ કરનારા પુરુષોને તેના નોર્મલ કદ અંગેની કોઈ જ માહિતી હોતી નથી. તેથી માત્ર તારી માન્યતા ઉપરથી તારા શિશ્નનું કદ નાનું હશે એ વાત હું ન માની લઉં. શિશ્નના કદ અંગેની વિસ્તૃત ચર્ચા મારા સે@ક્સ વિષયક પુસ્તક સે@ક્સ સત્ય/અસત્યમાં કરાઈ છે.

આવા કટાકમાં પણ તે વિશે સંખ્યાબંધ આર્ટીકલ્સ પ્રસિદ્ધ કરાયા છે. તેથી એની વિગતવાર ચર્ચામાં નથી ઉતરતો, પરંતુ આવી ફરિયાદ મોટાભાગના લોકો અજ્ઞાાનનો હોય છે. તારી શારીરિક તપાસ પછી જ શિશ્નના કદ અંગેનો યોગ્ય અભિપ્રાય આપી શકાય. આ અંગેની કોઈ પણ પ્રકારનો અણઘડ ઉપચાર ન કરાવવાની મારી સલાહ છે.

સવાલ.મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિ@શ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.

જવાબ.જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિ@શ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.

સવાલ.હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ.

જવાબ.તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.

સવાલ:હું ૧૭ વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.

જવાબ.દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે. એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે. આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે.

પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી.

સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.

સવાલ.હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સં@ભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સં@ભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે. શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય.

જવાબ.વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે.પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં.

સવાલ.હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સે@ક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.

જવાબ.કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ.એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખ-મૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.

જવાબ.કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે. એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.

ધારો કે તમે એ પહેર્યા વિના મુખ-મૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.

જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.

સવાલ.હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમા-ગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.

જવાબ.સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારી-રિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

સવાલ.સ્ત્રી વર્જિન છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? મારે લગ્ન પહેલા જાણવું છે કે હું જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું તે કુંવારી છે કે નહીં, કેવી રીતે તપાસવું?

જવાબ.સૌથી પહેલા તમારે એ છોકરી પર વિશ્વાસ કરવો પડશે જેની સાથે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો. વર્જિનિટી ટેસ્ટ કરાવવાની કોઈ રીત નથી. તે યુવતી વિશેની ઘનિષ્ઠ વિગતો જાણ્યા પછી, તમે નક્કી કરો કે તમારે તેની સાથે લગ્ન કરવા કે નહીં.