મારી મંગેતર બીજા કોઈની સાથે સે*ક્સ કર્યું છે કે નહિ હું કેવી રીતે જાણી શકુ…

સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહ-વાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી.

Advertisement

સમસ્યા એ છે કે સહ-વાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ.હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્તમૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.

જવાબ.સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્ત-મૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

સવાલ.હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.

હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ.હું 27 વર્ષનો છું. હું લગ્ન કરવા જઈ રહ્યો છું. જો મારી મંગેતર કોઈની સાથે સંબંધમાં હોય તો મને કેવી રીતે ખબર પડશે?

જવાબ.લગ્નનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. લગ્ન પહેલા પણ આવી વાતો ના વિચારો. સામાન્ય ભારતીય છોકરી સામાન્ય રીતે લગ્ન પહેલા અસ્પૃશ્ય હોય છે.

Advertisement