મારી પત્નીને કેન્સર છે, તેને કિસ કરવાથી મને પણ કેન્સર થશે?…

સવાલ.હું ૧૮ વર્ષની છું. મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે. જોકે તેને મારા મનની વાત જણાવતા હું ગભરાઉ છું. આ માટે હિંમત એકઠી કરી શકતી નથી. આ ઉપરાંત મારી યાદશક્તિ પણ નબળી છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.પ્રેમ માટે તમારી ઉંમર હજુ ઘણી નાની છે. અને એ છોકરો તમને પ્રેમ કરે છે કે નહીં એ પણ તમે જાણતા નથી. તો આ એક તરફી પ્રેમનો અર્થ શું છે? પ્રેમને ભૂલીને તમે ભણવામાં ધ્યાન આપશો તો આપોઆપ તમારી યાદશક્તિ સુધારશે. હમણા ભણવા કરતા તમારા મનમાં પ્રેમના જ વિચારો ચાલતા હોય તો ભણવામાં ધ્યાન ક્યાંથી રહે? મન ભટકતું હોય તો વાંચેલું યાદ ક્યાંથી રહે? આથી ભ્રમિત થયેલા તમારા મનને યોગ્ય માર્ગે વાળશો તો તમને તમારી બધી જ સમસ્યાઓનું નિરાકરણ મળી જશે.

સવાલ.હું ૨૧ વર્ષની છું. મને એક પરિણીત પુરુષ સાથે પ્રેમ છે. હું તેના વગર રહી શકતી નથી. અમારી વચ્ચે શારી-રિક સંબંધ પણ છે. અમારો સંબંધ સ્વીકારવા હું મારા માતા-પિતાને કેવી રીતે સમજાવું? શું અમારા સંબંધનું કોઈ ભવિષ્ય હોઈ શકે છે?.

જવાબ.તમારા માતા-પિતાને સમજાવવાને બદલે તમારે જ સમજવાની જરૂર છે. આ યુવક પરિણીત છે. આથી આ સંબંધમાં મને કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેની પત્ની સાથે છૂટાછેડા લઈ તે તમારી સાથે પરણવા તૈયાર છે? આ માટે તે તૈયાર હોય નહીં તો તે માત્ર તમારી લાગણીઓ સાથે રમીને તેની શારીરિક ભૂખ સંતોષી રહ્યો છે. અને કોઈપણ મા-બાપ તેમની પુત્રીના આવા સંબંધનો સ્વીકાર કરવા તૈયાર થાય નહીં એ પણ સ્વાભાવિક છે. આથી જે પગલા ભરો એ સમજી-વિચારીને તેના લાભ અને ગેરલાભનો વિચાર કર્યા પછી જ ભરજો.

સવાલ.હું ૨૨ વરસની છું. ૨૫ વર્ષના મારા એક મિત્રે મારી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. પરંતુ હું તેનો એ પ્રસ્તાવ સ્વીકારી શકું તેમ ન હોવાથી અમે સારા મિત્રો તરીકે સંબંધ ચાલુ રાખ્યો છે. પરંતુ હવે તે મારી એક ખાસ બહેનપણી જોડે ઘણી વાત કરે છે. તે એના પ્રેમમાં નથી એ હું જાણું છું. પરંતુ તે મારાથી દૂર સરી જતો હોય એવું મને લાગે છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.મને લાગે છે કે તમારામાં ઈર્ષાભાવ જાગૃત થયો છે. શું તમે તેને મનોમન પ્રેમ કરવા લાગ્યા છો? આ પ્રશ્નનો ઉત્તર હામાં હોય અને તમારે એની સાથે પ્રેમ સંબંધ બાંધવો હોય તો સમય ન ગુમાવતા તેની સમક્ષ પ્રેમનો એકરાર કરી લો. અને હા, તમે એના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે તો તેને પણ તેની જિંદગીમાં આગળ વધવાનો અધિકાર છે અને તે એનો ઉપયોગ કરી રહ્યો છે. આથી તમે ઈર્ષા છોડી દો. કયા કારણસર તમે એની પ્રેમ પ્રસ્તાવ સ્વીકારી શક્યા નથી. એ તમે જણાવ્યું નથી.

સવાલ.હું ૩૫ વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી છું, મારા લગ્નમય જીવનના ત્રાસમાંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુક્તિ અપાવી. તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી. મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચાહવા લાગી અને અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ ગયા. હું નોકરી કરું છું અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે.કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું. મારી ખાસ બહેનપણી, જે મારી બધી વાતો જાણે છે, તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું. એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે. મારે લગ્ન કરી લેવા જોઈએ. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું. કદાચ તે સાચું કહે છે. મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી. શું કરવું જોઈએ? સલાહ આપશો?.

જવાબ.તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે, તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.

સવાલ.હું 50 વર્ષનો છું અને મારી પત્ની 48 વર્ષની છે. મારી પત્નીને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું ત્યાર બાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ તે સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. મારે જાણવું છે કે શું બીમાર પત્નીને ચુંબન કરવાથી મને કેન્સર પણ થઈ શકે છે. હું આ અંગે ખૂબ જ ચિંતિત છું. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને તેની સંભાળ રાખું છું, હું આ મુશ્કેલ સમયમાં તેની સાથે ઊભા રહેવા માંગુ છું. મારે કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ.તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેન્સર ચેપી રોગ નથી. એટલા માટે જો તમે ઈચ્છો તો તમારી પત્નીને કિસ કરી શકો છો. આમ કરવાથી તમને કેન્સર નહી થાય.

સવાલ.હું 33 વર્ષનો છું અને મારી ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ અને મારું વજન 69 કિલો છે. મેં આજ સુધી ક્યારેય હસ્ત-મૈથુન કે સે*ક્સ કર્યું નથી. શું તમને લાગે છે કે લગ્ન પછી હું મારી પત્નીને સંતુષ્ટ કરી શકીશ કારણ કે મારા મિત્રો કહે છે કે હું તે કરી શકીશ નહીં? મારે શું કરવું જોઈએ, મારે વેશ્યા સાથે સંબંધ રાખવો જોઈએ?

જવાબ.ભૂલથી પણ વેશ્યા સાથે સંબંધ બાંધવાની ભૂલ ન કરો. તમારે આ વિષય પર તમારા જ્ઞાનમાં વધારો કરવાની જરૂર છે. જો તમે ઇચ્છો, તો તમે પુસ્તક વાંચી શકો છો.વધુ માહિતી માટે તે સામાન્ય છે. જો તમે ઈચ્છો તો સે*ક્સ એક્સપર્ટ પાસે જઈને ફોરપ્લે અને ઈન્ટરકોર્સની રીત જાણી શકો છો.

Advertisement