મસ્જિદ પાસેથી કેમ કાઢી શોભા યાત્રા,?,શોભાયાત્રા ના વિરોધમાં મુસ્લિમ સમાજ નું આવેદન…

રામ નવમી નિમિત્તે નીકળેલા શોભાયાત્રામાં કેટલાક અસામાજિક તત્વોએ મસ્જિદની સામે ખુલ્લી તલવારો અને ખંજરનો ઉપયોગ કર્યો હતો. બારડોલીના મુસ્લિમ સમાજે બારડોલી પ્રાંત અધિકારી અને પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મુસ્લિમ સમાજ દ્વારા સોમવારે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ રામ નવમી નિમિત્તે રવિવારે બારડોલીના રામજી મંદિરથી ગોવિંદાશ્રમ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા સાંજે 4 થી 6 દરમિયાન મદ્રેસા માર્કેટથી સ્ટેટ બેંક જ્યાં લઘુમતી વસ્તી રહે છે તેમજ આ વિસ્તારની મીનારા મસ્જિદ આવેલી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખુલ્લી તલવારો, ખંજર અને લાકડીઓ ઉપરાંત, મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા સૂત્રોચ્ચાર અને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવા માટે મસ્જિદના દરવાજા પર ફટાકડા પણ ફેંકવામાં આવ્યા હતા.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ બની હોવા છતાં શહેરની શાંતિ ડહોળાય નહીં તે માટે મુસ્લિમ સમાજે મૌનનું વાતાવરણ જાળવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે માંગણી કરી હતી કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાની જાણ ન થાય અને રવિવારની ઘટનામાં સંડોવાયેલા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે રામનવમી પ્રસંગે દેશનાં 6 રાજ્યોમાં હિંસા ભડકી હતી. બંગાળ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવતા મામલો બિચક્યો હતો. દિલ્હીમાં ત્નગ્દેંમાં માંસ પીરસવાના મામલે વિદ્યાર્થીઓના બે ગ્રૂપ બાખડયા હતા. વિદ્યાર્થીઓ પર કેટલાક અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો જેમાં કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ઈજા થઈ હતી. ગુજરાતના ખંભાતમાં એક આધેડ વયની વ્યક્તિને પથ્થરમારામાં ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. ઝારખંડનાં લોહરદગામાં એક વ્યક્તિનું મોત થયાનાં અહેવાલો હતા.

ખરગોનમાં હૂમલાખોરોનાં મકાનો પર બુલડોઝર ફેરવાયા. ખરગોનમાં સત્તાવાળાઓ દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર હુમલાખોરોનાં મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં પોલીસ ખડકી તોફાનીઓનાં મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીનો પ્રસંગ લોહિયાળ બન્યો હતો. 10થી વધુ મકાનોેને આગ ચાંપવામાં આવી હતી. કેટલાક લોકોએ ડીજે વગાડવાના મામલે વિરોધ કર્યો હતો આ પછી બે ગ્રૂપ વચ્ચે હિંસા ભડકી હતી. પથ્થરમારામાં એક પોલીસ અધિકારી સહિત કેટલાક પોલીસને ઈજા થઈ હતી. તોફાનીઓએ માતાના મંદિરમાં તોડફોડ કરી હતી. પોલીસ દ્વારા તાલાબ ચોક, ગૌશાલા માર્ગ, મોતીપુરા, સ્ટેડિયમ પાછળનો વિસ્તાર અને ટાવર ક્ષેત્રમાં કરફ્યૂ લદાયો હતો. રાજ્યના મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે આ ઘટનામાં 77 લોકોની ધરપકડ કરાઈ છે.

પશ્ચિમ બંગાળના બાંકુરામાં તોફાનો.પશ્ચિમ બંગાળના બાંકુરામાં શોભાયાત્રા પર પથરાવ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાનની કાર પર હુમલો કરાયો હતો. મચાનતાલા નજીક મસ્જિદ પાસેથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો. કેન્દ્રનાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન ડૉ. સુભાષ સરકારની કાર પર હુમલો કરાયો હતો. પોલીસે 17થી વધુની લોકોની ધરપકડ કરી હતી.

ઝારખંડના લોહરદગામાં હિંસા.ઝારખંડના લોહરદગા જિલ્લામાં હીરહી ભોક્તા બગીચા પાસે શોભાયાત્રા પર હિચકારો હુમલો કરાયો હતો. કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા મામલાએ ગંભીર સ્વરૂપ પકડયું હતું. હાલ સ્થિતિ અંકુશમાં પણ ભારેલા અગ્નિ જેવી છે. હિંસામાં એકનું મોત થયાનાં અહેવાલો છે.

કર્ણાટકના કોલારમાં હંગામો.કર્ણાટકના કોલારમાં શોભાયાત્રા પર પથરાવ કરાયો હતો. જેમાં બે ગ્રૂપ સામસામે આવી ગયા હતા. પોલીસે થોડા સમયમાં સ્થિતિ કાબૂમાં લઈને બંદોબસ્ત ગોઠવી દીધો છે.