સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ કરવાની બાબતે બજરંગ દળ કાર્યકર્તા પર થયો જીવલેણ હુમલો….

ધંધુકામાં કિશન ભરવાડની વિવાદાસ્પદ પોસ્ટને લઈને હત્યા કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો. આ ઘટના ભાગ્યે જ ભૂલી શકાય કારણ કે બજરંગ દળના કાર્યકર પર સોશિયલ મીડિયા પર હિંદુ પોસ્ટને લઈને અંગત લડાઈમાં હુમલો કરવામાં આવ્યો હતો. મઝહર અને અબ્બાસ નામના લોકોએ આ હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.હુમલામાં બજરંગ દળના કુલ 3 કાર્યકરો ઘાયલ થયા હતા. અન્ય બે બચાવકર્તા પર હુમલો કરીને તેઓ ભાગી ગયા હતા. તેણે અગાઉ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

મામલાની ગંભીરતાને સમજીને પુણે પોલીસે તાત્કાલિક કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.વિગતે વાત કરીએ તો, ગુજરાત રાજ્યમાં ધંધુકામાં જે રીતે હિંદુ મુસ્લિમ સંગઠનો આમને સામને આવી જતા રાજ્યનું વાતાવરણ તંગ બન્યું હતું, તે જ પ્રકારની ઘટના સુરતના સારોલી વિસ્તારમાં બનતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના સરોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગીની માર્કેટ નજીક મોડી સાંજે બજરંગ દળના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યકર્તાઓ શ્યામ નારાયણ મિશ્રા, અરવિંદ મિશ્રા અનેપરાગ દત્ત મિશ્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકો રસ્તા પર દોડી આવ્યા હતા.હિન્દુ સંગઠન બજરંગ દળ અને VHP ની હિન્દૂ તરફી પોસ્ટ મુકતા વિવાદ સર્જાયો હતો, આ વાતની અદાવત રાખીને કેટલાક લોકો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, પણ વ્યાપારીઓ અને હિન્દુ આગેવાનો દ્વારા બાબતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી ન હતી, પરંતુ આજે મોડી સાંજે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.ઘાયલ કાર્યકર્તાઓનો આરોપ છે કે, મજહર અને અબ્બાસ નામના શકશો દ્વારા જીવલેણ હુમલો કરાયો છે.

તેમણે કહ્યું, હિન્દુ આગેવાનોમાં બડા હિન્દૂ નેતા બનકર ઘુમતા હે એમ કહી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાની માહિતી મળતા હિન્દુ સંગઠનો સાથે કાપડ વેપારીઓ પણ મોટી સંખ્યામાં રોડ પર ઊતરી આવ્યા હતા, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Advertisement