મારી ગર્લફ્રેન્ડ સે*ક્સ મને દરમિયાન સેજપણ સહકાર આપતી નથી, હું તેને કેવી રીતે સમજાવું….

સવાલ.હું ૪૦ વર્ષનો પુરુષ છું મને શીઘ્રસ્ખલનની સમસ્યા છે એક જ સેકન્ડમાં વીર્યસ્ખલન થઈ જાય છે અને બીજી વાર ઉત્ત્થાન થતાં એકથી દોઢ કલાક લાગે છે શિશ્નની નસો પણ નરમ છે નસોમાં તાકાત આવે અને શીઘ્રસ્ખલનની સમસ્યા દૂર થાય એ માટે યોગ્ય દવા અથવા ક્રીમ બતાવવા વિનંતી.

Advertisement

જવાબ.ઈન્દ્રિયની નસો કમજોર થવાને કારણે શીઘ્રસ્ખલનની સમસ્યા નથી સર્જાતી શીઘ્રસ્ખલનની સમસ્યા માટે મુખ્ય ચાર કારણો જવાબદાર હોય છે તીવ્ર કામેચ્છા ઈન્દ્રિયના આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગમાં ઈન્ફેક્શન અથવા ડાયાબિટીઝની શરૂઆત શીઘ્રસ્ખલન માટે એમાંનું એક અથવા એકથી વધુ કારણો જવાબદાર હોઈ શકે છે.

ઘણાખરા કિસ્સામાં પૅરોક્સિટિન ૨૦ મિલિગ્રામ સં-ભોગના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ શકે છે તમારા ડોક્ટરની સલાહ મુજબ તમે આ ગોળીનું સેવન કરી શકો છો.

સવાલ.હું ૨૭ વર્ષની વિવાહિતા છું અમારાં લગ્નને ૫ વર્ષ થઈ ગયા પરંતુ અમે સંતાનસુખથી વંચિત છીએ. સમસ્યા એ છે કે મારા પતિના અંડકોષ તેમની મૂળ જગ્યા પર નથી સી.ટી.સ્કેનિંગથી જાણવા મળ્યું કે તેમના અંડકોષ ઉદરમાં છે વીર્યની તપાસ કરતાં જણાયું કે વીર્યમાં શુક્રાણુ નથી.

તેનાથી ભવિષ્યમાં મારા પતિને કોઈ તકલીફ તો નહીં થાય ને? બીજં કૃત્રિમ ગર્ભાધાનમાં સફળતાની કેટલી સંભાવના છે? અમદાવાદ કે કોઈ મોટા શહેરમાં સરકારી કે ખાનગી હોસ્પિટલનું સરનામું આપશો, જ્યાં ઓછા ખર્ચે નિદાન કરાવી શકાય. મારી તપાસ થઈ ચૂકી છે ત્રણ વાર કૃત્રિમ ગર્ભાધાનની કોશિશ પણ કરવામાં આવી, પરંતુ તે નિષ્ફળ રહી.

જવાબ.તમારા પતિની સમસ્યા અનડિસેડિંડ ટેસ્ટિજ ની છે તમે લખ્યું છે તે પ્રમાણેની સમસ્યા જીવનની શરૃઆતથી જ હોય છે બાળક જ્યારે માતાના પેટમાં હોય અને તેનાં અંગો બની રહ્યાં હોય ત્યારે તેના અંડકોષ ઉદરમાં જ બને છે. પછી ભૂ્રણ અવસ્થામાં કે જીવની શરૃઆતમાં બંને અંડકોષ ઊતરીને સ્ક્રૉટનમાં આવી જાય છે, પરંતુ લગભગ ૧% બાળકોમાં આ ક્રિયા અધૂરી રહી જાય છે અથવા થતી જ નથી. તેનાથી અંડકોષ ઉદરમાં જ રહી જાય છે.

જો ૮ વર્ષની ઉંમર સુધીમાં ઑપરેશન દ્વારા અંડકોષ નીચે લાવવામાં આવે, તો ઉચિત છે. આ ઉંમર પસાર થઈ જાય તો પણ જેમ બને તેમ જલદી ઑપરેશન કરાવી લેવું જરૃરી છે. તમારા પતિના કેસમાં આવું ન થઈ શક્યું. વીર્યમાં શુક્રાણુ ન હોવાનું આ જ કારણ છે. ઉદરમાં અંડકોષ હોવાથી આવી તકલીફ થાય તે સ્વાભાવિક છે. તેની સાથે બીજી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

તમે આ માટે કોઈ અનુભવી સર્જનની સલાહ લો, તે જ ઉચિત રહેશે કૃત્રિમ ગર્ભધાન અંગે અનુભવી તબીબો દ્વારા લગભગ ૭૫% સફળતા મળી છે. દરેક માસિકચક્રમાં સફળતાનો દર ૨૫% આંકવામાં આવ્યો છે. એવું જોવામાં આવ્યું છે કે એક વર્ષની અંદર ૧૨ વાર સફળતા ન મળે તો, સફળતા મળવાની શક્યતા નહિવત્ છે.

અધિકૃત રીતે સરકારી હોસ્પિટલમાં કૃત્રિમ ગર્ભાધાનની સુવિધા આપવામાં આવતી નથી. ખાનગી ચિકિત્સાલય ઘણા હોવાથી તેમનો ઉલ્લેખ કરવો અયોગ્ય છે. ડૉક્ટર સાથે સવિસ્તર વાતચીત કરી તમે નિર્ણય લઈ શકો છો આ માટે પતિની માનસિક તૈયારી જરૃરી છે. નહીંતર તમે બાળક દત્તક લેવાનું વિચારી શકો છો.

સવાલ મારી Gf મને સમાગમમાં પૂરતો સાથ નથી આપતી હું શું કરું હું કેમનો તેને સમજાવું.જવાબ.તમે એને સમાગમ પેહલા પૂરતી ઉતેજીત કરો ઘણીવાર એક વ્યક્તિને ઈચ્છા હોય સમાગમની પણ સામે વાળી વ્યક્તિને ઈચ્છા ના હોઈ તો પણ આવા પ્રશ્ન થતા હોઈ છે જેથી નિશ્ચિત રહો અને આ કામ કરો.

સવાલ.હું ૨૪ વર્ષની યુવતી છું મારા સ્તન બહુ નાનાં છે એથી હું લઘુતાગ્રંથિ અનુભવું છું શું કોઈ એવી દવા કસરત નથી જેથી સ્તનનું કદ વધારી શકાય? મને ચિંતા થાય છે કે મારાં લગ્ન થશે ત્યારે શું કરીશ?જવાબ.ચહેરાના ઘાટની જેમ સ્તનોનું કદ પણ વારસાગત હોય છે અને કોઈ દવાથી ઘટાડી કે વધારી શકાતું નથી.

વળી સ્તન કંઈ સ્નાયુઓના બનેલાં નથી હોતાં કે કોઈ કસરત દ્વારા એમને મોટાં કરી શકાય. હા, નિયમિત સામાન્ય કસરત કરતાં રહેવાથી શરીરની ચુસ્તી જાળવી શકાય છે. મારું કહ્યું માનશો? આકર્ષક દેખાવા માટે સૌથી વધુ જરૃર આત્મવિશ્વાસની હોય છે. તમારા સ્તન નાનાં છે એટલા ખાતર લઘુતાગ્રિંથિ અનુભવો તે ખોટું છે. તેનાથી જાતીય સુખમાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી.

સવાલ.હું ૩૨ વર્ષની પરિણીતા છું. લગ્નને ૮ વર્ષ થઈ ગયાં છે મારે બે બાળકો છે ગર્ભ ન રહે એટલા માટે હું છેલ્લાં ૩ વર્ષથી ગર્ભનિરોધક ઓવરલ લઉં છું મેં સાંભળ્યું છે કે લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેતા રહેવાથી કેટલીક બીમારીઓ થઈ શકે છે જેવી કે ગર્ભાશયમાં રસોળી થવી લોહી જામી જવું વગેરે શું આ સાચું છે? સાચી માહિતી આપી મારી આશંકા દૂર કરશો તો તમારી આભારી થઈશ.

જવાબ.હાલમાં મળતી ગર્ભનિરોધક ગોળીઓ જ સૌથી વિશ્વાસપાત્ર ઉપાય છે તેમના પર ૯૯ ટકા ભરોસો રી શકાય છે અને તે રતિક્રિડામાં જરાય અડચણરૃપ નથી તે તેનો મોટો ફાયદો છે આથી જ ભણેલી-ગણેલી મહિલાઓમાં તે સૌથી લોકપ્રિય ગર્ભનિરોધક છે આમ છતાંય હકીકત તો એ જ છે કે આવી ગોેળીઓ સિન્થેટીક હોર્મોનમાંથી બને છે એટલે શરીરનાં અંદરના અવયવો પર તે ઘણી રીતે અસર કરે છે એની કેટલીક સારી અસરોનીસાથે કેટલીક આડઅસરો પણ જોવા મળે છે.

લાંબા સમય સુધી ગોળીઓ લેતાં રહેવાથી ગર્ભાશયનું કેન્સર થવાની વાત વારંવાર ચર્ચાયા કરે છે પરંતુ સર્વેક્ષણો અને મળતા પુરાવાના આધારે આ વાત મોટી સાબિત થઈ છે હા શિરાઓમાં લોહી જામી જવાથી ફેંફસામાં લોહીનોે પ્રવાહ અવરોધાવાના મામલા ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓમાં પ્રમાણમાં વધારે જોવા મળે છે પંરતુ એની સંખ્યા એટલી મોટી નથી હોતી કે એના લીધે ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું છોડી દેવાય. ૩૫ થી વધારે વર્ષની અને ધૂમ્રપાન કરતી મહિલાઓ માટે આવું જોખમ ઊભું થઈ શકે છે.

૩૫ વર્ષની ઉંમર પછી બીજું કોઈ ગર્ભનિરોધક અપનાવવામાં જ સમજદારી છે. ડોક્ટરોનું માનવું છે કે જો આવી ગોળીઓ લાંબા સમય સુધી લેવી જ હોય તો દર વર્ષે બે મહિના માટે બંધ કરી બીજું કોઈ સાધન અપનાવવું, જેથી શરીરની હોર્મોનલ પ્રણાલી થોડા સમય માટે પ્રાકૃતિક અવસ્થામાં રહી શકે.

તમે તો આમેય ૩ વર્ષથી ગર્ભનિરોધક ગોળીઓ લઈ રહ્યા છો, એટલે મારી સલાહ છે કે તમે થોડા મહિના માટે આ ગોળીઓ લેવાનું બંધ કરી બીજું કોઈ સાધન અપનાવો જો તમને વાંધો ન હોય તો કોપર-ટી એ માટેનું સારું સાધન છે તેના પર પણ ૯૫ થી ૯૭ ટકા વિશ્વાસ કરી શકાય છે અને તે સાધન પણ રતિક્રિડામાં અડચણરૃપ બનતું નથી. કોપર-ટી કઢાવી નાખ્યા પછી તમે બહુ જલદી સંતાન ધારણ કરવા માટે સક્ષમ બની જાવ છો.

Advertisement