પત્ની અદલાબદલી હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ થયો છે. વોટ્સએપ અને મેસેન્જર પર ગ્રુપ બનાવીને આ રેકેટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં 1 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પોલીસે હસબન્ડ વાઈફ એક્સચેન્જ રેકેટમાં સંડોવાયેલા સાત લોકોની ધરપકડ કરી છે અને 25થી વધુ લોકો પર નજર રાખી રહી છે.ચોંકાવનારી ઘટના કેરળમાં બની છે. પોલીસે અહીંના કોટ્ટાયમ શહેરમાં આ ઓપરેશન હાથ ધર્યું હતું.
મહિલાની ફરિયાદ બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. મામલો સામે આવતા જ સમગ્ર કેરળમાં ખળભળાટ મચી ગયો હતો. કોટ્ટાયમ શહેરની એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેને અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. નોંધનીય છે કે આ પહેલા કેરળના કયામકુલમમાં પણ આવી જ ઘટના બની હતી.
આ અંગે ચાંગલચેરીના ડેપ્યુટી એસપી આર શ્રીકુમારે જણાવ્યું કે રેકેટમાં સામેલ લોકો પહેલા ટેલિગ્રામ અને મેસેન્જર ગ્રુપમાં જોડાયા અને પછી એકબીજાને મળ્યા. અમે ફરિયાદી મહિલાના પતિની ધરપકડ કરી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને અમે આ કેસમાં બાકીના આરોપીઓની શોધ શરૂ કરી છે. ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો કેરળના કોટ્ટયમ અને એર્નાકુલમના રહેવાસી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે આ રેકેટમાં રાજ્યભરના કેટલાય Hifi લોકો સામેલ હતા. અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 25થી વધુ પર નજર રાખવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે. આ રેકેટમાં વ્હોટ્સએપ અને મેસેન્જર ગ્રુપમાં 1,000 જેટલા લોકો સામેલ થઈ શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેકેટમાં એક હજારથી વધુ લોકો સામેલ હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર રેકેટ ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન મેસેન્જર એપ્લિકેશન દ્વારા ચલાવવામાં આવતું હતું. આગામી દિવસોમાં અનેક હાઈપ્રોફાઈલ લોકોના નામ સામે આવી શકે છે.