માટીની જરૂર નહીં પડે, આ ટેકનીકથી માત્ર પાણી કે કાંકરાથી કરી શકાય છે ખેતી…

હાઇડ્રોપોનીક્સ એક એવી ખેતી પધ્ધતિ છે જેમાં વગર માટી અને ઓછા પાણી સાથે નિયંત્રિત તાપમાનમાં પાક ઉગાડવામાં આવે છે આ પાકની ખેતી માટીને બદલે અન્ય આધાર જેવાકે કોકોપીટ પરલાઇટ અને રોક્વુલ વિગેરે પર કરવામાં આવે છે પાકના છોડને જોઈતા પોષક તત્વો પાણીમાં ઓગાળીને જરૂરિયાત પ્રમાણે પાઇપ અથવા ખાસ પધ્ધતિથી પુરા પાડવામાં આવે છે તેમાં પાણીની સાથે જ છોડને ખનીજ પોષણ પહોંચાડવામાં આવે છે એક છોડને વિકાસ માટે સૂર્યપ્રકાશ અને ન્યુટ્રિશનની જરૂર હોય છે જો તે છોડને પર્યાપ્ત માત્રામાં મળે છે તો માટી વગરની ખેતીને છત પર અથવા કોઈપણ જગ્યાએ કરી શકાય છે હાઇડ્રોપોનિક્સ તકનીક તમે સામાન્ય રીતે એક્વાકલ્ચર અને ન્યુટ્રિકલ્ચર તરીકે ઓળખાય છે તે વિશે સાંભળ્યું જ હશે હાલમાં જમીનની ગુણવત્તા સતત બગડી રહી છે.

Advertisement

જે ખેતી અને પાકની ગુણવત્તામાં ઘટાડો કરી રહી છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ખેતીની નવી તકનીકો ઉભરી આવી છે નવી ટેક્નોલોજી અપનાવવા માટે લોકો આજકાલ તેમના ટેરેસ પર કિચન ગાર્ડન બનાવીને ફળો અને શાકભાજી ઉગાડી રહ્યા છે આ ક્રમમાં હાઇડ્રોપોનિક ખેતી ખૂબ જ યોગ્ય તકનીક છે ચાલો જાણીએ શું છે હાઇડ્રોપોનિક ફાર્મિંગ ટેક્નોલોજી અને તે કઈ રીતે ફાયદાકારક છે હાઇડ્રોપોનિક્સ એટલે ખનિજ પોષક દ્રાવણની મદદથી માટી વિના પાક ઉગાડવો એટલે કે જે પ્રકારની ટેકનોલોજી દ્વારા ખેતીમાં માટીનો ઉપયોગ થતો નથી તેને હાઇડ્રોપોનિક્સ કહે છે.

આ પ્રકારની ખેતી પાણી અથવા રેતી અને કાંકરામાં જ કરવામાં આવે છે મળતી માહિતી મુજબ આ ટેકનિકથી ખેતી કરવા માટે લગભગ 15 થી 30 ડિગ્રી તાપમાન જરૂરી છે 80 થી 85 ટકા ભેજ સાથે આબોહવામાં સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં આપણે જે પોષક તત્વોનો ઉપયોગ કરીએ છીએ તે વિવિધ સ્ત્રોતોમાંથી આવી શકે છે જેમ કે માછલીનો કચરો રાસાયણિક ખાતર અને બતક ખાતર આ ટેક્નિકની મદદથી ખેતી માટે તમારે વધારે જગ્યાની જરૂર નથી તમે આની મદદથી ઘરના કોઈપણ ખૂણામાં કે ટેરેસ પર તમારી અનુકૂળતા મુજબ પાક ઉગાડી શકો છો.

માટી રહિત ખેતી કરવા માટે તમારે જરૂરી પોષક તત્વો, રેતી, કાંકરા, કોકોપીટ, પરલાઇટ વગેરેની જરૂર પડે છે. જેમાં કોઈ કુંડા, નળીવાળી ટાંકી, પાઈપ, બેગ વગેરેનો ઉપયોગ એ પ્રકારે કરવામાં આવે છે કે પાણીનો પ્રવાહ હંમેશાં જળવાઇ રહે કારણ કે પાણીની સાથે જ જરૂરી પોષક તત્વો પણ છોડને મળતા રહે હાઈડ્રોપોનિક ખેતી વ્યવસાય શરૂ કરતા પહેલાં હાઈડ્રોપોનિક ખેતીની ટ્રેનીંગ જો શક્ય હોય તો અવશ્ય લેવી, જેના માધ્યમથી યુવા કિસાનને એ જાણકારી મળે છે કે જે છોડને તે લગાડવા જઈ રહ્યા છે અથવા જે ખેતી તેઓ કરવા ઈચ્છે છે તેને કયા પ્રકારે અને કેટલી માત્રામાં પોષણ આહાર ની જરૂર પડશે, છોડના મૂળને ઓક્સિજન કયા પ્રકારે ઉપલબ્ધ કરાવી શકાય. છોડને લગાડવા માટે કયા પ્રકારનું સેટઅપ લગાવવામાં આવે અને કયા પાકને કેટલા તાપમાનની જરૂર પડશે.

હાઇડ્રોપોનીક્સ ખેતીમાં પાણીની 90% જેટલી બચત થાય છે આ પધ્ધતિ દ્વારા સીઝન વગર પણ શાકભાજી વિગેરેની ખેતી કરી શકાય છે ઉંચી ગુણવત્તા અને વધુ ઉત્પાદન મળે છે પોષક તત્વોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે નિયંત્રીત તાપમાનમાં ખેતી થવાથી સિજન વગર ખેતી કરી વધુ ભાવ મેળવી શકાય છે રોગ જીવાતનો નહીવત ઉપદ્રવ નિંદામણનો 100% નિયંત્રણ.

તે એક અથવા બે પ્લાન્ટ સિસ્ટમથી શરૂ કરી શકાય છે અથવા 10 થી 15 પ્લાન્ટ સિસ્ટમ્સ પણ મોટા પાયે સ્થાપિત કરી શકાય છે તેના દ્વારા કોબીજ પાલક તુલસી કેપ્સિકમ વગેરે જેવા અનેક શાકભાજી અને ફળો ઉગાડી શકાય છે આ તકનીકથી ખેતી માટે માટીની જરૂર નથી તમે તમારી પસંદગીના કોઈપણ ફળ અથવા શાકભાજી ગમે ત્યાં ઉગાડી શકો છો જો તમે ખેતી કરવા માંગો છો અને તમારી પાસે જગ્યાની અછત છે તો આ ટેકનિક તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે તેની મદદથી તમે ધાબા પર અથવા બાલ્કની જેવી સાંકડી જગ્યા પર પણ ફળો કે શાકભાજી ઉગાડી શકો છો આ ટેકનીકથી ઉગાડવામાં આવતા પાકને જમીન કરતા ઓછા પાણીની જરૂર પડે છે માટીની ખેતીમાં પોષક તત્વો પર આપણું નિયંત્રણ નથી તેથી તેની વૃદ્ધિ એટલી સારી નથી પરંતુ હાઇડ્રોપોનિક ટેક્નોલોજી વડે આપણે પોષક તત્વોને નિયંત્રિત કરી શકીએ છીએ અને પાકની ગુણવત્તામાં વધારો કરી શકીએ છીએ.

Advertisement