રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે,રાજ્યમાં જૂન મહિનાની આ તારીખથી શરૂ થશે વરસાદનું આગમન…..

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં આગામી 8 જૂનથી વરસાદ ની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી દમણની સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડે તેવી શક્યતા છે ગુજરાતમાં 6 જૂનથી તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે.

Advertisement

દક્ષિણ ગુજરાતથી આવતા ભેજવાળા પવનોના કારણે અન્ય સ્થળોએ પણ ઠંડક અનુભવાશે જો કે રાજ્યભરમાં વરસાદ પડતા હજુ થોડોક સમય લાગી શકે છે આગામી દિવસોમાં મુંબઈમાં મેઘરાજા ઓળઘોળ થાય તેવી શક્યતા છે 8 જૂનથી 10 જૂન દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ અઠવાડિયા દરમિયાન વરસાદ જૂના રેકોર્ડ તોડી શકે છે.

ત્યારે મુંબઈકરો માટે આગામી અઠવાડિયું કષ્ટદાયક સાબિત થઈ શકે છે દર વખતેની જેમ વરસાદને કારણે ઠેર-ઠેર પાણીના ભરાવાની સમસ્યા શહેરીજનોની મુશ્કેલી વધારી શકે છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ આ વિકેન્ડ દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે સ્કાયમેટ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે 6 જૂનથી શરૂ થતા અઠવાડિયા દરમિયાન ભારે વરસાદ થશે.

8, 9 અને 10 જૂનના મુંબઇ અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે ભારે વરસાદની શક્યતા દર્શાવાય રહી છે એજન્સીએ લોકોને આ સમય દરમિયાન કામકાજ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે સ્કાયમેટનું કહેવું છે કે કોંકણ અને ગોવાની ઉપર એક અપર એર સાયકલોનિક સર્કયુલેશન સર્જાઇ રહ્યું છે જે આગળ વધીને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે પહોંચશે જેના કારણે મુંબઈ રત્નાગિરી દહાણુ થાણે અને સિંધુદુર્ગમાં ભારેથી વધુ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 10-11 જૂન દરમિયાન સુરત વલસાડ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ વર્ષે કેરળ માં 3 દિન પેહલા આવી ગયું છે ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવીટી ચાલુ થઈ ગઈ છે આગામી 10 તારીખ સુધી માં ગુજરાતમાં વરસાદ આવશે અરેબિયન સમુદ્રમાં એક સીસ્ટમ બની રહી છે જેના કારણે આ વર્ષે 97 ટકા રહશે ગુજરાત માં આ વર્ષે 99 ટકા વરસાદ છે.

રાહત કમિશ્નર સતીશ પટેલના જણાવ્યા અનુસાર પ્રિ મોન્સૂન ની બેઠક મળી હતી દર મંગળવારે ચોમાસું છે ત્યાં સુધી બેઠક મળશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ તૈયારી શરૂ કરી છે બેઠકમાં કૃષિ વિભાગ આર્મી ફાયર સહિતની ટીમો હાજર હતી અને કામની જાણકારી હાંસલ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં વરસાદ થશે અને તેનાથી ગુજરાત માં વરસાદનું આગમન થશે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોનસૂન માહોલ છે 10થી 13માં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે ગુજરાતમાં સમય કરતાં પહેલાં વરસાદ આવી શકે છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તિસગઢ અને ઓરિસ્સામાં 99 ટકા વરસાદ થશે.

એનડીઆરએફની 11 ટીમ કાર્યરત રહેશે જેમાં અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં એનડીઆર એફની રેસ્ક્યુ ટીમને હાજર રખાશે આ વખતે મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તાર માટે સારા સમાચાર છે જે અવારનવાર દુષ્કાળની ઝપેટમાં આવે છે હવામાન વિભાગે અહીં પણ સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો આ વખતે સારો વરસાદ થશે દેશમાં લા નીના સંબંધિત સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે.

Advertisement