ઘરમાં દીકરીનો જન્મ થતાં પરિવારે કર્યો એવો સ્વાગત કે જોઈને તમે પણ કહેશો વાહ શુ સ્વાગત કર્યું છે….

આજના સમયમાં દીકરી જન્મતાં લોકોના મોંઢા બગડી જાય છે દીકરીને સાપનો ભારો સમજવામાં આવે છે પરંતુ ઘણા એવા પણ લોકો છે જે ખરા અર્થમાં દીકરીને માતા લક્ષ્મીનો અવતાર ગણીને તેનું ઘરે ભવ્ય સ્વાગત કરતા હોય છે મહારાષ્ટ્રના પુણેના શેલગાંવના એક પરિવારમાં કપલે દીકરીનો જન્મ થતાં તેનું ઘરે ભવ્ય સ્વાગત કર્યું મીડિયા રિપોર્ટ્સના અનુસાર પુણેના શેલગાંવમાં રહેતા પરિવારે તેના ગ્રાન્ડ વેલકમની વ્યવસ્થા કરી કેમ કે નવજાત શિશુ પરિવારમાં પહેલી છોકરી હતી રાજલક્ષ્મી નામની બાળકીનો જન્મ 22 જાન્યુઆરીએ પોતાના માતાના ઘરે ભોસારીમાં થયો હતો અને બાળકીને શેલગાંવ લાવવા માટે એક હેલિકોપ્ટર ભાડે લીધું.

Advertisement

આપણે ભલે 21મી સદીમાં પ્રવેશી ગયા હોઈએ પરંતુ આપણા દેશમાં હજુ પણ કેટલીક જૂની રૂઢિચુસ્તતા પ્રવર્તે છે જેમાંથી એક છે દીકરા અને દીકરીના જન્મ પર થતાં ભેદભાવની વાત. કેટલાક ઘરોમાં હજી પણ જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય ત્યારે પરિવારના સભ્યો અને સંબંધીઓ તેના ઘરે દીકરો જન્મે તેવા આશીર્વાદ આપે છે જો દીકરાનો જન્મ થાય તો બધા ખુશ-ખુશ થઈ જાય છે અને પેંડા વહેંચે છે પરંતુ જો દીકરી જન્મે તો માતમ જેવો માહોલ છવાઈ જાય છે દીકરીના જન્મની ઉજવણી કરવામાં આવતી નથી. ઉપરથી કેટલીકવાર હોસ્ટિલોમાં રોકકળ થતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે.

જો કે મહારાષ્ટ્રના પુણેના શેલગાંવમાં રહેતા એક પરિવારે દીકરીના જન્મતા તેનું એવુ જોરદાર સ્વાગત કર્યું કે બધા જોતા જ રહી ગયા શેલગાંવમાં રહેતા વિશાલ ઝલેકરના પરિવારમાં કોઈને પણ દીકરી નહોતી. તેથી જ્યારે તેની પત્ની પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેમના ઘરે દીકરી જ જન્મે તેવી તેમણે દિલથી ભગવાનને પ્રાર્થના કરી હતી પરિવારે દીકરીનું નામ રાજલક્ષ્મી પાડ્યું છે જેનો જન્મ તેના માતાના પિયર ભોસારીમાં થયો હતો બાદ તેનું ઘરમાં સ્વાગત કરવા માટે પિતા તેમજ પરિવારે હેલિકોપ્ટરનું આયોજન કર્યું હતું દીકરીના સ્વાગતને વધારે ખાસ બનાવવા માટે તેના પર ગુલાબના ફૂલની પાંખડીઓ પણ વરસાવવામાં આવી હતી.

હેલિકોપ્ટર માટે પરિવારે 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો વિશાલ ઝલેકર જે વ્યવસાયે વકીલ છે તેણે જણાવ્યું હતું કે અમારા પરિવારમાં કોઈને દીકરી નથી તેથી અમે ખાસ અંદાજમાં દીકરીનું સ્વાગત કરવા માગતા હતા અમે 1 લાખ રૂપિયા ચૂકવીને ચોપર રાઈડ અરેન્જ કરી હતી હેલિકોપ્ટના લેન્ડિંગ માટે તેમના ખેતરમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હતું જે બાદ કારથી મા-દીકરીને ઘરે લઈ જવાઈ હતી શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે પિતા વિશાલ તેની દીકરીને ઉંચકીને હેલિકોપ્ટરમાંથી બહાર લાવે છે.

અમારા પરિવારમાં લાંબા સમય પછી દીકરીનો જન્મ થયો છે તેથી મેં અને મારી પત્નીએ 2 એપ્રિલે એક હેલિકોપ્ટરમાં રાજલક્ષ્મીને ઘરે લઈ આવ્યાં લોકોને કપલનો ગૃહપ્રવેશ ખૂબ પસંદ આવ્યો છે અને તેમના પરિવારને ઢગલાબંધ શુભેચ્છા આપી છે આ ઘટનાના સમાજમાં પણ પડઘા પડ્યા છે. લોકો મન મૂકીને કપલના આ કામને બિરદાવી રહ્યા છે એટલું જ નહીં દીકરીના સ્વાગત માટે ફૂલોની માળા પણ રાખવામાં આવી માતા અને દીકરીનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવ્યું આ દરમિયાન ગામમાં હેલિકોપ્ટર લેન્ડ થતું જોવા અને બાળકીને જોવા માટે ગ્રામજનો પણ હાજર હતાં.

જે બાદ પરિવારની એક મહિના તે બાળકી પર પ્રેમ વરસાવતા તેને ચૂમીઓ ભરે છે બાળકીનું સ્વાગત કરવા માટે અન્ય પરિવારજનો પણ આવ્યા છે આ વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ આવ્યો છે અને દીકરીના સ્વાગતમાં આટલી તૈયારી કરનારા પિતાના વખાણ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે દીકરી વહાલનો દરિયો એ વાત આ એક પિતા એ સાબિત કરી બતાવ્યું છે આ દીકરી ના પિતા એવા વિશાલ જરેકરે આ પ્રસંગ દ્વારા સમાજ ને સંદેશ આપતા કહ્યું કે દીકરી હોઈ કે દીકરો બંને ને સમાન ગણી ને સમાન માન આપવું જોઈએ.

Advertisement