મારા લગ્નને 2 વર્ષ થઇ ગયા છે, લગ્ન પહેલા મારો એક બોયફ્રેન્ડ હતો અને મને એની સાથે સંબંધ બાંધવામાં ખુબજ મઝા આવતી હતી પરંતુ મારા પતિ સાથે….

સવાલ.અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે.જવાબ.સં-ભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના 24થી 48 કલાકની અંદર સં-ભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે આજકાલ સોનોગ્રાફી ની મદદથી એ જાણી શકાય છે આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર છોડી દેવું.

Advertisement

સવાલ.આજથી ચાર મહિના પહેલા મારા લગ્ન થયા હતા. મારી ઉંમર 22 વર્ષ છે જ્યારે મારા પતિની ઉંમર 38 વર્ષ છે. મને મારો પતિ પસંદ નથી અને તેની સાથે સં-ભોગ માણવાની મજા પણ નથી આવતી. મારા માતા-પિતાએ ભાવનાત્મકરીતે દબાણ કરીને આ મોટી ઉંમરના પુરુષ સાથે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા. હું 22 વર્ષની યુવતી છું જ્યારે મારો પતિ 38 વર્ષનો પુરુષ છે મારા પતિનો પરિવાર રૂઢિચુસ્ત છે માટે તેમની સાથે રહેવું પણ અઘરું છે આ કારણે હું હતાશ થઈ ગઈ છું અને સ્વભિમાન ગુમાવી ચૂકી છું હું મારું જીવન જીવવા માગુ છું મારે હવે શું કરવું જોઈએ.જવાબ.હું સમજી શકું છું કે તમે એક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. હું તમને પહેલી એવી સલાહ આપું છું કે પોતાનું દુ:ખ વ્યક્ત કરવા માટે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. હજુ પણ ઘણાં એવા પરિવારો છે કે જ્યાં લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.

તમારી ઉંમર 22 વર્ષ છે જ્યારે તમારા પતિની ઉંમર 38 વર્ષ છે, તમારા લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવ્યા છે. આ સંબંધમાંથી બહાર નીકળવાનો તમારો અધિકાર છે. આ માટે તમારે મદદની જરૂર છે. શું તમને કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મદદ કરી શકે તેમ છે? આ માટે તમે મહિલા પોલીસની મદદ પણ લઈ શકો છો.જે પુરુષ તમને પસંદ નથી તેની સાથે સંભોગ કરવું પણ ખૂબ અઘરું છે, હું વિચારી શકું છું કે તમે દરરોજ કેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છો. આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ અઘરો છે. હું તમને એવી સલાહ પણ આપવા માગુ છું કે શાંતિથી વિચારો અને નક્કી કરો કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે અને તમે તે કેવી રીતે પ્રાપ્ત કરશો.

સવાલ.મારા લગ્નને ૨ વર્ષ થઇ ગયા છે અને મારે લગ્ન પહેલા જ બોયફ્રેન્ડ હતો અને મને એની સાથે સબંધ બાંધવામાં વધારે મજા આવે છે પરંતુ મારા પતિને મારા આ સબંધની ખબર પડી જશે તો શું મને છોડી દેશે હું મારા બોયફ્રેન્ડને નથી મૂકી શકતી હું શું કરું મને કાઈ ખબર નથી પડતી? મને જણાવશો?જવાબ.બેન તમે જ વિચારો કે જો તમારા પતિ આવું કરે તો તમે શું એની સાથે રહી શકો?આ સબંધને પૂરો કરવામાં જ તમારી ભલાઈ છે જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો તમે આ સબંધને પૂરો કરી તમારા પતિ સાથે આગળ વધો નહિ તો તમે જ પસ્તાશો.

સવાલ.હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્તમૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.જવાબ.સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્ત-મૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

સવાલ.હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી. જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા.

આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે. હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

Advertisement