મારી ઉંમર ૧૮ વર્ષની છે, મારો બોયફ્રેન્ડ છે અમે સંબંધ બાંધ્યા નથી, પરંતુ અમે હોટેલના રૂમમાં જઈએ છીએ ત્યારે મારી યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી નીકળે છે. આમ કેમ થતું હશે?

સવાલ.હું ૨૦ વર્ષની યુવતી છું હું એક પ્રામાણિક સારી વ્યક્તિને પ્રેમ કરું છું જે મારો ખાસ મિત્ર છે એમ બંને એકબીજાથી અલગ પણ નથી થઈ શકતાં અને એકબીજાને અપનાવી પણ નથી શકતાં કારણ કે મારો મિત્ર પરિણીત છે હું એ વાતથી પરેશાન છું કે લગ્ન પછી હું તેની સાથે મિત્રતા કેવી રીતે રાખી શકીશ કોઈ ઉપાય બતાવો.જવાબ.તમારી ઉંમર લગ્ન યોગ્ય છે આજે નહીં તો કાલે તમારા લગ્નની વાત ચાલશે જોે આ પરિણીત યુવક સાથેના તમારા સંબંધની જાણ છોકરાવાળાને થશે તો તમારું સગપણ થવાનું જ મુશ્કેલ થઈ જશે જ્યારે તમે તો લગ્ન પછી પણ મિત્રતા રાખવા ઈચ્છો છો આપણે ભલે ગમે તેટલા ઉદાર હોઈએ પરંતુ કોઈ પણ પુરુષ એ ક્યારેય સહન નથી કરી શકતો કે તેની પત્ની કોઈ બીજા પુરુષ સાથે સંબંધ રાખે તેના ઘરનાને પણ આ વાત ક્યારેય મંજૂર નહીં હોય તેથી જેમ બને તેમ જલ્દી આ મિત્રતા પર પૂર્ણવિરામ મૂકી દો.

Advertisement

સવાલ.હું ત્રીસ વર્ષની યુવતી છું અને થોડા દિવસ પછી મારાં લગ્ન થવાનાં છે મારે બે વર્ષ સુધી બાળક નથી જોઈતું અને હું કોઈ ગોળી પર રહેવા નથી માગતી હું ફેમિલી પ્લાનિંગ કરી શકું અને પતિને પણ સંતોષ મળે એ માટે માર્ગદર્શન આપશો.જવાબ.તમારા માટે નિરોધ કૉન્ડોમ ઉત્તમમાં ઉત્તમ વિકલ્પ છે એના ઉપયોગથી તમને કે તમારા પાર્ટનરને આનંદમાં કોઈ ફરક નહીં પડે અને તમે કોઈ તકલીફ વગર બાળક માટે પ્લાનિંગ કરી શકશો માસિકના એક સપ્તાહ પહેલાં અને માસિક પછીના એક સપ્તાહ દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા ઓછી હોય છે એક જમાનામાં આ સેફ પિરિયડ ગણાતો હતો પણ હવે નથી ગણાતો.

સવાલ.હું ૩૨ વર્ષનો છું અને મારી પત્નીની ઉંમર ત્રીસ વર્ષની છે. અમારાં લગ્નને ઘણો સમય વીતી ગયા પછી પણ અમને સંતાન નથી થયું. તપાસ કરાવતાં મારા વીર્યમાં શુક્રજંતુની સંખ્યા ઓછી હોવાનો રિપોર્ટ આવ્યો છે. આની કોઈ દવા છે?જવાબ.એક ક્યુબિક સેન્ટિમીટર વીર્યમાં શુક્રજંતુની સંખ્યા બે કરોડની હોવી આવશ્યક છે અને ગર્ભાધારણ માટે એની ગતિ ગ્રેડ ૩થી ૪ હોવી જરૂરી છે. શુક્રજંતુની સંખ્યા આનાથી અડધા કે ચોથા ભાગની હોય તો પણ ગર્ભાધાન થઈ શકે, પરંતુ ધારો કે સંખ્યા ઓછી હોય તો એની દવા કરવા કરતાં પિત્તનો પ્રકોપ ઓછો કરવાથી વધુ ફાયદો થાય છે.

પિત્તનો પ્રકોપ ઓછો કરવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. વધુ મરચાં-મસાલાવાળી ચીજો ન ખાવી વધુ પડતી ગરમ ચીજો ન ખાવી અને શરાબ સિગારેટ તથા વધુ પડતી ચા-કોફીનું સેવન ન કરવું ટાઈટ અન્ડરવેર ન પહેરવું અન્ડકોષ પર ગરમ પાણી ન રેડવું કાળી દ્રાક્ષ, કિસમિસ, દૂધ, શતાવરી જેવી વસ્તુ ફાયદો કરશે હૉર્મોનની ઊણપ હોય તો એલોપથીમાં હૉર્મોનની ટ્રીટમેન્ટ ઉપયોગી નીવડે છે. જોકે હૉર્મોનની ઊણપ ન હોય અને હૉર્મોનની ટ્રીટમેન્ટ લો તો એ બેધારી તલવારનું કામ કરે છે.

સવાલ.મારો પ્રેમી મારા પ્રત્યે બેધ્યાન રહે છે. પરંતુ હું તેની સાથે આ અંગેની ચર્ચા કરું છું. ત્યારે કહે છે કે આ મારા મનનો ભ્રમ છે. મને વિશ્વાસ છે તેને હું પસંદ છું. પરંતુ અમારો આ સંબંધ લગ્નમાં પરિણમે એવી મારી ઇચ્છા છે. પરંતુ આ માટે બંને વ્યક્તિઓએ એકબીજા સાથે વધુ સમય પસાર કરવાની જરૂર છે. એની બાર હું જીવવાની કલ્પના જ કરી શકતી નથી. પરંતુ તે તેનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરે એવી મારી ઇચ્છા છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ.અસલામતીની ભાવના છોડી તમારા પ્રેમીમાં વિશ્વાસ રાખો. આમ પણ તેણે તમારો ભય પાયાવિહોણો હોવાની તમને ખાતરી આપી છે. બધા પોતાનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે. ધીરજ ધરો સૌ સારાવાના થઈ રહેશે.

સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષની છે. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગળના ભાગમાં ફાઈબ્રોઈડની ગાંઠ હતી. ઓપરેશન દ્વારા એ ગાંઠ કાઢી નાખી છે ત્યાર પછી ઠરાવેલી તબીબી ટેસ્ટમાં પણ બધું નોર્મલ આવ્યું. મારું માસિક પણ નિયમિત છે. પરંતુ મને સફેદ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. મને હંમેશા ચિંતા રહે છે કે હું માતૃત્વ પ્રાપ્ત કરી શકીશ કે નહીં મારા ડોક્ટર કહે છે કે મને સિઝરિયન દ્વારા જ સંતાન થશે.જવાબ.ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ જેવી ગાંઠ ઘણી વાર હોય છે, આને કારણે ગભરાવાની જરૂર નથી આમ પણ તમારો ઇલાજ તો થઈ ચૂક્યો છે આથી તમે ચિંતિત ન રહો. તમને નોર્મલ ડિલિવરી થશે કે સિઝરિયન ડિલિવરી થશે એનો આધાર ડિલિવરી દરમિયાન તમારી શારીરિક સ્થિતિ કેવી છે તેના પર છે.

સવાલ.મારી ઉંમર ૧૮ વર્ષની છે મારા પ્રેમની ઉંમર ૨૨ વર્ષ છે અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ એકબીજા વગર રહી શકતા નથી અમારી વચ્ચે શારી-રિક સં-બંધ નથી પરંતુ અમે હોટેલના રૂમમાં જઈએ છીએ ત્યારે મારી યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી નીકળે છે આમ કેમ થતું હશે?તે જણાવવા વિનંતી.જવાબ.તમારી ઉંમર નાદાન છે નાદાન ઉંમરમાં વિજાતિય સંબંધ બાંધતા ખૂબ જ વિચાર કરવો જોઈએ હોટલના રૂમના એકાંતમાં ઘણીવાર ન બનવાનું બની જાય છે આથી સાવચેત રહો સૌ પ્રથમ તો તમારે સે-ક્સ અંગેની જાણકારી મેળવવાની જરૂર છે સે-ક્સની અજ્ઞાનતાને કારણે કોઈક વખત કોઈ વ્યક્તિ તમારી લાચારીનો લાભ લઈ શકે છે જેને કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે કોઈ સારા ડૉકટર કે ઘરની કોઈ વડીલ સ્ત્રી પાસે સે-ક્સ અંગેની જાણકારી મેળવો આ માટે બજારમાં મળતા બકવાસ પુસ્તકોનો આશરો લેવો નહીં બીજું યોનિમાંથી નીકળતું સફેદ પ્રવાહી સામાન્ય છે વિજાતિય આકર્ષણને કારણે શરીરમાં થતા હોર્મોનલ ફેરફારને કારણે આમ થઈ શકે છે આમ છતાં પણ કોઈ ડૉક્ટરને બતાવી શંકાનું સમાધાન કરી લો.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય?જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

Advertisement