મારો બોયફ્રેન્ડ મને સે*ક્સ કરવા માટે દબાણ કરે છે, મને ડર લાગે છે કે હું ના કહીશ તો એ મને છોડીને જતો રહેશે તો?…

સવાલ.મારી ઉંમર ૪૫ વર્ષની છે અને મારું માસિક હવે અનિયમિત થઈ ગયું છે થોડા અઠવાડિયાં પહેલાં છાતી અને પીઠમાં ડાબી બાજુ દુખાવો થયો હતો ડોક્ટરે જોયા પછી ઈ.સી.જી.કરાવ્યો હતો અને કહ્યું હતું કે આઇ.એચ.ડી. સાથે એલ.બી.બી.બી. પણ છે ત્યારથી આના માટે દવાઓ પણ લઈ રહી છું પરંતુ આઈ.એચ.ડી.અને એલ.બી.બી.બી.નો શું અર્થ થાય છે અને તે કેવી રીતે દૂર કરી શકાય છે તે વિશે હું જાણતી નથી શું માસિકની અનિયમિતતા સાથે તો આનો કોઈ સંબંધ નથી ને?

Advertisement

જવાબ.આઈ.એચ.ડી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ અને એલ.બી.બી.બી.લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક નામની હૃદયરોગ દર્શાવનારી ટેક્નિક છે જેનો માસિક સાથે કોઈ સંબંધ નથી ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ હૃદયના સ્નાયુઓને પોષણ આપનારી કોરોનરી ધમનીઓમાં સંકોચન થવાથી ઉદ્ભવે છે આનાથી એન્જાઈનાનો દુખાવો થઈ શકે છે.

અને બેદરકારી રાખવાથી હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે આ રોગથી છુટકારો મેળવવા માટે ઉચિત એ રહેશે કે તમે કોઈ હૃદયરોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ તમારું સંપૂર્ણ ચેકઅપ કરાવો જેથી રોગની ગંભીરતા બરાબર સમજી શકાય.

યોગ્ય સારવાર માટે તમારે તમારી લાઇફ સ્ટાઇલ બદલવા પર પણ ધ્યાન આપવું જોઈએ ખાવાપીવામાં જરૂરી ફેરફાર હૃદયની અવસ્થા ધ્યાનમાં રાખીને શારીરિક કસરત તાણ ઘટાડવા માટે યોગ્ય મનોરંજન તથા બી.પી. અને બ્લડ શુગર પર સતત ધ્યાન આપવું લાભદાયક બને લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક એ હૃદયના સ્નાયુઓમાં રહેલી સ્વાભાવિક લય પ્રક્રિયામાં ઊભો થયેલો વિશેષ અવરોધ છે.

આ ઘણા કારણસર ઉત્પન્ન થઈ શકે છે પરંતુ એક શક્યતા એવી પણ છે કે આઇ.એચ.ડી.નો જ ભાગ હોય અને કોઈ પણ સમયે હૃદયના સ્નાયુઓને ઈજા પહોંચાડવાથી ઉત્પન્ન થયો હોય. રજો નિવૃત્તિનો સમય નજીક આવે ત્યારે ઇસ્કેમિક હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે તેથી તમારા માટે એ ખૂબ જરૂરી છે કે તમે તમારા રોગ પ્રત્યે સજાગ રહો અને તેને વકરવા ન દો ઉપરાંત તમારા ડોક્ટરને રોગ વિશે જરૂરી સવાલ પૂછવાની ટેવ પાડો જેથી તમે તમારા સ્વાસ્થ્યની વધુ કાળજી લઈ શકો.

સવાલ.હું ૩૯ વર્ષની પરિણીત મહિલા છું હું અને મારા પતિ અમારી બંનેની નોકરીના કારણે જુદાં જુદાં શહેરમાં રહીએ છીએ તેઓ માત્ર મહિને બે મહિને જ આવી શકે છે આ દરમિયાન એક દિવસ એક ભયંકર દુર્ઘટના બની ગઈ જેની મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી એમની ગેરહાજરીમાં એમના એક મિત્ર અમારા ઘરે આવ્યા અને મારી સાથે બળજબરી કરી હું ત્યારથી ઘણી દુ:ખી છું.

મારા મનમાં વારંવાર બે પ્રકારની શંકા ઉદ્ભવે છે પહેલી એ કે ક્યાંક આ દુર્ઘટનાના કારણે મને એઇડ્સ ન થઈ જાય અને બીજી એ કે શું મારે આ અંગે મારા પતિને તમામ વાત જણાવી દેવી જોઈએ મને ડર લાગે છે કે ક્યાંક મારા પતિને આ વાત જણાવી દેવાથી મારું ઘર તૂટી ન જાય જોકે હું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છું અને આ ઘટના બન્યાંને લગભગ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે.

જવાબ.આ પ્રકારની એકવારની દુર્ઘટનાથી એચ.આઈ.વી.નો ચેપ લાગવાની આશંકા ઘણી ઓછી છે તેમ છતાં તમારી શંકાનું સમાધાન કરવાનો એક રસ્તો એ છે કે તમે કોઈ મોટા સરકારી દવાખાનામાં અથવા પ્રાઇવેટ ક્લિનિક લેબોરેટરીમાં જઈને એચ.આઈ.વી. માટે બ્લડ ટેસ્ટ કરાવી લો આ તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રીતે કરવામાં આવે છે એનું પરિણામ તમે એજ દિવસે અથવા બીજા દિવસે મેળવી શકો છો.

આ સાથે તમારે તમારી સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા પડશે જેથી બીજીવાર આવી દુર્ઘટના ન બને જો તમારા પતિની અને બાળકોની ગેરહાજરીમાં કોઈ પારકો પુરુષ તમારા ઘેર આવે તો એનું સ્વાગત કરવાના બદલે બહારથી જ વિદાય કરી દો દુર્ઘટનાને એટલો સમય પસાર થઈ ગયો છે કે એને એક ખરાબ સ્વપ્ન માનીને ભૂલી જવામાં જ બધાની ભલાઈ છે.

સવાલ.મારી ઉંમર 16 વર્ષ છે મારો બોયફ્રેન્ડ મને વારંવાર સે-ક્સ કરવા માટે કહે છે મને પણ ઇચ્છા થાય છે પણ ડર લાગે છે મને એ વાતનો ડર પણ છે કે હું વારંવાર ના કહીશ તો એ મને છોડીને જતો રહેશે તો? મને જણાવો કે જો અમે સે-ક્સ કરીએ તો મારે કઈ વાતનો ડર રાખવો જોઇએ.

જવાબ.તમે હજી ઘણાં નાના છો તમે બીજી વાતોમાં મન પરોવો રહી વાત સે-ક્સની તો ના કહેશો તો બોયફ્રેન્ડ જતો રહેશે એ વાતની તો જો સેક્સની ના કહેવાથી તમારો બોયફ્રેન્ડ જતો રહે તો સમજો કે એ સંબંધ સાચો નથી એ તમારી સાથે માત્ર શારીરિક સંબંધના કારણે જ હતો આ ઉંમરે સે-ક્સ જોખમી બની રહે છે અને જો તમારો તે છોકરા સાથે આગળ જતાં સંબંધ તૂટી જશે તો પણ સે-ક્સ કરવાનો પસ્તાવો થશે માટે જે કરો તે સો વાર વિચારીને કરવું.

સવાલ.હું ૧૪ વર્ષની કિશોરી છું પહેલાં મને માસિકસ્ત્રાવ મહિનાની ૨૪મી તારીખે થતો હતો પરંતુ છેલ્લા ૩ મહિનાથી ૩-૪ દિવસ મોડો થાય છે હું ખૂબ પરેશાન છું શું આ ફેરફાર કોઈ આંતરિક વિકારનું સૂચન તો નહીં હોયને?

જવાબ.માસિકચક્રના દિવસોમાં ફેરફાર થવો સામાન્ય બાબત છે જોકે દરેક સ્ત્રીમાં માસિકચક્રનો સમયગાળો સરખો હોતો નથી અમુક સ્ત્રીઓને માસિકસ્ત્રાવ ૨૧ દિવસના અંતરે જ થઈ જાય છે તો કેટલીક સ્ત્રીઓને દર ૨૮ કે ૩૫ દિવસે નિયમિત થાય છે મોટે ભાગે તે ૨૮-૩૦ દિવસના અંતરે થાય છે અને તેમાં ૨-૩ દિવસની વધ-ઘટ સામાન્ય બાબત છે.

સવાલ.હું ૨૩ વર્ષની યુવતી છું મને શરૂઆતથી જ માસિક સ્ત્રાવ થયો નથી હવે ડૉકટરની સલાહ મુજબ જ્યારે જ્યારે દવા લઉં છું ત્યારે જ માસિકસ્ત્રાવ થાય છે દવા બંધ કરી દઉં તો સ્ત્રાવ પણ બંધ થઈ જાય છે મારાં માતાપિતા લગ્નની વાત ચલાવી રહ્યાં છે શું આ સમસ્યાને કારણે મને પાછળથી તો કોઈ તકલીફ નહીં પડેને? શું માસિક સંબંધી સમસ્યા વિશે લગ્ન પહેલાં છોકરાને જણાવી દેવું યોગ્ય રહેશે?

જવાબ.તમે ડૉકટરને નિ:સંકોચ વાત કરીને તમારી સમસ્યાની પૂરી માહિતી મેળવી લો તમારા પત્ર પરથી એ બાબત સ્પષ્ટ થતી નથી કે દવા શરૂ કરતાં પહેલાં તમારી કઈ રીતે તપાસ કરવામાં આવી હતી ડૉકટરનું નિદાન શું હતું અને અત્યારે તમને કઈ દવા આપવામાં આવે છે શક્ય છે કે તમારી ઓવરી યોગ્ય રીતે કાર્ય કરતી ન હોય તેથી આ સમસ્યા ઊભી થઈ હોય.

આ કારણે જ શરીરમાં માસિકચક્ર માટે જરૂરી જાતીય હૉર્મોન પૂરતા પ્રમાણમાં બનતાં ન હોય તમને કદાચ દવા દ્વારા આ હોર્મોન આપવામાં આવતાં હશે તે લેવાથી તમારો માસિક સ્ત્રાવ તો થાય છે પરંતુ મૂળ સમસ્યાનો ઉકેલ આવતો નથી આથી જ દવા બંધ કરવાથી માસિકસ્ત્રાવ બંધ થઈ જાય છે.

તમને આ તકલીફ શરૂઆતથી જ રહી છે આથી ઓવરી પ્રારંભથી જ કાર્યરત ન હોય એવી સંભાવના હોઈ શકે જો આ જ સમસ્યા હોય તો લગ્નજીવનમાં સૌથી મોટી સમસ્યા ઊભી થઈ શકે કે તમે કદાચ માતૃત્વ ધારણ ન કરી શકો લગ્નનો નિર્ણય લેતાં પહેલાં તમારી સમસ્યા વિશે સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી મેળવી લેવી યોગ્ય ગણાશે. જો અત્યાર સુધી તપાસ ન કરાવી હોય તો કોઈ કુશળ લેડી ડૉકટર પાસે ચેકઅપ કરાવો તપાસના અંતે ખબર પડે કે તમે માતા નહીં બની શકો તો લગ્ન કરતાં પહેલાં વરપક્ષને આ અંગે માહિતી આપવી એ નૈતિક દ્રષ્ટિએ જરૂરી છે નહીંતર લગ્ન પછી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

Advertisement