ગરમીથી ત્રાહિમામ લોકો માટે આવ્યા સારા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી…

દેશના જુદા જુદા ભાગોમાં ભિષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આ વખતે દેશમાં ચોમાસુ સમય પહેલા દસ્તક આપી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસુ આ વખતે 20 જૂન બાદ ક્યારેય પણ કેરળના દરિયા કિનારે પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, તારીખ 14થી 16 જૂન વચ્ચે આંદામાન દ્વીપ સમૂહમાં વરસાદની શરૂઆત થઇ જશે.

Advertisement

તમને જણાવી દઈએ કે દેશમાં મધ્યપ્રદેશમાં 16 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઇ જશે.તો 15 જૂનના રોજ ચોમાસું અંદામાન પહોંચશે જ્યારે 26 જૂનના રોજ કેરળમાં દસ્તક આપશે. તમને જણાવી દઇએ કે, દેશમાં દક્ષિણી પશ્ચિમ મોનસૂનથી 70 ટકા વરસાદ થાય છે. દેશના 40 ટકા ખેડૂતો ખેતી માટે વરસાદ પર નિર્ભર છે. ચોમાસું પહેલેથી કેરળથી શરૂ થઇને સમગ્ર દેશમાં પહોંચે છે.નોંધનીય છે કે, છેલ્લાં 15 દિવસથી દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. પરંતુ આ વર્ષે વહેલાં ચોમાસાથી લોકોને ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, અંદામાન દ્વીપસમૂહમાં 14થી 16 જૂન વચ્ચે પહેલો વરસાદ પડશે. જ્યારે કેરળમાં પણ આ વખતે સામાન્ય કરતા 4 દિવસ વહેલું ચોમાસું આવશે. સામાન્ય રીતે ચોમાસું 11 જૂનની આસપાસ કેરળ પહોંચે છે. પરંતુ આ વર્ષે હવામાન વિભાગનું કહેવું છે કે, આંદામાન-નિકોબાર ટાપુઓમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.અત્રે જણાવી દઇએ કે, ચક્રવાત આસનીના કારણે દેશના ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન બદલાયું છે.

હવામાન વિભાગે ગુરુવારે ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. ગુરુવાર સવારથી શુક્રવાર સવાર સુધી ઓડિશાના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે.સામાન્ય રીતે ચોમાસુ એક જૂન આસપાસ કેરળના કિનારે પહોંચે છે.

ચોમાસાના વહેલા આગમનના સંકેત લેટેસ્ટ વિસ્તૃત રેન્જ પૂર્વાનુમાન પરથી આપવામાં આવ્યા છે. જેને પૂણે સ્થિત IITMમાં વિકસીત મલ્ટી મોડલ એક્સટેન્ડેડ રેન્જ પ્રિડીકશન સિસ્ટમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. IITMના ટોપ એક્સપર્ટનું કહેવું છે કે પાંચ મેથી એક જૂન સુધીના વિસ્તારિત સમયગાળાના પૂર્વાનુમાન મુજબ કેરળમાં ચોમાસાની શરૂઆત 20 જૂન બાદ ક્યારેય પણ થઈ શકે છે.

ગત 28 એપ્રિલે જાહેર કરાયેલા ERFમાં પણ 19થી 25 જૂનનો સમયગાળો આપવામાં આવ્યો હતો. જો કેરળમાં 20 મે જૂન બાદ ચોમાસાનું આગમન થાય તો દેશના અન્ય રાજ્યોમાં પણ ચોમાસાના વહેલા પહોંચવાની સંભાવના છે. હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે ચોમાસુ સિસ્ટમ મજબૂત બની છે અને તેના ઝડપભેર આગળ વધવાની શક્યતા છે.

Advertisement