જ્યારે પણ હું મારી પત્ની સાથે સબંધ બાંધ્યા પછી મને નબળાઈ આવી જાય છે, આવું કેમ થતું હશે??…

સવાલ.હું 24 વર્ષની યુવતી છું આજકાલ હું દ્વિધામાં છું કશું સમજાતું નથી કે ક્યાં જાઉં?દયર પતિનો પિતરાઈ ભાઈ મને બ્લેકમેલ કરી રહ્યો છે મારા પતિએ ધંધોવેપાર શરૂ કરવા માટે તેની પાસેથી પૈસા ઉધાર લીધા હતા જે અમે હજુ 3-4 વર્ષ સુધી પાછા આપી શકીએ તેમ નથી આના બદલામાં તે મારી સાથે સંબંધ બાંધવા ઈચ્છે છે કહે છે કે જો તેની વાત ના માની તો અમને બરબાદ કરી દેશે હું આ અનૈતિક સંબંધ માટે ખુશ નથી પરંતુ તેની ધમકીથી ડરી ગઈ છું વિચારું છું કે મારી સાસુને બધી વાત કરી દઉં?

Advertisement

જવાબ.તમારે તમારા દિયરની અયોગ્ય માગણીને ક્યારેય ના માનવી જોઈએ બીજી વખત આવી મૂર્ખામી કરે તો તમે મજબૂત થઈને ધમકાવો અને કહી દો કે તમે તમારા ઘરવાળાને તેની ફરિયાદ કરી દેશો બનશે ત્યાં સુધી તો તે સીધા રસ્તા પર આવી જશે અને જો ના સુધરે તો તમારા સાસુને બધું જ કહી દેજો.

સવાલ.હું બી.એ.બી.ઍડ યુવતી છું મારાં લગ્ન એન્જિનીયર યુવક સાથે ૬ મહિના પહેલાં થયાં મને સાસરીમાં ન તો સાસુસસરા તરફથી કે ન તો પતિ તરફથી પ્રેમ મળ્યો છે, મારા ઘરવાળાઓએ લગ્નમાં કોઈ પણ પ્રકારની ખોટ પડવા દીધી નથી. તેમ છતાં પણ સાસરીમાં મારી સતત અવગણના થાય છે. પતિ ઓફિસથી આવીને તેના માતા-પિતાની પાસે બેસી જાય છે.

રાત્રે મોડા રૂમમાં આવે છે. જ્યારે હું ઈચ્છું છું કે તે વધારેમાં વધારે સમય મારી સાથે રહે. જો ફરિયાદ કરું તો કહે છે પત્ની કરતાં વધારે તેમને ઘરના લોકોની દરકાર છે. એટલે મારું સાસરીમાં મન લાગતું નથી અને હું પિયર જતી રહું છું. તેનો પણ પતિને કોઈ વાંધો નથી. મને તો લાગે છે કે તેમને મારી જરૂર જ નથી. શું મારું લગ્નજીવન ટકી શકશે?

જવાબ.હજુ તમારા લગ્નને થોડા જ મહિના જ થયા છે. પતિ અને પરિવારના બીજા સભ્યો માટે હજુ તમે નવા છો. તેમને સમજતાં અને તેમનો પ્રેમ મેળવતાં તમને સમય લાગશે. તમારે તેમની વચ્ચે રહીને તમારા વ્યવહારથી બધાંના મન જીતવાનાં છે તમે એવું કરવાના બદલે પિયરમાં જઈને બેસી જાવ છો, આ યોગ્ય નથી.

પતિ પોતાના ઘરવાળાઓની વધુ દરકાર કરે છે અને તમને ઓછું મહત્ત્વ આપે છે તો તેના માટે કહેવાનું કે તમને જેટલો સમય પતિની સાથે મળતો હોય તને મનભરીને એન્જોય કરો. ક્વોન્ટિટી ટાઈમના બદલે ક્વોલિટી ટાઈમને મહત્ત્વ આપો.

સવાલ.હું 23 વર્ષની યુવતી છું. એક યુવાનને છેલ્લાં ચાર વર્ષથી પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. છોકરો મારા ઘરના લોકોને ગમે છે પણ જ્યારે તેના જન્માક્ષર મારા જન્માક્ષર સાથે મેળવ્યા તો તે મળતા ના આવ્યા. બસ, આ કારણથી મારા ઘરવાળાં લગ્ન કરવાની ના પાડે છે.

છોકરો અને તેના ઘરના લોકોની સાથે હું પણ આવી જુનવાણી વાતોમાં નથી માનતી. માતાપિતાએ કહી દીધું છે કે ભવિષ્યમાં જો કંઈક આડું અવળું થઈ જાય તો એની જવાબદારી તેમની નહીં હોય. હવે લગ્ન કરવાની મને પણ બીક લાગે છે. ખરેખર ક્યાંક કશુંક અજુગતું થઈ ગયું તો શું કરીશ?

જવાબ.તમે તમારા પ્રેમી અને તેમના ઘરના લોકો મુક્ત વિચારો ધરાવો છો. તમે જન્માક્ષરનાં ચક્કરમાં ના પડો અને લગ્ન કરી લો. ભવિષ્યમાં થનારા અનિષ્ટની શંકા કરવી નકામી છે. જે લોકોનાં લગ્ન જન્માક્ષર મેળવીને થાય છે તેમના જીવનમાં અનિષ્ટ નથી થતું?

સવાલ.મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સે-ક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે આમ થવા પાછળનું કારણ શું હોય શકે?

જવાબ.તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન B-12ની ખામી હોય શકે આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.

સવાલ.હું એક વિદ્યાર્થિની છું. મારા ઘરનું વાતાવરણ એવું પણ નથી કે હું કોઈની સાથે મોકળા મને વાત કરી શકું. મારા મનમાં સેક્સ વિષે કેટલીક જિજ્ઞાાસાઓ છે, જેના વિશે આજે હું તમારી પાસેથી જાણવા માગું છું.શું શારી-રિક સંબંધ બાંધતી વખતે સ્ત્રીને કોઈ તકલીફ કે ખુબજ પીડા થાય છે?કોઈ સ્ત્રી કેવી રીતે સગર્ભા બને છે? જો કો-ન્ડોમ વાપરવામાં આવે તો શું આ સ્થિતિથી બચી પણ શકાય છે?

જવાબ.અમારી આ કોલમમાં લગભગ દરેક લેખમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને સે@ક્સ વિશે ઉપયોગી જાણકારી આવતી જ રહેતી હોય છે. એનો લાભ તમે પણ લઈ શકો છો. છતાં પણ તમારા સવાલોના જવાબ ક્રમ પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે.સામાન્ય રીતે સમાગમ ન તો સ્ત્રી કે ન તો પુરુષ માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે.

આ મિલન તો બંને માટે સુખદ અને આનંદદાયક જ હોય છે. શરત એટલી કે બંને ખરા દિલથી તે સંબંધ બાંધતા હોય તો. ફક્ત પ્રથમ સમા-ગમ વખતે યુનિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ જરૂર થાય છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન બહુ જલદી સહજ, સરળ અને વિધ્ન વગરનું પણ થઈ જાય છે.

માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પણ પડે છે.આ બીજ માસિકચક્રના મધ્ય સમય દરમિયાન છૂટું પડે છે.એ દિવસોમાં સમાગમ કરવાથી પુરુષના વીર્યમાંના શુક્ણુઓનિં સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે.

એ દરમિયાન શુક્ણુઓ દ્વારા ભેદીને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોય છે, જે ગર્ભાશયમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લે છે અને પછી ધીમે ધીમે વિકસિત પણ થાય છે.

પુરુષ સાથી કો-ન્ડોમનો ઉપયોગ કરે એટલે એનું વીર્ય કો-ન્ડોમની થેલીમાં જ રહી જાય છે. જેથી ગર્ભ નથી રહેતો. કો-ન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ થાય છે. સમા-ગમ વખતે પૂરેપૂરો સંતોષ મળે એટલા માટે એને ચીકાશવાળું પણ બનાવાય છે. જોકે તે સમાગમમાં કોઈ પણ રીતે મદદરૂપ નથી હોતું.

સવાલ.શું ફેફસાંનો ટીબી થયા પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા પર કોઈ અવળી અસર પડે છે? પ્રાથમિક તબક્કે જ તેનો ઉપચાર શરૂ કરી દેવામાં આવે અને પૂરા આઠ-નવ મહિના સુધી બરાબર ઈલાજ કરવામાં આવે તો પણ આ તકલીફ થઈ શકે છે?

શું ઈલાજ પછી સમયસર માસિક આવતું હોય, તો તે સ્ત્રીની ગર્ભધારણ કરી શકવાની ક્ષમતાનો પુરાવો નથી? જો કોઈ સ્ત્રીને ટીબી થઈ ગયો હોય અને તે કારણસર તેની ગર્ભપાત કરાવી નખાય તો શું પછી તે ફરીથી માં નથી બની શકતી.

જવાબ.તમે એકસાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે એમાંથી દરેકનો હા કે ના માં સ્પષ્ટ જવાબ આપવો પણ શક્ય નથી, આમ છતાં એની વિરુદ્ધ વૈજ્ઞાાનિક સ્પષ્ટતા તમને જણાવું છું. હા, એ સાચું છે કે ફેંફસાંનો ટીબી થવાથી સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા પર અવળી અસર પણ પડી શકે છે,

પરંતુ આવું ફક્ત એવા કિસ્સામાં જ થાય છે જેમાં ટીબીનાં જંતુ પ્રજજનઅંગોમાં પહોંચી જાય છે અને અંડવાહિની (ફિલોપિયન ટયૂબ્સ) માં વિકૃતિ પેદા કરી દે છે. ભારતમાં ૨ થી ૧૦ ટકા નિ:સંતાન સ્ત્રીઓમાં જ પ્રજનનઅંગોનો ટીબી બાળક ન થવાનું કારણ છે.

અને સીધી ભાષામાં કહીએ તો ફેફસાંના ટીબી પછી કેટલીક સ્ત્રીઓને જ પ્રજનનઅંગોનો ટીબી થાય છે અને તેમને જ પછીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. આ માટેનો પૂરો ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે,

પણ આ ઈલાજ એ વાતની ખાતરી નથી આપતો કે એ કરાવ્યા પછી પ્રજનનઅંગ તદ્દન સ્વસ્થ થઈ જશે. જો અંડવાહિનીઓમાં ખામી ઊભી થઈ જાય તો તે દવાથી દૂર નથી થતી. દવાથી ફક્ત ટીબીના જંતુઓ મરે છે અને રોગ જલદી નિયંત્રણમાં આવી જાય તેવી સંભાવના રહેતી હોય છે.

માસિકધર્મ નિયમિત આવે એ વાતની ખાતરી નથી કે કે સ્ત્રીમાં મા બનવાની ક્ષમતા છે. પ્રજનન અવયવોના ટીબીમાં વ્યંધત્વની તકલીફ મોટા ભાગે અંડવાહિની બંધ થઈ જવાથી અથવા તેમાં વિકૃતિ આવી જવાથી થતી હોય છે.

આવી સ્થિતિમાં માસિકસ્ત્રાવ તો સામાન્ય રીતે થયા જ કરે છે અને જ્યારે વિશેષ પરીક્ષણ અને તપાસ કરાવીએ ત્યારે જ સાચી ખામીની ખબર પડે છે.ફેફસાંનો ટીબી થાય ત્યારે સગર્ભા સ્ત્રીએ ગર્ભપાત કરાવવાની જરૂર નથી.

સામાન્ય રીતે તો તે ટીબીનો ઈલાજ ચાલુ રાખીને સ્વસ્થ બાળકનો જન્મ પણ આપી શકે છે, પણ જો કોઈ કારણસર સ્ત્રીએ ગર્ભપાત કરાવવો જ પડે તો પણ ફરીથી ગર્ભધારણ કરવામાં આમ તો કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. હા, મુશ્કેલી ત્યારે જ આવે છે, જ્યારે પ્રજનન અવયવોમાં કોઈ ચેપ લાગી જાય અને અંડવાહિની બંધ પણ થઈ જાય.

Advertisement