સવાલ.મારાં લગ્નને બે વર્ષ થયા છે છેલ્લાં નવ મહિનાથી અમે બાળક માટે ટ્રાય કરીએ છીએ પણ હજી સુધી સફળતા નથી મળી પહેલા હું સંભોગ કરતી વખતે તેલ લગાવતો હતો પણ છેલ્લાં બે મહિનાથી એ બંધ કરી દીધું છે એને બદલે શિશ્ન પર હું મારું થૂંક લગાવીને સંભોગ કરું છું તો શું લાળ લગાવવી યોગ્ય ગણાય કે નહીં લાળથી શુક્રાણુની ગતિમાં ફરક પડે કે બાળક રહેવામાં સમસ્યા થાય ખરી?સ્ત્રીઓ માસિક લંબાવવા ગોળી લેતી હોય છે તો શું એનાથી પણ બાળક રહેવામાં તકલીફ થાય ખરી?
જવાબ.જો તમને બાળકની અપેક્ષા હોય તો બંને ત્યાં સુધી સમાગમ કરતી વખતે કોઈ ચીકણું પ્રવાહી પદાર્થ ન લગાવવો એનાથી શુક્રજંતુની ગતિમાં અવરોધ આવવાની શક્યતા ઊભી થઈ શકે બીજી વાત તમે માસિકને વિલંબ કરવા માટે વપરાતી હોર્મોનની ગોળી વિશેની કરી કહે છે કે આ ગોળીઓ કોઈ તકલીફ નથી કરતી જો કે કોઈ પણ કૃત્રિમ ગોળીઓની જો અસર હોય તો થોડી ઘણી વિપરીત અસર હોવાની જ એમ સમજીને આગળ વધવું જરૂર વગર ગોળીઓ લેવી નહીં અને જરૂર હોય તો કાબેલ ડોક્ટરની સલાહ હેઠળ જ લેવી જોઈએ.
સવાલ.હું 24 વર્ષની યુવતી છું થોેડા સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે મારી સમસ્યા એ છે કે મને સે-ક્સ વિશેની જાણકારી નથી હું એ જાણવા ઈચ્છું છું કે કેટલા દિવસના અંતરે સે-ક્સ સંબંધ બાંધવો જોઈએ તેના લાભ-ગેરલાભ વિશે જણાવશો એક બીજી વાત કે હું તરત સગર્ભા બનવા નથી ઈચ્છતી અને લગ્ન પહેલાં પતિ સાથે આ વિશેની ચર્ચા પણ નથી કરી શકતી તો મારી આ સમસ્યાનો ઉપાય બતાવશો.
જવાબ.માત્ર અભણ જ નહીં પરંતુ સુશિક્ષિત લોકો પણ સે-ક્સ વિશે જાણતા હોતા નથી મોટા ભાગે લોકો સાંભળેલી વાતો કે બીજાના અનુભવો પર જ આધાર રાખતા હોય છે દેખીતી રીતે આવી માહિતી પૂરતી કે સાચી નથી હોતી સે-ક્સ વિશેની જાણકારી મેળવવા માટે તમે કોઈ સારા લેખકનું પરિણીત યુવતીઓ માટે લખેલું પુસ્તક ખરીદીને તેમાંથી જાણકારી મેળવી શકો છો પરંતુ સડક છાપ સસ્તા સાહિત્યથી દૂર રહેજો કારણ કે તે ગેરમાર્ગે દોરનારું હોય છે.
જ્યાં સુધી સે-ક્સ સંબંધના લાભ-ગેરલાભની વાત છે તો એ જાણી લો કે સેક્સ તો દામ્પત્યજીવનનો પાયો છે તે સંબંધ કેટલા દિવસના અંતરે રાખવો જોઈએ તેનો કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતો તે વ્યક્તિની ઈચ્છા રુચિ અને ક્ષમતા પર આધાર રાખે છે જો તમે લગ્ન પછી તરત માતૃત્વ ધારણ કરવા ન ઈચ્છતા હો તો ઘરની કોઈ સ્ત્રીને સાથે લઈને કઓઈ સ્ત્રીરોગ નિષ્ણાત મળીને તેનું માર્ગદર્શન જરૂર લઈ શકો છો.
સવાલ.હું 20 વર્ષનો છોકરો છું મારામાં બહુ સે-ક્સ છે હુ મારા મિત્ર સાથે સે-ક્સ માણીને મારી ઈચ્છા સંતોષું છું હું નિરોધ પહેર્યા વગર તેની સાથે સં-ભોગ કરું છું અને મુખમૈથુન પણ કરું છું આવું કરવાથી અમને કંઈ થઈ શકે? હું જ્યારે પેશાબ કરું છુ ત્યારે ઈન્દ્રિયમાંથી પહેલા રસ બહાર આવે છે અને પછી પેશાબ થાય છે આ કોઈ રોગ છે? મને આનો યોગ્ય ઈલાજ બતાવશો.
જવાબ.ગુદામૈથુન કરતી વખતે નિરોધ પહેરવું આવશ્યક છે જો એ ન પહેરો તો ગુદાના જંતુઓથી ઈન્દ્રિયમાં ઈન્ફેક્શન થઈ શકે બીજું તમારો મિત્ર તમારી સાથે વફાદાર હોય તો એચઆઈવી પોઝિટિવ થવાની બીજી કોઈ તકલીફ ઊભી નહીં થાય પણ ઘણી વાર એવું બને કે એક વ્યક્તિ જો તમારી પાસે આવતી હોય તો બીજા પાસે પણ જઈ શકે છે એટલે આજના એચઆઈવી- એઈડ્સના જમાનામાં અજાણી વ્યક્તિ સાથે સં-ભોગની ક્રિયામાં રાચવું અને એ પણ નિરોધ વગર એ ખતરાથી ખાલી નથી ગુદામૈથુન પર નિષેધ નથી.
એ તમારી મરજીની વાત છે ને તમારો અધિકાર છે જો કે અધિકારની સાથધે જવાબદારી પણ હોય જ છે જો નિરોધ પહેરીને ગુદામૈથુન કરશો તો શાણપણ લેખાશે અને પહેર્યા વિના કરશો તો કોઈવાર તકલીફમાં મુકાઈ જશો વરસાદની આગાહી હોય કે ટીપાં પડતાં હોય ત્યારે રેઈનકોટ સાથે લઈને નીકળશો.
તો તમે વધુ સુરક્ષિત રહેશો મુખમૈથુન સમયે જો વીર્ય મોઢામાં ન લેતા હો તો નિરોધ પહેરવાની જરૂર નથી પણ જો વીર્યસ્ખલન તમારા મોઢામ્ થતું હોય તો સામેવાળી વ્યક્તિને મુખમૈથુન કરતી વખતે પણ નિરોધ પહેરાવવું અનિવાર્ય છે.
ઘણીવાર તમે કોઈ મનગમતી વ્યક્તિના વિચાર કરો ને થોડી ઉત્તેજના આવે તોે ઈન્દ્રિયમાંથી ચીકણું પ્રવાહી બહાર નીકળે છે આ પ્રવાહી વીર્ય નથી પણ એક પ્રકારની લાળ છે આ કોઈ બીમારી નથી એટલે એના માટે કોઈ ઈલાજની આવશ્યક્તા નથી.
સવાલ.હું પચ્ચીસ વર્ષની પરિણીતા છું હું જાણવા માગું છું કે શું માસિકધર્મના દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહી શકે?એથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નથી પડતી ને?થોડા વખત પહેલાં મને થાઈરોઈડમાં સોજો હતો જેથી મારે સવાર-સાંજ નિયોમર્કાજોલની એક એક ગોળી લેવી પડતી હતી હવે એ દવા બંધ કરી દીધી છે શું હવે હું ગર્ભ ધારણ કરી શકું?
જવાબ.માસિકસ્ત્રાવના દિવસોમાં કરેલા સમાગમથી ગર્ભ રહેતો નથી. ગર્ભ ત્યારે જ રહે છે જ્યારે અઠ્ઠાવીસ દિવસના નિયમિત માસિકચક્રવાળી સ્ત્રીઓમાં ચક્રના ચૌદમા દિવસે અથવા તેની આસપાસ બીજ છૂટું પડે છે.
આ બીજ સામાન્ય રીતે ચોવીસ કલાક માટે જ નવું જીવન શરૂ કરવાને લાયક હોય છે એટલે આ સમય દરમિયાન શુક્રાણુ સાથે એનો મેળ જરૂર છે બીજી બાજુ પુરુષના સ્ખલન વખતે સ્ત્રીના શરીરમાં પહોંચેલા શુક્રાણુ સામાન્ય રીતે તો અડતાલીસથી બોત્તેર કલાક સુધી જીવતાં રહે છે.
એટલે કે બીજ છૂટું પડે તેના ત્રણ દિવસ પહેલાંથી લઈને ત્રણ દિવસ પછી સુધીનો સમાગમ ગર્ભધારણ કરવા માટે ઉત્તમ હોય છે આમાં કેટલાક દિવસ વધીઘટી શકે છે કેમ કે માસિકધર્મ નક્કી કરેલી તારીખે જ આવે એવું હંમેશા બનતું નથી.
અને બીજ ક્યારે છૂટું પડે તેની પણ સાચી ગણતરી કરી શકાતી નથી આમ છતાં અઠ્ઠાવીસથી ત્રીસ દિવસનું માસિકચક્ર ધરાવનાર સ્ત્રીઓમાં મોટા ભાગે ચક્રના અગિયારમાથી સત્તરમાં દિવસની વચ્ચે કરાયેલો સમાગમ ગર્ભધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે.
તમારી થાઈરોઈડની સમસ્યાની વાત કરી એ તો સારું જ થયું કે તમે નિયોમર્કાજોલનો કોર્સ કરતી વખતે ગર્ભધારણ નથી કર્યો કેમ કે એથી બાળકના થાઈરોઈડ પર ખરાબ અસર થઈ શકે છે હવે જ્યારે તમે ગર્ભધારણ કરો ત્યારે સામાન્ય સાવધાનીઓની સાથે સાથે થાઈરોઈડનું પણ ધ્યાન રાખજો થોેડા થોડા સમયે થાઈરોઈડના ડોક્ટરને બતાવતા રહેવાથી અને થાઈરોઈડ હોર્મોનની તપાસ કરાવતાં રહેવાથી એમને સામાન્ય રાખી શકાય એ તમારા અને તમારા ગર્ભમાં ઊછરતા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.