હવામાન વિભાગની આગાહી, આ તારીખે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના…

ગુજરાતમાં ચોમાસુનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં 10મીએ વરસાદ પડ્યો છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાપુતારાની તળેટીના ગુલકુંડ વિસ્તારના છોછપરામાં ભારે વરસાદ થયો છે.

Advertisement

છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અને પવનની ઝડપ વધવા છતાં વરસાદ પડ્યો નથી. રાજ્યમાં 13 થી 15 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત તેમજ અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાં આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસાની ગતિવિધિ વધુ તીવ્ર થવાની ધારણા છે. આગામી ચારથી પાંચ દિવસમાં ચોમાસું અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે.

દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે, વાદળી આકાશ વચ્ચે પવનની ઝડપ રાજ્યમાં વધી છે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થયો છે.રાજ્યમાં બે-ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાવા લાગશે. જેના કારણે વાતાવરણના ઉપરના સ્તરે વાદળો અને ભેજનું પ્રમાણ વધવાને કારણે 13મી જૂનથી રાજ્યમાં ચોમાસું પ્રવેશે તેવી શક્યતા છે.

અમરેલી શહેર અને જિલ્લામાં આજે એટલે કે 10 જૂને વરસાદ પડ્યો છે. અમરેલી શહેર તેમજ વડેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. કુંકાવાવ અને અમરેલી વચ્ચે વરસાદી માહોલ હતો. મોટા આંકડિયાના અમરપુરમાં વરસાદ પડી રહ્યો છે. મોટા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં ભારે પવન અને જોરદાર ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો. આવતા જતા વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવી પડી હતી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. કેરળ અને લાઠીના દુઘલા ગામમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલીના બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સવારથી કાળઝાળ ગરમી વચ્ચે બાબરામાં બોપર બાદ વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે વરસાદના કારણે લોકોએ રાહત અનુભવી હતી.

મોરબીના વાંકાનેર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોરબી હાઈવે, બ્રિજ ફાટક, સ્ટેચ્યુ ચોક, પ્રતાપ ચોક, રેલ્વે સ્ટેશન રોડ, મીલ પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વાંકાનેર શહેરમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એક થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

Advertisement