મારી ઉંમર 46 વર્ષ છે છેલ્લા આઠ મહિનાથી માસિક નથી આવ્યું, તો શું હવે અમે નિરોધ વગર શારી-રિક સંબંધ બાંધી શકીએ ખરા?…

સવાલ.મેં એચઆઈવી ટેસ્ટ કરાવી છે અને રિપોર્ટ નેગેટિવ છે તો શું મારે વીડીઆરએલ ટેસ્ટ કરાવવી જરૂરી છે?શું મને એઈડ્સ હોઈ શકે?

જવાબ.જો તમારો એચઆઈવી ટેસ્ટ એલિસા મેથડ નો રિપોર્ટ નોર્મલ આવ્યો હોય અને તમે એને માટે વીડીઆરએલ ટેસ્ટ કરાવવા માગતા હો તો જરૂરી નથી જોકે સિફિલિસ માટે જરૂરી છે.

માત્ર એટલો ખ્યાલ રાખવો કે જે દિવસે અજાણી સ્ત્રી સાથે કૉન્ડોમ પહેર્યા વગર સંભોગ કર્યો હોય ત્યાર બાદ ૯૦ દિવસનો સમય જવા દેવો અને પછી બ્લડ ચેક કરાવો તો સિફિલિસના જંતુ ન પણ આવે એ દરમ્યાન જ્યારે તમે સં-ભોગ કરો ત્યારે નિરોધનો ઉપયોગ કરવો જેથી તમારા પાર્ટનરને ચેપ ન લાગે.

સવાલ.હું ચોવીસ વર્ષની પરિણીત યુવતી છું મને કૉપર-ટીના ફાયદા તથા ગેરફાયદા શા છે એ જણાવશો.

જવાબ.કૉપર-ટી એક સુરક્ષિત ગર્ભનિરોધક સાધન છે કૉપર-ટી ફાયદાકારક છે પણ એક વખત જેને બાળક અવતરી ગયું હોય તે સ્ત્રી જ એનો ઉપયોગ કરી શકે છે એ સિવાય કૉપર-ટી લગાવી ન શકાય જોકે તમે કૉપર-ટી લગાવો એ તમારા પતિને પસંદ પડવું જોઈએ ઘણી સ્ત્રીઓને કૉપર-ટી માફક નથી આવતી તો એ કઢાવી શકાય છે.

સવાલ.27 વર્ષનો કુંવારો યુવક છું આવતા મહિને મારાં લગ્ન થવાનાં છે અમને બન્નેને હમણાં બાળક નથી જોઈતું મારે નિરોધ વગર સં-ભોગ કરવો છે તો મને યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.તમારી ફિયાન્સે હવે જ્યારે માસિકમાં બેસે ત્યારે પહેલા દિવસથી રાત્રે સૂતી વખતે તેને બજારમાં મળતી ગર્ભનિરોધક ગોળીઓ ઓછા હોર્મોનના પ્રમાણવાળી લેવાની શરૂઆત કરાવજો એ પેકેટમાં એકવીસ ગોળી આવતી હોય છે.

એટલે રોજ રાત્રે એક ગોળીના હિસાબે એનો કોર્સ પૂરો કરવો જો તે દર મહિને પિરિયડમાં રેગ્યુલર બેસતી હશે તો આ ગોળી પૂરી થયાના સાત-આઠ દિવસમાં ફરી માસિકમાં બેસશે ત્યારે આ ગોળી ફરી પહેલાંની જેમ એકવીસ દિવસ સુધી શરૂ કરી દેવાની જો લગ્ન થઈ ગયાં હોય તો જ્યારે પહેલી વાર આ ગોળી શરૂ કરાવો ત્યારે શરૂઆતના દસ દિવસ માટે તમારે વધારાની સુરક્ષિતતા લેવાની જરૂર છે.

એ વખતે તમે કાં તો નિરોધનો ઉપયોગ કરી શકો અથવા એ માફક ન આવતો હોય તો યોનિમાં સં-ભોગ પહેલાં મૂકવાની ગોળીઓ આવે છે એ વાપરી શકો બીજી સાઈકલમાં આવી વધારાની સુરક્ષિતતા લેવાની કોઈ જરૂર નથી પડતી તમારાં પત્ની ગર્ભનિરોધ માટે સંપૂર્ણ સુરક્ષિત થઈ જાય છે.

આ ગોળી શરૂ કરાવતાં પહેલાં એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે તમારાં પત્નીના ફૅમિલીમાં કોઈને બ્રેસ્ટનું કૅન્સર થયું હોય તો આ ગોળી ન લઈ શકાય એ જ રીતે તમારાં પત્નીને લોહીને લગતી કોઈ બીમારી હોય અથવા લિવરની કોઈ મોટી તકલીફ હોય તો આ ગોળી ન લેવી જોઈએ જો કે એ લેવાનું શરૂ કરો ત્યારે શરૂઆતમાં જ તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ મુજબ લો એ વધુ ઉચિત રહેશે.

સવાલ.મારી ઉંમર 46 વર્ષ છે મારે મેનોપોઝ આવી ગયું છે છેલ્લા આઠ મહિનાથી માસિક નથી આવ્યું તો હવે અમે નિરોધ વગર શારી-રિક સંબંધ બાંધી શકીએ ખરા?

જવાબ.ઘણી સ્ત્રીને માસિક વહેલું બંધ થઇ જતું હોય છે એ જિનેટિક હોય છે આ બાબતે ગભરાવું નહીં રહી વાત નિરોધ વગર શારી-રિક સંબંધ બાંધવાની તો હાલ એ રિસ્ક ન લેવું કારણ કે મેનોપોઝમાં ઘણી વાર આઠ નવ મહિના કે એક વર્ષ માસિક બંધ રહે અને પછીથી પાછું શરુ થતું હોય છે આવા સંજોગોમાં ગર્ભ રહેવાનો ભય રહે છે માટે હાલ હજી થોડા મહિના નિરોધનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ.

સવાલ.સં-ભોગ પછી યોનિમાંથી થોડું ઘણું વીર્ય બહાર આવી જાય છે અમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છીએ શું આનાથી ગર્ભ રહેવામાં તકલીફ થાય?અને થાય તો એનો ઉપાય બતાવશો?

જવાબ.વીર્ય સ્ખલન થયા પછી યોનિમાંથી થોડું ઘણું વીર્ય બહાર આવવું સ્વાભાવિક વસ્તુ છે એના માટે કોઈ ખાસ ઈલાજની આવશ્યક્તા નથી છતાં ઋષિ વાત્સ્યાયનનું એવું કહેવું હતું કે યોનિમાં પુરુષનું વીર્ય સ્ખલન થયા પછી સ્ત્રીએ પોતાનાં બન્ને ઘૂંટણ છાતી નજીક લાવી દેવાં અને એ પોઝિશનમાં અડધો કલાક પડયા રહેવું આનાથી વીર્ય અંદર વધુ રહે છે અને ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

સવાલ.મારા દાદાજીની ઉંમર ૭૦ વર્ષ છે ડોક્ટરે તેમને ડાયાલિસિસની સલાહ આપી છે ડાયાલિસિસ શું છે અને તેના કેટલા પ્રકાર છે?

જવાબ.જ્યારે બંને કિડની કામ ન કરી રહી હોય તે સ્થિતિમાં કિડનીનું કામ કૃત્રિમ રીતે કરવાની પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય છે ડાયાલિસિસ બે પ્રકારના છે હીમોડાયાલિસિસ અને પેરીટોનિયલ ડાયાલિસિસ હીમોડાયાલિસિસમાં મશીન દ્વારા લોહીને સાફ કરવામાં આવે છે.

જેના માટે દર્દીએ નિયમિત રીતે ડાયાલિસિસ સેન્ટરમાં આવવું પડે છે જ્યારે પેરીટોનિયલ ડાયાલિસિસ ઘરે બેઠા દર્દી દ્વારા જાતે કરી શકાય છે યોગ્ય ડાયાલિસિસ અને ડોક્ટરની સલાહ દ્વારા દર્દીને નોર્મલ રાખી શકાય છે.

સવાલ.મારા પતિનું અફેર તેની ઓફિસની જ એક યુવતી સાથે ચાલી રહ્યું છે મારા પતિએ આ વાત સ્વીકારી છે પણ હું અમારા બાળકો માટે શાંત બેઠી છું મને લાગે છે કે સમયની સાથે સાથે આ અફેરનો અંત આવી જશે.

હવે મારા પતિ ઘરની જવાબદારીઓ પ્રત્યે પણ બેજવાબદાર બની રહ્યા છે તેઓ નિયમિત રીતે ઘરખર્ચના કે પછી બાળકોની સ્કૂલ ફીના પૈસા નથી આપતા શું મારે મારા પતિના આવા વર્તનની ફરિયાદ મારાં સાસુ-સસરાને કરવી જોઇએ?

જવાબ.તમારી સમસ્યા સમજી શકાય એવી છે આ વાત પરિવારની સુખ શાંતિ પર સીધી અસર કરે છે પતિનાં અફેરને સૌથી પહેલાં તો તમારી રીતે હેન્ડલ કરવાનો પ્રયાસ કરો પહેલાં પતિને સારી રીતે સમજાવો અને એનાથી બાળકો પર થતી નકારાત્મક અસર વિશે સમજાવો.

તમારા બહુ પ્રયાસ પછી પણ જો તેઓ સમજવા તૈયાર ન હોય ત્યારે જ પરિવારની બહારની વ્યક્તિઓની મદદ લેવા વિશે વિચારો સૌથી પહેલાં સાસુ-સસરાની મદદ લેવાને બદલે પહેલાં કોમન ફ્રેન્ડ્સની મદદ લો પુરુષો પરિવાર કરતાં મિત્રોની વાત વધારે સારી રીતે સાંભળે છે.

જો મિત્રોની સમજાવટ પણ કામ ન લાગે તો પછી સાસુ-સસરાની મદદ લેવાનો વિચાર કરવો જોઇએ તમે એને સમજાવો કે તેમના દીકરાને સમજાવાની જવાબદારી તેમની પણ છે જો તમારા સાસુ-સસરા તમારા પતિને સમજાવી નહીં શકે તો પછી બીજું કોઇ સમજાવી નહીં શકે.

આટલા પ્રયાસો પછી પણ પતિ અફેર પર પૂર્ણવિરામ મૂકવા તૈયાર ન હોય તો સમજી જેવું જોઇએ કે તમારા પતિનાં જીવનમાં હવે તમારું કોઇ મહત્ત્વ નથી અને તેણે પોતાના જીવન માટે અલગ રસ્તો પસંદ કરી લીધો છે આ સંજોગોમાં તમારે અને બાળકોએ પતિ પર આત્મનિર્ભર ન રહેવું પડે એવા વિકલ્પોની શોધ શરૂ કરી દેવી જોઇએ.