સે@કસ દરમિયાન મારું લિં@ગ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેટ થઈ જાય છે, શું શિઘ્ર પતનનો કોઈ મેડિકલ ઈલાજ છે ખરો?

સવાલ.હું પંદર વર્ષની છોકરી છું અને મારા બોયફ્રેન્ડના પ્રેમમાં ગળાડૂબ છું એ પણ મને ખૂબ ચાહે છે અમે મળીએ છીએ ત્યારે એ મને વારંવાર હોઠ પર અને ગળા પર કિસ કરે છે છેલ્લા ત્રણ મહિનાથી માસિક આવ્યું ન હોવાથી મને ખૂબ ચિંતા થાય છે ડોક્ટર પાસે ટેસ્ટ કરાવ્યા વિના હું પ્રેગનન્ટ છું કે નહીં એ મારે જાણવું છે.

Advertisement

જવાબ.માત્ર કિસ કરવાથી સ્ત્રી ક્યારેય પ્રેગનન્ટ થાય નહીં. માસિક નિયમિત ન આવવાના જુદાં જુદાં કારણ હોઈ શકે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. પણ જો સંભોગ કરતી વખતે બોયફ્રેન્ડે કોન્ડોમ ન વાપર્યું હોય કે તમે કોઈ કાળજી ન લીધી હોય તો ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ તમારા ફેમિલી ડોક્ટરને મળવું જોઈએ.

સવાલ.હું ૨૪ વર્ષનો અપરિણીત યુવાન છું. સોક્સ અથવા સ્ટોકિંગ્સ પહેરેલી યુવતી સાથે સે-ક્સ માણતો હોવાની કલ્પનામાં હું રાચું છું. અને મને આ પ્રકારની કલ્પનાઓનું વળગણ થઈ ગયું છે. બીજી કોઈ પણ બાબત મને આનંદ નથી આપતી. શું મારી અવસ્થા નોર્મલ છે?

જવાબ.હા. તમે નોર્મલ છો. હસ્તમૈથુન કરતી વખતે ઘણી વ્યક્તિ પોતાને મનગમતી કલ્પનાઓમાં રાચતી હોય છે. જો કોઈ કલ્પનાથી તમે ઉત્તેજિત થઈ જતા હો તો એમાં કશું જ ખોટું નથી, પણ તમારા વ્યક્તિત્વનાં પાસાંઓમાં પણ આ પ્રકાર જોવા મળે છે કેમ એ જાણી લેવું જોઈએ. જો આ પ્રકારની ઘેલછા અને ઉત્તેજના તમારા વર્તનમાં જોવા મળતી હોય તો તમારે સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ.

સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સે-કસ દરમિયાન મારું લિંગ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેટ થઈ જાય છે શું શિઘ્ર પતનનો કોઈ મેડિકલ ઈલાજ છે ખરો? અથવા તેનો કોઈ અન્ય ઈલાજ છે ખરો અને ઈલાજ હોય તો તેમાં કેટલો સમય લાગી શકે છે?

જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થઇ શકે ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત હોય છે તેથી તમે એક કામ કરો ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને જરૂરથી મળી જુઓ.

સવાલ.હું ૨૧ વર્ષની અપરિણીત યુવતી છુ મારે એક પુરુષ મિત્ર છે જે મારાથી દોઢ વરસ નાનો છે અમારી વચ્ચે છેલ્લા પાંચ વરસથી પ્લેટોનિક લવ છે. અને એકબીજાને અમારા દિલની વાતો કરીએ છીએ અચાનક જ હવે તેને મારી સાથે શારીરિક સંબંધ રાખવો છે.

તે ચુંબનની માગણી કરે છે તેમજ તેને મારી સાથે શારીરિક છૂટછાટ પણ લેવી છે. પરંતુ મને તેની માગણી પસંદ નથી. હમણા મેં તેને મળવાનું છોડી દીધું છે. પરંતુ હું તેને અતિશય પ્રેમ કરું છું મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.આ છોકરા સાથે મૈત્રી ચાલુ રાખવાનો નિર્ણય લેતા પૂર્વે તમારે એ નક્કી કરવાનું છે કે શું તમે તેની સાથે શારીરિક નિકટતા જાળવવા તૈયાર છો? કારણ કે હવે આ પ્રશ્ન તમારી વચ્ચે આવવાનો જ છે તમારી મૈત્રી શરૂ થઈ ત્યારે તમારી ઉંમર ઘણી નાની હતી. તે સમયે તમે બન્ને ઘણા નાદાન હતા. તમારો મિત્ર હજુ નાદાન છે.

તે હજુ ૧૯ વરસનો જ છે આથી તેને ભણી-ગણીને કમાતા પણ હજુ ઘણા વરસ લાગશે. તો શું તમે આટલી લાંબી રાહ જોઈ શકો છો? આગળ જતાં તમારા બન્નેમાંથી કોઈનો વિચાર બદલાશે નહીં એની તમને ખાતરી છે.

આ ઉપરાંત ગંભીર સંબંધ બાંધવા માટે પણ તમારો મિત્ર નાદાન છે આ ઉપરાંત લગ્ન પૂર્વેનો શારીરિક સંબંધ તમારે માટે જોખમ નોતરી શકે છે તમે બન્ને ગંભીર હો તો થોડા વરસ સુધી રાહ જુઓ અને જીવનમાં સ્થાયી થયા પછી જ લગ્નનો વિચાર કરો ત્યાં સુધી શારી-રિક સંબંધથી દૂર રહો.

સવાલ.મારે ૧૧ અને ૧૪ વર્ષના બે સંતાન છે અમે કોઈને ત્યાં રાત્રે જમવા જઈએ તો તેઓ ત્યાં જ રોકાઈ જવાની વાત કરે છે. મને અને મારી આ ગમતું નથી તેમની આ આદત છોડાવાવ મારે શું કરવું?

જવાબ.તમારા આ પત્ર પરથી લાગે છે કે તમારા સંતાનોને તમારા ઘરમાં ગમતું નથી શું તમારા ઘરમાં કોઈ ટેન્શન છે? તમારી અને તમારી પત્ની વચ્ચે ઝઘડા થાય છે? શું તમે તેમના પર ખૂબ જ નીતિ-નિયમો લાધ્યા છે? તમારે તમારા સંતાનો સાથે શાંતિથી આ પાછળનું કારણ જાણવાની જરૂર છે.

અને કારણે જાણ્યા પછી તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરો. તેઓ ઘરથી દૂર કેમ ભાગે છે?આ પ્રશ્નના જ ઉત્તરમાં જ તમારું સમાધાન છૂપાયું છે. તમારા ઘરમાં સ્વચ્છતાનો અભાવ હોય કે તે રહેવા યોગ્ય હોય નહીં તો એને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરો.

સવાલ.હું ૨૬ વરસની છું. મારે એક યુવક સાથે પ્રેમ હતો. લગ્નનું વચન આપી તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. હવે તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે.

આ કારણે હું ઘણી હતાશ થઈ છું જીવન મને ઝેર જેવું લાગે છે. શું એ છોકરાને મારી સાથે લગ્ન કરવા માટે હું મજબૂર કરી શકું છું? મારું જીવન બરબાદ કરવા માટે તેને સજા થઈ શકે છે?

જવાબ.આ છોકરાની વાત માની તમે મૂર્ખાઈ કરી છે. છોકરીઓનો ગેરલાભ લેવા માટે ઘણી વાર છોકરાઓ લગ્નની લાલચ આપી પોતાનો હેતુ સાધી લીધા પછી છેડો ફાડી નાખે છે. આવા છોકરાઓને સજા કરવાનું કામ સહેલું નથી.

આપણો સમાજ હજુ સુધી પુરુષ પ્રધાન છે જે પુરુષની બધી જ ભૂલો માફ કરી શકે છે, પરંતુ સ્ત્રીઓને માફ કરવા તૈયાર નથી. આથી તમારે એ યુવક સાથેના પ્રકરણને ભૂલીને તમારા જીવનમાં આગળ વધી જવું જોઈએ. અને આમ પણ જબરદસ્તીથી તેની સાથે લગ્ન કરવાથી તમને સુખ મળશે નહીં.

આથી બદલો લેવાનું તેમજ તેને લગ્ન કરવા મજબૂર કરવાનો વિચાર મનમાંથી કાઢી બીજી કોઈ પ્રવૃત્તિમાં તમારું ધ્યાન પરોવો અને કોઈ સારો જીવનસાથી શોધી લગ્ન કરીને તમારું ગૃહસ્થી જીવન શરૂ કરો.

Advertisement