હું હાલ ગર્ભવતી છું, હાલ મારા સાત મહિના થયા છે, મને શારી-રિક સંબંધ બાંધવાનું ખૂબ મન થાય છે તો શું સંબધ બાંધી શકું છું?…

સવાલ.હું 34 વર્ષની પરિણીતા છું મારે બે બાળકો છે દીકરાના જન્મ પછી મને માસિક ખૂબ જ ઓછું થવા માંડયું છે સ્ત્રીરોગ નિષ્ણાતના કહેવાથી મેં લોહીની તપાસ અલ્ટ્રાસાઉન્ડ હોર્મોન્સ ટેસ્ટ એક્સ-રે બધુ જ કરાવી લીધું છે અને બધા જ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે.

Advertisement

ડૉક્ટરના મતે મને કોઈ પણ જાતની સારવારની જરૂર નથી બીજી બાજુ માથામાં અચાનક દુખાવો થવા માંડયો છે માનસિક તાણને લીધે માથામાં અચાનક ઝાટકો લાગે છે અને દુખાવો વધી જાય છે ગભરામણ થાય છે મનોરોગ નિષ્ણાતની સલાહથી બે વર્ષ સુધી દવા પણ લીધી પછી તેમણે દવા બંધ કરી નાખી શું મેગ્નેટિક હેડ બેલ્ટ પહેરવાથી માથાના દુખાવામાં આકામ મળશે?

જવાબ.તાણથી મુક્તિ મેળવવા માટે દવા લેવી યોગ્ય નથી સારું એ રહેશે કે તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવો સવારસાંજ ફરવા જાઓ કોઈ મનોચિકિત્સકની દેખરેખ હેઠળ તાણ દૂર કરવાનો ખાસ વ્યાયામ શીખી લો અને તેને નિયમિત કરો માસિક સ્રાવનું પ્રમાણ ઓછું થવું એ તમારા માટે ચિંતાનો વિષય ન હોવો જોઈએ.

કારણ કે તમારા બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા છે માથાના દુખાવા માટે તમે કોઈ ડૉક્ટરની સારવાર લઈ શકો છો દુખાવો થાય ત્યારે પેન કિલર દવા લઈને તેનાથી રાહત મેળવી શકો છો પરંતુ સાચું નિદાન જીવનમાં અનિવાર્ય પરિવર્તન લાવવાથી જ મળશે.

સવાલ.હું 22 વર્ષની પરિણીતા છું લગ્નને ૮ મહિના થઈ ગયા છે પતિની ઈચ્છા અનુસાર દરરોજ સમા-ગમ કરીએ છીએ પરંતુ મને ગર્ભ હજી સુધી રહ્યો નથી ઘરમાં બધા જ મહેણાં મારે છે કે હું વાંઝણી છું મને સમજાતું નથી કે શું કરું?શું રોજ સમાં-ગમ કરવાથી નુકસાન થાય છે?

જવાબ.જોકે ચિકિત્સકોની દ્રષ્ટિથી એવા જ દંપતીઓને ડોક્ટરની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે કે એક વર્ષ સુધી કોઈ પણ જાતની અડચણ વિના મળતા હોય અને તેમ છતાં ગર્ભાધારણ કરી શકવામાં સફળ ન થયા હોય તમારી કૌટુંબિક સ્થિતિને જોતાં યોગ્ય એ જ છે કે આ વિષય પર તમે તમારા પતિ સાથે ખુલ્લી વાતચીત કરો અને કોઈ ઈનફર્ટિલિટી નિષ્ણાત પાસે તપાસ કરાવો તમારા સાસરિયાના સભ્યો માટે એ જાણવું જરૂરી છે કે કોઈ સ્ત્રી જો ગર્ભાધારણ ન કરી શકે.

તો તપાસ કરાવવાથી લગભગ 40 ટકા કિસ્સાઓમાં પતિપત્ની બન્નેમાં કોઈ પણ ખામી હોઈ શકે લગભગ 10 ટકા કિસ્સાઓમાં બધુ સામાન્ય હોય છે છતાં ખોળો ખાલી રહી જાય છે એક વાત એ પણ છે કે જો સારી રીતે ઈલાજ કરાવવામાં આવે તો 50 થી 60 કિસ્સાઓમાં વંધ્યત્વ દૂર કરી શકાય છે જ્યાં સુધી રોજ સમાગમની વાત છે તો જો બન્નેની સહમિત હોય તેની મન અને શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી.

સવાલ.હું હાલ ગર્ભવતી છું સાત મહિના થયા છે મને શારી-રિક સંબંધ બાંધવાનું ખૂબ મન થાય છે મેં સાંભળ્યું છે કે આ સમયે સ્ત્રીને શારી-રિક સંબંધ બાંધવાનું મન ન થાય પણ મને થાય છે તો શું બધું નોર્મલ તો હશેને?

જવાબ.દરેકની તાસીર ઇચ્છા અલગ હોય ગર્ભાવસ્થામાં બધાંને સરખી વસ્તુ જ થાય એવું ન વિચારી શકાય માટે આ અંગે ગભરાશો નહીં રહી વાત શારી-રિક સંબંધ બાંધવાની તો જો બાળક નીચું હોય તો શારી-રિક સંબંધ બાંધવા ન જોઇએ આ અંગે ડોક્ટરને પૂછીને જ આગળ વધવું આમ તો જો હેલ્ધી પ્રેગ્નન્સી હોય તો આ સમયે શારી-રિક સંબંધ બાંધી શકે છે પણ એ અંગે એક વાર ડોક્ટરની સલાહ લઇને જ આગળ વધવું યોગ્ય કહેવાય.

સવાલ.હું 33 વર્ષની મહિલા છું સાત વર્ષ પહેલા પથરી થવાને કારણે મારી જગોલ બ્લેડર કાઢી નાખવામાં આવી ત્યારથી મારા હોઠ કાળા પડી ગયા છે અને માથામાં બળતરા જેવું લાગે છે ઘણા બધા ડૉક્ટરોને બતાની ચૂકી છું પરંતુ આરામ મળતો નથી હોઠની કાળાશને લીધે મનમાં લઘુતાગ્રંથિ રહેવા લાગી છે તમે કોઈ ઉપાય જણાવી આ સમસ્યાથી બહાર કાઢશો.

જવાબ.તમારી શંકા સાચી નથી બને ત્યાં સુધી તમે કોઈ ચામડીના નિષ્ણાતની સલાહ લો જોયા વગર યોગ્ય સારવાર કરી શકાય નહીં જો ઈલાજ સારી રીતે કરાવશો તો સંભવ છે કે આ સમસ્યા દૂર થઈ જશે તેને લીધે આટલા બધા પરેશાન થવું ઉચિત નછી મન દુ:ખી રહેવાનું કારણ કોઈ બીજું જ હશે આટલી નાની વાતમાં પરેશાન થવાની જરૂર નથી જીવન પ્રત્યે સકારાત્મક વલણ રાખવાથી કોઈ પણ મુશ્કેલી રહેતી નથી.

સવાલ.મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સે*ક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે.

પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં.

આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

Advertisement