મારા પતિ ખૂબ જ શર્મીલા છે, સે@ક્સ દરમિયાન તેમને થોડા જંગલી બનાવવા મારે શું કરવું જોઈએ?

સવાલ.હું જ્યાં જોબ કરું છું, ત્યાં મારી ઓફિસની બાજુમાં એક યુવાન જોબ કરે છે. મને એ ખૂબ ગમે છે અને અમારી વચ્ચે હાય-હલ્લોનો સંબંધ છે. મને જાણવા મળ્યું કે એની સગાઇ થઇ ગઇ છે. એની સગાઇ થઇ ગઇ હોવા છતાં એણે મારી સાથે સંબંધ કેમ વધાર્યો હશે? મારે એને કઇ રીતે ભૂલવો?.

Advertisement

જવાબ.તમે જો એકપક્ષીય પ્રેમની લાગણીમાં દિલ તૂટવાની લાગણી અનુભવતા હો તો એમાં સૌથી મોટો વાંક તમારો જ છે. એ યુવક તો તમારી સાથે મિત્રતા કરવા જ ઇચ્છતો હતો પણ તમે એની લાગણીને એકપક્ષીય પ્રેમનું સ્વરૂપ આપી દીધું છે. જો એ તમને પસંદ હતો, તો પછી તમારે એની સાથે પહેલાંથી જ કેટલીક બાબતોની જાણકારી મેળવી લેવાની જરૂર હતી.

તમને જ્યારે લાગ્યું કે તમને એ યુવાન ગમવા લાગ્યો છે, એ જ સમયે જો તમે એના વિશે પૂરતી તપાસ કરી લીધી હોત તો અત્યારે તમને જે દુ:ખ થાય છે તે ન થયું હોત. એ યુવાને કોઇ બદઇરાદાથી તો તમારી સાથે સંબંધ બાંધ્યો નહોતો. તમે એને પૂછ્યું હોત તો પણ જાણ‌ થઇ શકી હોત. હવે તમારે જીવનમાં આગળ વધવું જોઇએ. આ અનુભવ તમારા માટે એક પાઠ સમાન છે અને એના કારણે તમે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડની ઉંમર ૨૫ વર્ષ છે. તે મારા કરતાં બે વર્ષ મોટી છે તો શું આ કારણે અમને શારી-રિક સંબંધમાં કોઇ તકલીફ થઇ શકે? શું હું તેની સાથે સે@ક્સ કરું તો તેને સંતોષ મળશે? કે ઉંમરમાં રહેલા તફાવતને કારણે કોઇ સમસ્યા નડશે?

જવાબ.અહીં એક વાત તમને જણાવું કે માત્ર મજા માટે લગ્ન પહેલાં ક્યારેય શારી-રિક સંબંધ ન બાંધવો જોઇએ. રહી વાર ઉંમરના ગેપની તો આપણી સામે એવા કેટલાંય દાખલા છે કે જેમાં પત્નીની ઉંમર પાંચથી દસ વર્ષ મોટી હોય તો પણ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ હોય. સે@ક્સને અને ઉંમરના ગેપને કોઇ જ સંબંધ નથી. તમે જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે શારી-રિક સુખ મેળવવાનું મન થાય અને તેમાં ઉંમરનો તફાવત કોઇ જ તકલીફ નથી ઊભો કરતો.

સવાલ.મારી દીકરીની ઉંમર ૧૫ વર્ષ છે. તે બાર વર્ષની હતી ત્યારથી માસિકની શરૂઆત થઇ છે. જ્યારથી માસિકની શરૂઆત થઇ ત્યારથી જ અનિયમિત હતું અને અત્યારે પણ અનિયમિત છે. છેલ્લા છ મહિનાથી બંધ થઇ ગયું છે. તો શું મારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ.છોકરીને જ્યારે માસિકની શરૂઆત થાય ત્યારે જો તેનો શારી-રિક બાંધો પાતળો હોય તો માસિક અનિયમિત રહેતું હોય છે. જોકે દરેક કેસમાં આ કારણ નથી હોતું. ઘણીવાર છોકરીઓનું વજન સાવ ઓછું હોય તો આ તકલીફ થતી હોય છે. પાતળી કાયાવાળી છોકરીઓના પ્રમાણમાં તંદુરસ્ત કાયા ધરાવતી દીકરીઓને માસિક મોડું શરૂ થતું હોય છે.

પણ આ વાત વિશે ગંભીર બનીને તમારે ડોક્ટરને બતાવવું જોઇએ, કેમ કે ઘણીવાર આ અનિયમિતતા લાંબો સમય સુધી રહેતા આગળ ઉપર દીકરીઓને તકલીફ થતી હોય છે. માટે આ અંગે સમય વેડફ્યા વગર એકવાર ગાયનેકને ચોક્કસ બતાવી દેવું જોઇએ.

સવાલ.મારાં લગ્નને થોડો સમય જ બાકી છે. મારે મારા લિં@ગની સાઇઝ વધારવી હોય તો શું કરવું?

જવાબ.એ રીતે લિં@ગની સાઇઝ કોઇ દવાથી નથી વધતી હોતી. આવી દવાઓની કેટલીયે જાહેર ખબર પેપરમાં આવતી હોય છે, પણ આ દવાઓ માત્ર પૈસા લેવાના કાર્ય સિવાય બીજું કશું જ નથી કરતી. રહી વાત પત્નીને સંતોષ આપવાની તો તેમાં લિં@ગની સાઇઝ સાથે વધારે કાંઇ લેવાદેવા નથી હોતી.

સવાલ.મારા પતિ ખૂબ શરમાળ છે. સે@ક્સ દરમિયાન તેમને થોડા તોફાની બનાવવા મારે શું કરવું જોઈએ?

જવાબ.આપણને લાગે છે કે સે@ક્સ દરમિયાન પુરૂષો સ્ત્રીઓ કરતાં વધુ સક્રિય હોય છે, પરંતુ તે જરૂરી નથી. તમારા પતિની જેમ, બીજા ઘણા પુરુષો છે જેઓ તેમના શરમાળ સ્વભાવને કારણે તેમના જીવનસાથીની અપેક્ષાઓ અધૂરી છોડી દે છે. આવા પાર્ટનરને તોફાની બનાવવા માટે, તેને તમારી સે@ક્સી કૃત્યોથી આકર્ષવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે- સે@ક્સી નાઈટી અથવા લૅંઝરી પહેરો, સુગંધિત પરફ્યુમનો ઉપયોગ કરો. આ ઉપરાંત, પાર્ટનર સાથે વાતચીત ચાલુ રાખો, તેમને તમારી સે@ક્સ ઈચ્છાઓ વિશે જણાવો અને તેમની ઈચ્છા જાણવાનો પ્રયાસ કરો. જો તેમના મનમાં કોઈ પ્રકારનો સંકોચ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. જો તે હજુ પણ કામ કરતું નથી, તો પછી મનોવિજ્ઞાની અથવા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

સવાલ.હું ૧૮ વર્ષની છું મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે જોકે તેને મારા મનની વાત જણાવતા હું ગભરાઉ છું આ માટે હિંમત એકઠી કરી શકતી નથી આ ઉપરાંત મારી યાદશક્તિ પણ નબળી છે યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.પ્રેમ માટે તમારી ઉંમર હજુ ઘણી નાની છે અને એ છોકરો તમને પ્રેમ કરે છે કે નહીં એ પણ તમે જાણતા નથી તો આ એક તરફી પ્રેમનો અર્થ શું છે?પ્રેમને ભૂલીને તમે ભણવામાં ધ્યાન આપશો તો આપોઆપ તમારી યાદશક્તિ સુધારશે હમણા ભણવા કરતા તમારા મનમાં પ્રેમના જ વિચારો ચાલતા હોય તો ભણવામાં ધ્યાન ક્યાંથી રહે?મન ભટકતું હોય તો વાંચેલું યાદ ક્યાંથી રહે?આથી ભ્રમિત થયેલા તમારા મનને યોગ્ય માર્ગે વાળશો તો તમને તમારી બધી જ સમસ્યાઓનું નિરાકરણ મળી જશે.

Advertisement