અમે ઘણીવાર સે@ક્સ કરીએ છીએ ત્યારે મારી પત્ની કહે છે કે ચરમ સુખ મળ્યું નથી, એને ચરમ સુખ મળે માટે હું શું કરું?…

સવાલ.હું 22 વરસની છું મારા સ્તન ઘણા નાના છે એ કારણે મને ઘણો સંકોચ થાય છે તેમ જ હું ડિપ્રેશન પણ અનુભવું છું મારે ઓપરેશન કે હાર્મોનની ટ્રીટમેન્ટ લેવી નથી મારે શું કરવું એ જણાવશો.

Advertisement

જવાબ.આ માટેનો કોઈ હર્બલ ઉપચાર નથી. આનો એકમાત્ર ઉપાય કોસ્મેટિક સર્જરી કરાવવાનો છે પરંતુ હું આની સલાહ આપતી નથી હકીકતમાં તો નાના સ્તનોમાં સંવેદનાના નર્વ્સ વધુ પ્રમાણમાં ફેલાયેલા હોવાથી જાતીય ઉત્તેજના વધુ થાય છે આથી તમારે સંકોચ કરવાની કોઈ જરૂર નથી.

સવાલ.હું 23 વર્ષનો છું મારા લગ્નને બે વર્ષ થયા છે પરંતુ હું મારી પત્ની સાથે સંબંધ સ્થાપિત કરી શક્યો નથી મારી પત્નીએ મને ઘણો સહયોગ આપવા છતાં પણ મને નિષ્ફળતા જ મળી છે મને લાગે છે કે બાળપણમાં મને ગલત આદત પડી ગઈ હોવાથી આમ થાય છે યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.આ તમારા બાળપણની ભૂલોનું પરિણામ છે એ તમારો ભ્રમ છે. દાંપત્ય સંબંધની સ્થાપનાનો સંબંધ શરીર કરતા મન સાથે જોડાયેલો છે. તમારા મનમાં કોઈ ચિંતા હોય તો એ દૂર કરો. શક્ય હોય તો કોઈ સેકસોલોજીસ્ટની સલાહ લો. યોગ્ય ઉપચાર દ્વારા બધુ ઠીક થઈ જશે. સહવાસ દરમિયાન માનસિક તાણથી દૂર રહો. પત્ની સાથે આ બાબતની મુક્ત મને ચર્ચા કરો.

સવાલ.મારા લગ્નને અઢાર વર્ષ થયા છે. શરૂઆતથી જ મારી પત્નીની વર્તણૂક જરા વિચિત્ર છે. તે મને કોઈ સાથે વાત કરવા દેતી નથી. મારી મમ્મી કે બહેનો સાથે હું વાત કરું તો પણ તેને ગમતું નથી. આમ છતાં પણ મેં તેની સાથે નિભાવવાનો પ્રયાસ કર્યો.

પાછળથી મને ખબર પડી કે તેને કોઈ તકલીફ છે. અમને લાગ્યું કે તેના પર ભૂત-પ્રેતની અસર છે આથી અમે ભૂવાની પણ સહાય લીધી હતી. હવે મને સમજાયું કે તેને કોઈ માનસિક બીમારી છે. મારે એક પુત્ર છે. મારે શું કરવું તે જ મને સમજ પડતી નથી.

જવાબ.મને એ વાતની નવાઈ લાગે છે કે અઢાર વરસ સુધી તમે તમારી પત્નીની વિચિત્ર હરકતો સહન કરી અને હવે અચાનક જ તમને એની સાથે રહેવું મુશ્કેલ લાગે છે. ભૂવા પાસે જવાનો તમારો રસ્તો અંધ શ્રદ્ધાને પોષે તેવો છે.

આજના જમાનામાં આવી બાબતો યોગ્ય નથી. તમારે એની સારવાર કરાવવાની જરૂર છે. કોઈ નિષ્ણાત મનોચિકિત્સકની સલાહ લો. ધીરજથી કામ લો અને યોગ્ય ઉપચાર કરાવો. કાઉન્સેલિંગથી જરૂર ફાયદો થશે.

સવાલ.અમે ઘણી વાર સાથ માણીએ ત્યારે મારી પત્ની મને કહે છે કે એ ચરમ સીમા પ્રાપ્ત કરી શકતી નથી. મને આશ્ચર્ય થાય છે કે એના સાથ દ્વારા જો મને પરાકાષ્ઠા અને સંતોષનો અનુભવ થતો હોય તો એને કેમ નથી થતો? એને ચરમ સીમાની અનુભૂતિ કરાવવા માટે હું શું કરું?

જવાબ.તમારા પત્નીની ફરિયાદ યોગ્ય છે કેમ કે સામાન્યતઃ સ્ત્રીઓને ઉત્તેજના અનુભવતાં અને તે પછી જ્યારે સંબંધ બાંધે ત્યારે તેમને પરાકાષ્ઠા પ્રાપ્ત થતાં સમય લાગે છે. આ જ કારણસર સાથ માણતાં પહેલાં અનેક પ્રણયક્રીડા દ્વારા પુરુષે સ્ત્રીના મનમાં ઉત્તેજના ઉત્પન્ન કરવાની હોય છે અને માનસિક તેમજ શારીરિક રીતે એને સંબંધ બાંધવા માટે તૈયાર કરવાની હોય છે.

તમે કદાચ સંબંધ બાંધવા દરમિયાન પત્નીના પ્રતિભાવને કારણે સંતુષ્ટિ અનુભવી શકતા હો, પરંતુ તમારાં પત્નીને થોડો વધારે સમય લાગી શકે છે. આથી સંબંધ માણવા દરમિયાન કેટલીક પ્રણયક્રીડાઓ પત્ની સાથે કરવાનું ચાલુ રાખો જેથી તેઓ પૂરતી ઉત્તેજના અનુભવે અને પરાકાષ્ઠા પ્રાપ્ત કરી શકે.

સવાલ.અમારા લગ્ન થયે છ મહિના થયા છે. મારા અને મારા પતિનું બ્લડ ગુ્રપ એ પોઝિટિવ છે. શું આ કારણે અમારા ભાવિ સંતાન પર કોઈ અસર થવાની શક્યતા છે?

જવાબ.તમે વિના કારણે પરેશાન થાવ છો. તમારું અને તમારા પતિનું એક જ બ્લડ ગુ્રપ હોવાથી તમારા સંતાન પર કોઈ અસર પડે તેમ નથી. માતાનું આર એચ નેગેટિવ અને પિતાનું આર એચ પોઝિટિવ હોય તો બન્નેના આર.એચ. અલગ હોવાથી લગ્ન નહીં કરવાની ચેતવણી ડૉક્ટરો આપે છે.

સવાલ.શું રોજ વ્યાયામ અને જોગિંગ કરવાથી રક્તમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે? મારે કોલેસ્ટ્રોલ ઘટાડવું છે તો યોગ્ય સલાહ આપશો.

જવાબ.પ્રયોગથી સાબિત થયું છે કે રોજ વ્યાયામ કરવાથી કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે. વ્યાયામ ઉપરાંત આહાર પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારે આહારમાં શું લેવું શું ન લેવું એની સલાહ તમારા ફેમિલિ ડૉક્ટર પાસેથી લો.

સવાલ.હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કોન્ડોમ વિના સે-ક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?

જવાબ.કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.

સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સેક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ માણ્યું છે.

શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે.

તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

Advertisement