એક મહિલાના પગ માં સતત દુખાવો રહેતો હતો, હજારો રૂપિયા ખર્ચ્યા પણ પગનો દુખાવો મટતો ના હતો, મોગલ માની માનતા રાખી અને બીજા દિવસે જ માતા એ આપ્યો પરચો…

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે. આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે.જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.

Advertisement

માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.થોડા સમય પહેલા માં મોગલ ના દર્શન કરવા માટે એક દંપતી આવે છે. જ્યારે તેને મણીધર બાપુ એ પૂછવામાં આવે છે કે તમારે શું માનતા માનેલી હતી ત્યારે મહિલા એ જણાવાયું કે મને વર્ષો થી ખૂબ જ પગ દુખતા હતા. લાખો રૂપિયાની દવા લીધી તેમ છતાં પગના દુખાવામાં કોઈ પણ જાતની ફરક પડતો ન હતો અને મહિલા એ જણાવ્યું કે હું દવા લઈ ને થાકી ગઈ હતી.

તેમ છતાં કઈ પણ ફેર પડતો ના હોવાના કારણે મે માં મોગલ ને યાદ કર્યા અને માનતા રાખી કે જો મારા પગ દુખતા બંધ થઈ જશે તો હું ચાલીને કબરાઉ મોગલ માં ના દર્શને આવીશ, અને 5100 રૂપિયા માં ના ચરણો મા અર્પણ કરીશ અને બીજા દિવસે જ ચમત્કાર જોવા મળ્યો.

મહિલાને દુખાવો દૂર થઇ ગયો અને તેની માનતા પૂરી કરવા પોતે ચાલીને મોગલધામ આવ્યા અને પોતાની માનતા પૂરી કરવા માટે તે આવ્યા. ત્યારબાદ બાપુ એ તેમાંથી એક રૂપિયો તેને આપ્યો અને કહ્યું કે માં ના આશીર્વાદ સદાય તમારી સાથે છે તે પોતાના ભક્તો ને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી. માં તો ભાવ ની ભૂખી હોય છે તેના દર્શન કરવાથી દરેક દુઃખ દર્દ દૂર થઈ જાય છે.

આવાજ એક બીજા પરચા વિશે વાત કરીએ તો જેમાં એક મહિલા મણિધર બાપુ પાસે પોતાની માનતા લઈને આવી. મહિલાએ મણિધર બાપુને કહ્યું કે બાપુ મારા લગ્નના ૧૦ વર્ષ થઇ ગયા છે અને અને આ ૧૦ વર્ષમાં સંતાન સુખ માટે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે.

દવાખાના આંટા ફેરા કરીને થકી ગયા છીએ તો પણ આજ સુધી આમરી સંતાનની ઈચ્છા પુરી નથી થઇ. હવે થાકીને અમને માં મોગલનો જ આશરો દેખાઈ રહ્યો છે.તો મણિધર બાપુએ મહિલાને કહ્યું કે બેટા માં મોગલ પર અતૂટ વિશ્વાસ રાખજે પણ જરાય અંધશ્રદ્ધા નહીં રાખતી અહીં વિશ્વાસથી કામ થાય છે ચમત્કાર નથી થતા.

બેટા તું એક છોડીને એક એમ ત્રણ મંગળવાર ભરજે અને ૨૫ વાર ખોબામાં પાણી લઈને પી લેજે માં મોગલ તારી બધી જ મનોકામના પુરી કરશે.માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા ઘરે જરૂરથી સંતાન થશે અને તમને માતા પિતા બનવાનું સુખ મળશે. આટલું સાંભળીને મહિલા ખુબજ ખુશ થઇ ગઈ અને તેને વિશ્વાસ થઇ ગયો કે માં મોગલ મારી ઈચ્છા જરૂરથી પુરી કરશે. અહીં વિશ્વાસથી જ કામ થાય છે.

આવોજ એક પરચો જેમાં એક એવા યુવક વિશે વાત કરીશું કે જેણે માનેલી માનતા પૂરી થઇ એટલે કબરાવ મોગલ ધામ માં તેની માનેલી માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. આ યુવાન મંદિરમાં આવ્યો અને મોગલ ના દર્શન કરીને મણીધર બાપુ ના હાથમાં 31131 રૂપિયા આપ્યા અને કહ્યું જે મારી માનેલી માનતા પૂરી થઈ છે .એટલે બાપુ તમે આ રકમને સ્વીકારો. ત્યારબાદ મણીધર બાપુ યુવકને કહ્યું કે તારે શાની માનતા પૂરી થઈ, એટલે યુવકે જણાવ્યું કે મારું એક કામ છેલ્લા ઘણા સમયથી રોકાઈ ગયું હતું અને તેથી મને ખૂબ જ ચિંતા રહેતી હતી.

તેથી મેં ઘણા બધા પ્રયત્નો કર્યા પણ કામ પૂરું થયું નહીં એટલે મા મોગલ ની માનતા લીધી અને કહ્યું કે હે માં મોગલ, મારું ધારેલું કામ પૂર્ણ થઇ જશે તો હું કબરાઉ આવીને 31131 રૂપિયા ચડાવી. અને આજે મારી આ માનતા પૂરી થઈ છે તેથી હું તેને પૂરી કરવા માટે આવ્યો છું.

ત્યારબાદ મણિધર બાપુએ યુવકને એક રૂપિયો ઉમેરીને બધા પૈસા પરત આપ્યા અને કહ્યું આ પૈસા તો તારી દીકરીને આપી દેજે. ના મોગલ તો આપનારી છે લેનારી નથી. આથી મા મોગલ ના ધામ માં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

Advertisement