હું 23 વર્ષનો છું મારી ગર્લફ્રેન્ડ મારાથી 2 વર્ષ મોટી છે, શું આ કારણે અમને શારી-રિક સંબંધમાં કોઇ તકલીફ થઇ શકે? શું હું તેની સાથે સે@ક્સ કરું તો તેને સંતોષ મળશે?…

સવાલ.હું ૪૦ વર્ષનો છું અને મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે અને તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે અને તે મારાથી ઉંમરમાં મોટી પણ છે મેં શારી-રિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી તો પછી મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું તો મારે શું કરવું.

Advertisement

જવાબ.શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો અને જો બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો તો સાથે સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે અને આ કોઇ એવી સમસ્યા નથી જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

સવાલ.હું ૨૧ વરસનો છું અને મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે અને તે મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું અને મને એનો વાંધો પણ નહોતો પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા પરંતુ હું તેના વગર રહી શકતો નથી મારે તેને પાછી મેળવવી છે તો મારે શુ કરવુ જોઇએ.

જવાબ.તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

સવાલ.હું ૨૦ વરસની છું અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે અને મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ.મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું.

જવાબ.દિવસ રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું ભાન થતા શિશુને વાર લાગે છે અને આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો અને તેની સાથે વાત કરો અને તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો અને જો શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો અને ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે અને આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.

સવાલ.મારી દીકરીની ઉંમર ૧૫ વર્ષ છે. તે બાર વર્ષની હતી ત્યારથી માસિકની શરૂઆત થઇ છે. જ્યારથી માસિકની શરૂઆત થઇ ત્યારથી જ અનિયમિત હતું અને અત્યારે પણ અનિયમિત છે. છેલ્લા છ મહિનાથી બંધ થઇ ગયું છે. તો શું મારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ.છોકરીને જ્યારે માસિકની શરૂઆત થાય ત્યારે જો તેનો શારીરિક બાંધો પાતળો હોય તો માસિક અનિયમિત રહેતું હોય છે. જોકે દરેક કેસમાં આ કારણ નથી હોતું. ઘણીવાર છોકરીઓનું વજન સાવ ઓછું હોય તો આ તકલીફ થતી હોય છે. પાતળી કાયાવાળી છોકરીઓના પ્રમાણમાં તંદુરસ્ત કાયા ધરાવતી દીકરીઓને માસિક મોડું શરૂ થતું હોય છે. પણ આ વાત વિશે ગંભીર બનીને તમારે ડોક્ટરને બતાવવું જોઇએ, કેમ કે ઘણીવાર આ અનિયમિતતા લાંબો સમય સુધી રહેતા આગળ ઉપર દીકરીઓને તકલીફ થતી હોય છે. માટે આ અંગે સમય વેડફ્યા વગર એકવાર ગાયનેકને ચોક્કસ બતાવી દેવું જોઇએ.

સવાલ.મારી ઉંમર ૪૪ વર્ષ છે. પત્નીની ૪૨ વર્ષ છે. પત્નીને હાલ માસિક અનિયમિત આવે છે. અમને લાગે છે કે તેનો મેનોપોઝ પીરિયડ શરૂ થઇ ગયો છે, કેમ કે એકવાર માસિક આવે અને તે પણ સાવ થોડું, ત્યારબાદ ત્રણથી ચાર મહિનાનો સમય જતો રહે છે. હાલ છ મહિનાથી તેને માસિક નથી આવ્યું, તો મારે જાણવું છે કે શું હવે અમે લોકો કો-ન્ડોમ વગર સે@ક્સ માણી શકીએ? કે હજી પણ ગર્ભ રહેવાનો ભય રહે?

જવાબ.સળંગ એક વર્ષ સુધી માસિક ન આવે તો કો-ન્ડોમ વગર સંભોગ કરી શકાય. હજી કો-ન્ડોમ વગર સંભોગ કરવામાં ગર્ભ રહી જવાનો ભય રહેશે, માટે હમણાં કો-ન્ડોમનો ઉપયોગ કરવો. અને જો એવું લાગે તો એકવાર ગાયનેકને બતાવી દો. એમ કરવાથી તમને ખાતરીથી ખબર પડી જશે કે પત્નીને મેનોપોઝ આવી ગયું છે કે નહીં.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, મારાં લગ્ન થોડા સમયમાં જ થવાનાં છે, મારે જાણવું હતું કે શું લગ્ન બાદ પહેલી વાર સે@ક્સ માણીએ ત્યારે પત્નીને લોહી નીકળવું જરૂરી છે? મારા ઘણાં મિત્રો આ અંગે વાત કરતાં હોય છે. તેઓનું કહેવું છે કે દરેક સ્ત્રીને લોહી નીકળતું હોય, અને તે સારું કહેવાય. તો આ વિશે મને થોડું જણાવશો.

જવાબ.સ્ત્રીઓની યોનિમાં એક પડદો હોય તે તૂટે એટલે લોહી નીકળે. પહેલાંના જમાનામાં સ્ત્રીઓ સાઇકલ નહોતી ચલાવતી, કસરત નહોતી કરતી તેથી તેમનો આ પડદો લગ્ન બાદ પતિ જ્યારે સં@ભોગ કરે ત્યારે જ તૂટતો. હવેનો સમય બદલાયો છે. હવે સ્ત્રીઓ શરીરને મજબૂત રાખવા કસરત કરે છે, સાઇકલિંગ કરે છે, ડાન્સ કરે છે, આ કારણે ઘણીવાર ઘણી સ્ત્રીને પડદો તૂટી ગયો હોય તો પ્રથમવાર સં@ભોગ સમયે લોહી ન પણ નીકળે. લોહી નીકળવું ફરજિયાત જ હોય એવું નથી. સં@ભોગનો અનુભવ દરેકને અલગ હોય, માટે કોઇની સાંભળેલી વાત પર ક્યારેય વિશ્વાસ કરવો નહી.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૨૦ વર્ષ છે. અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. જોકે, અમારે હમણાં બાળક નથી જોઈતું, પણ મારો પ્રોબ્લેમ એ છે કે મારી પત્નીને છેલ્લા ત્રણ મહિનાથી માસિક આવતું બંધ થઇ ગયું છે. અમે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી જોયો પણ નેગેટિવ જ આવે છે. અમે ઘણીવાર ટેસ્ટ કર્યાં છે, પણ નેગેટિવ જ આવે છે. તો માસિક બંધ થવાનું કારણ શું હશે? શું મારી પત્ની ગર્ભવતી હશે? શું અમારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ.ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ટેસ્ટ કરીએ તો સ્ત્રી ગર્ભવતી હોય તો પણ નેગેટિવ રિપોર્ટ આવતો હોય છે. પણ તમારી વાત પરથી લાગે છે કે તમે એકથી વધારે વાર આ ટેસ્ટ કર્યો હશે. અને આ તમામ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવતા હોય તો બને કે પત્ની ગર્ભવતી નહીં હોય. પણ બીજી ચિંતાની વાત એ છે કે માસિક આવતું બંધ થઇ ગયું છે.

આ માટે તમારે ચોક્કસ કોઇ સારા ગાયનેકને બતાવવું જોઇએ, કેમ કે આગળ ઉપર પણ જ્યારે તમારે બાળક રાખવું હશે ત્યારે જો માસિક રેગ્યુલર હશે તો બાળક રહેવામાં બીજી કોઇ તકલીફ નહીં થાય અને જો માસિક નિયમિત નહીં હોય તો ગર્ભ રહેવામાં જરૂર તકલીફ થઈ શકશે, માટે આ અંગે ગાયનેક પાસે ચેકઅપ કરાવડાવીને યોગ્ય ઉપાય જાણી લો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડની ઉંમર ૨૫ વર્ષ છે. તે મારા કરતાં બે વર્ષ મોટી છે તો શું આ કારણે અમને શારી-રિક સંબંધમાં કોઇ તકલીફ થઇ શકે? શું હું તેની સાથે સે@ક્સ કરું તો તેને સંતોષ મળશે? કે ઉંમરમાં રહેલા તફાવતને કારણે કોઇ સમસ્યા નડશે?

જવાબ.અહીં એક વાત તમને જણાવું કે માત્ર મજા માટે લગ્ન પહેલાં ક્યારેય શારી-રિક સંબંધ ન બાંધવો જોઇએ. રહી વાર ઉંમરના ગેપની તો આપણી સામે એવા કેટલાંય દાખલા છે કે જેમાં પત્નીની ઉંમર પાંચથી દસ વર્ષ મોટી હોય તો પણ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ હોય. સે@ક્સને અને ઉંમરના ગેપને કોઇ જ સંબંધ નથી. તમે જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે શારી-રિક સુખ મેળવવાનું મન થાય અને તેમાં ઉંમરનો તફાવત કોઇ જ તકલીફ નથી ઊભો કરતો.

Advertisement