હું 22 વર્ષ નો યુવક છું, હું અઠવાડિયામાં ત્રણથી ચાર વખત હસ્ત-મૈથુન કરું છું, તે કરવું સારું લાગે છે, પણ વીર્ય નીકળ્યા પછી મને ખરાબ લાગે છે શું કરું?..

સવાલ.હું 40 વર્ષની પરિણીતા છું. સંયુક્ત પરિવારમાં રહું છું. દેરાણી નોકરી કરે છે. લગ્નને ૨ વર્ષ થવા આવ્યાં છે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી. ઘરનો બધો આધાર અમો પતિપત્ની પર છે. આમ છતાં સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા. પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો. કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે. પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા. વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે. હું શું કરું?

Advertisement

જવાબ.તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ. લાગે છે કે કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે. હજુ પણ કંઈ નથી બગડયું. તમે મોટાં છો, તેને કહી શકો છો. જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો. આથી તમને કામમાં ઘણી રાહત મળશે. પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો, નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

સમાગમમાં વાતચીતનો મહિમા જ અલગ હોય છે. ઘણીવાર કોમોતેજક સાહિત્ય, રોમેન્ટિક વાર્તા કે જોક્સનું વાંચન પતિ-પત્ની વચ્ચે રહેલી ઝિઝક તોડવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ કેટલાક યુવાનો લગ્નની શરૂઆત દિવસોમાં પત્ની તેનાથી દબાઇને રહે, પોતાનું આધિપત્ય રહે એ માટે રૂક્ષ અને કટક વ્યવહાર કરે છે. આ પ્રકારનો વ્યવહાર આયોગ્ય છે અને પત્નીને તમારી નજીક આવતા રોકે છે.એવી જ રીતે કેટલાક યુવાનો એવું માનતા હોય છે કે, પ્રથમ રાત્રિએ પત્નીને પોતે જેટલી પ્રચંડ કામશક્તિના દર્શન કરાવશે.

એટલી જ પત્ની તેનાથી પ્રભાવિત થશે. અને તેઓ કામાતુર થઇને પત્ની ઉપર તૂટી પડતા હોય છે. તેઓ ભૂલી જાય છે કે પત્નીને પ્રેમાળ અને આત્મીય સાથીની જરૂરિયાત હોય છે. બળાત્કાર કરવા માટે સક્ષમ કુસ્તીબાજ નહી. પત્નીને જીતવા માટે પ્રબળ કામશક્તિની નહી પણ પ્રેમશક્તિની જરૂર છે.સં-ભોગ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે.

સવાલ.હું ૪૨ વર્ષની મહિલા છું. બે યુવાન દીકરીઓ છે. શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું, પરંતુ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે. શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી કે કદાચ તે જાતે જ સુધરી જશે, પરંતુ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા. લડીઝઘડીને પણ જોઈ લીધું, પણ કોઈ અસર નથી થઈ. શું કરું, જેથી તે વ્યભિચાર છોડી દે?

જવાબ.તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો. તો પછી એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો? ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને?જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત, તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત. હજુ પણ કશું નથી બગડયું.

તેમની સાથે ઝઘડો નહીં, તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો. કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે. આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય. જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

સવાલ.હું 22 વર્ષ નો છું હું અઠવાડિયામાં ત્રણથી ચાર વખત હસ્તમૈથુન કરું છું આમ કરવાથી સારું લાગે છે પણ વીર્ય બહાર આવ્યા પછી હું મારી જાતને નફરત કરવા લાગી છું શું મારી સાથે કોઈ ગંભીર સમસ્યા છે?

જવાબ.સૌ પ્રથમ તો જાણી લો કે હસ્તમૈથુન કોઈ સમસ્યા નથી તે સં-ભોગ જેવું જ છે સં-ભોગ દરમિયાન જે ક્રિયા પુરુષનો પ્રાઈવેટ પાર્ટ સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાં કરે છે એ જ ક્રિયા તે હસ્તમૈથુન વખતે મુઠ્ઠીમાં કરે છે જેમ સં-ભોગ કરવાથી નબળાઈ આવતી નથી તેવી જ રીતે હસ્તમૈથુનથી પણ કોઈ શારીરિક નબળાઈ આવતી નથી પુરૂષોને ઘણીવાર એવું લાગે છે કે સ્ખલનથી ઘણા બધા સ્પર્મ નીકળી ગયા છે.

હવે તકલીફ થશે સત્ય એ છે કે સમસ્યા જેવી કોઈ વસ્તુ નથી આપણામાં ઘણી વાર એવી ગેરસમજ હોય ​​છે કે વીર્યનું એક ટીપું બનાવવા માટે 100 ટીપાં લોહીની જરૂર પડે છે વાસ્તવમાં એકવાર વીર્ય બહાર નીકળ્યા પછી અડધા ગ્લાસ લીંબુ-પાણીની ચાસણીમાંથી મેળવી શકાય તેટલી જ કેલરી ખર્ચવામાં આવે છે.

જ્યાં સુધી સ્વ-દ્વેષની લાગણીનો સંબંધ છે ત્યાં નફરતનો કોઈ પ્રશ્ન નથી ખરેખર તમારા મગજમાં એવું બેઠું છે કે તમે કોઈ ખોટું કામ કર્યું છે આ કારણે તમે ધિક્કાર અનુભવો છો હકીકત એ છે કે હસ્તમૈથુન દરમિયાન તમે જેને ખરેખર પ્રેમ કરો છો તેની સાથે તમે સરળતાથી સે-ક્સ કરી રહ્યા છો આટલું જ નહીં હસ્તમૈથુન તમને સલામત વિકલ્પ આપે છે અને તેના કારણે અનિચ્છનીય ગર્ભાવસ્થા અને એઇડ્સ જેવી ખતરનાક બીમારીઓનું જોખમ રહેતું નથી.

સવાલ.હું ૨૦ વરસની છું અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી.પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.

જવાબ.જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી.

Advertisement