હું 18 વર્ષની છોકરી છું. મેં સાંભળ્યું છે કે જ્યારે પણ કોઈ યુવતી પહેલીવાર શારી-રિક સંબંધ બાંધે છે ત્યારે તેને ખૂબ દુખાવો થાય છે, શુ તે સાચુ છે?…

સવાલ.મારી વય 34 વર્ષની છે અને હું એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહી છું હું મુંબઇમાં રહું છું જ્યારે મારો બોયફ્રેન્ડ અમદાવાદમાં રહે છે પહેલાં હું પણ અમદાવાદમાં જ રહેતી હતી પણ હવે અમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છીએ અમે વારંવાર રૂબરૂ મળી શકતાં નથી આ કારણે છેલ્લા થોડા સમયથી અમને ચેટ પર જ ઉત્તેજક વાતો કરવાની આદત પડી ગઇ છે આના કારણે શારીરિક પ્લેઝર તો મળે છે પણ મને લાગે છે કે આ ખોટું છે શું ખરેખર આ ખોટું છે?

Advertisement

જવાબ.તમારી વયમાં શારીરિક પ્લેઝરની આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે અને તમે તમારા બોયફ્રેન્ડ સાથે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપથી જોડાયેલાં છો એટલે ચેટમાં આવી વાતો કરો એ ખોટું નથી પણ આ મામલે સતર્કતા રાખવાની જરૂર છે.

આવી વાતો ચેટમાં કરવા માટે પાર્ટનર સંપૂર્ણપણે ભરોસાપાત્ર હોય બહુ જરૂરી છે જો તમને થોડી પણ શંકા હોય તો તમારે આ પ્રકારની વાતો મેસેન્જરમાં કરવાની બંધ કરી દેવી જોઈએ વિચાર કરો કે જો તમારી આવી ચેટ કે ફોટોગ્રાફ્સ બહાર આવે તો કદાચ તમે શરમજનક પરિસ્થિતિમાં મૂકાઇ શકો છો.

તમને તમારા પાર્ટનર પર લગીરે શંકા ન હોય અને તમને તેના પર પૂરો વિશ્વાસ હોય તો જ તમે જે આનંદ મેળવો છો એમાં કંઇ ખોટું નથી કરતાં આની હકારાત્મક વાત એ છે કે આ પ્રકારની ચેટથી નબળા સમયે અન્ય વ્યક્તિ તરફ ઢળવાની શક્યતા પણ ઘટી જતી હોય છે.

સવાલ.મારા લગ્નને બે વર્ષ થયાં છે મારી પત્ની બહુ સમજદાર અને ‌વફાદાર છે હું અને મારી પત્ની એકલાં રહીએ છીએ અને અમારું મિત્રવર્તુળ બહુ વિશાળ હોવાના લીધે અમારા ઘરે ઘણીવાર પાર્ટી થાય છે છેલ્લી એક-બે પાર્ટીમાં મેં ઓબ્ઝર્વ કર્યું કે મારી પત્ની અને મારા એક મિત્ર વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ છે.

હવે મને ખબર પડી છે કે મારો એ મિત્ર વાતચીત દરમિયાન મારી પત્ની સાથે તેનાં લગ્નજીવન વિશેની બાબતો પણ શેર કરે છે. મારે ઓવર રિએક્ટ નથી કરવું પણ મને આ વાત ગમી નથી. હું ઈચ્છું છું કે તેઓ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરે અને મારી પત્નીને આ વાતનું ખરાબ પણ ન લાગે.

જવાબ.તમારી સમસ્યા સમજી શકાય એવી છે પણ યાદ રાખો કે સારી મિત્રતા હોય તો લોકો એકબીજા સાથે ટેકો લે છે અથવા વસ્તુઓ શેર કરે છે. જો તમારી પત્નીને બદલે તમારો ભાઇ તમારા મિત્ર સાથે આવી વાત કરતો હોત તો પણ તમને આવી લાગણી થાત ખરી?

તમારે તમારા મિત્રના દૃષ્ટિકોણથી વસ્તુઓ જોવાની અને સમજવાની પણ જરૂર છે. તમે જ કહો છો કે તમારી પત્ની સમજદાર અને ‌વફાદાર છે તો પછી હવે તમારે એના પર વિશ્વાસ રાખવાની જરૂર છે. તમારા મિત્રની પરિસ્થિતિ પણ સમજો અને વિચારો કે ઓછામાં ઓછી આ પરિસ્થિતિમાં તે કોઈની સાથે તેની વાતો શેર કરવામાં સક્ષમ છે.

જો તમને બહુ જ સમસ્યા થતી હોય તો તમારી પત્ની સાથે તમારી ભાવનાઓ અને આરામ વિશે વાત કરો. આ કરવાથી તે તમારી પરિસ્થિતિને સમજી શકશે અને આગળની પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરવામાં સમર્થ હશે. જો તમે ઇચ્છતા હો તો તમે એમ પણ કહી શકો છો કે બંને વચ્ચેની વાતચીત તમને કહેવી જોઈએ, જેથી ગેરસમજને ટાળી શકાય. જો તમારી પત્ની આ મામલે સ્પષ્ટ હશે તો આટલું કર્યા પછી તમારી સમસ્યાનો અંત આવી જશે.

સવાલ.હું 18 વર્ષની છોકરી છું મેં સાંભળ્યું છે કે જ્યારે પણ કોઈ યુવતી પહેલીવાર કોઈ યુવક સાથે શારી-રિક સંબંધ બાંધે છે ત્યારે તેને ઘણું દુઃખ થાય છે શું આ સાચું છે અને આવું શા માટે થાય છે?

જવાબ.કુંવારી છોકરીઓના જનનાંગમાં એક પાતળી પટલ હોય છે જેને વર્જિન મેમ્બ્રેન કહે છે જ્યારે કોઈ યુવતી પહેલીવાર સે-ક્સ કરે છે ત્યારે તે પટલ ફાટી જાય છે જેના કારણે સહેજ રક્તસ્રાવ થાય છે અને થોડો દુખાવો થાય છે.

સવાલ.હું એક છોકરી સાથે છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છું. અમારી વચ્ચેના સંબંધો મજબૂત છે પણ મારી સમસ્યા એ છે કે મારી ગર્લફ્રેન્ડના બીજા ઘણાં ગાઢ મિત્રો છે. હાલમાં મેં જ્યારે મારી ગર્લફ્રેન્ડની વોટ્સએપ ચેટ વાંચી ત્યારે મને ખબર પડી તે રિલેશનશીપની અમારી સિક્રેટ વાતો તેનાં ઘણા મિત્રો સાથે શેર કરી છે.

મને તેનું આ વર્તન બિલકુલ પસંદ નથી પડ્યું. મેં જ્યારે તેને આ વિશે સવાલ કર્યો તો તેણે મને કહી દીધું કે તેને પોતાના ફ્રેન્ડ્સ પર વિશ્વાસ છે અને માટે તે લિમિટમાં રહીને બધી વાતો કરે છે. શું મારી ગર્લફ્રેન્ડનું આ વર્તન વિશ્વાસપાત્ર ગણાય? તે આ સંબંધ માટે ગંભીર તો હશે ને? મારે શું કરવું જોઇએ?

જવાબ.તમારી ગર્લફ્રેન્ડ તમારા અંગત સંબંધની ચર્ચા એક કરતા વધારે મિત્રો સાથે કરતી હોય એ બિલકુલ યોગ્ય નથી. જો તમને તમારી ગર્લફ્રેન્ડનું વર્તન સંદેહાસ્પદ લાગતું હોય તો તમારે પોતાનું વર્તન પણ ચકાસવાની જરૂર છે. શું તમે દરરોજ તેનો ફોન ચેક કરો છો અથવા તેની પળે-પળ પર નજર રાખો છો?

જો આ સવાલનો જવાબ હા માં હોય તો તમારે વિચારવાની જરુર છે. તમારા આવા વર્તનના કારણે તેને બંધનની અનુભૂતિ થતી હશે અને જ્યારે તે તેના ફ્રેન્ડ્સને મળવા જતી હશે તે વિશે તમને કંઈ કહેતી નહી હોય. કોઈ છોકરીને એવું પસંદ ન હોય કે તે ક્યાં જાય છે અને શું કહે છે તેના પર તેનો પાર્ટનર બારીકાઈથી નજર રાખે.

તમારા સિવાય પણ તમારી ગર્લફ્રેન્ડનું જીવન છે, અને તમારે તેના માટેની આઝાદી આપવી જોઈએ. તે જેવી છે તેવી તેને સ્વીકારવા તૈયાર રહેશો તો જ રિલેશનશિપ ટકી રહેશે. જો તમારી ગર્લફ્રેન્ડ અંગત વાતો મિત્રો સાથે કરતી હોય એ તમને ગમતું ન હોય તો આવા વિષય પર લડવા ઝઘડવાની બદલે તેની સાથે શાંતિથી વાત કરો.

જો તમને તેના પર વિશ્વાસ હોય તો ખોટી શંકાઓ ઉભી ન કરો અને તેને વધુ પ્રેમ કરો. આ વાત ખાસ ધ્યાન રાખો કે તમારી ગર્લફ્રેન્ડ તમારી માલિકીની વસ્તુ પણ નથી. કોઇ યુવતી તમારી ગર્લફ્રેન્ડ હોય તો એનો મતલબ એ નથી કે તમે એને કંટ્રોલમાં રાખો, પણ તમે તેને પ્રેમ તો કરી શકો છો. તેની સાથે ખુલ્લા મને વાત કરો અને તેની લાગણી જાણીને તમારા સંબંધોની કડી તૈયાર કરો.

Advertisement