આવનાર 3 દિવસ ગુજરાત પર રહશે મેઘરાજાની મહેર, ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી…

ગુજરાતના ચોમાસાનું સત્તાવાર રીતે ભલે આગમન નથી થયુ. આમ છતા છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં પણ ઘણા સ્થળોએ વરસાદ વરસ્યો હતો. જેના પગલે પંચમહાલ જિલ્લામાં લોકોને ગરમીથી રાહત મળી છે.

Advertisement

ખેડૂતોએ પણ વરસાદ થવાના પગલે વાવણીની શરુઆત કરી દીધી છે. લાંબા સમયથી રાહ જોવાતું ચોમાસું આખરે પૂરું થયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની સવારી ઉતરી છે. ગઈકાલે અનેક જગ્યાએ વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. જેના કારણે લોકોને આકરી ગરમી અને ભેજમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે 14 જૂનથી 16 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.આકરી ગરમી અને પાણીની સમસ્યાના કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો પાર રહ્યો ન હતો.

કાળઝાળ ગરમીના કારણે મૂંગા પશુ-પક્ષીઓને પણ હાલાકી ભોગવવી પડી હતી. જોકે હવે ઉનાળાની આકરી ગરમીમાંથી રાહત મળી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન પહેલા જ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.આજે સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સમગ્ર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી વરસાદ પડશે. 14, 15 અને 16 જૂને ખાસ કરીને અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની સંભાવના છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.અમદાવાદમાં પણ ગત રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી એસ.જી. ગોતા અને રાણીપ સહિત દેશના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે લોકો આનંદથી ઉમટી પડ્યા હતા અને વરસાદની મજા માણવા નીકળી પડ્યા હતા.

તો બાળકોએ પણ વરસાદમાં ભીંજાઈ જવાની મજા માણી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઇગામમાં પણ મેઘરાજાનો પરાજય થયો હતો અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને વાવાઝોડાથી રાહત મળી હતી.

Advertisement