હું 40 વર્ષની છું મારા પતિ મુત્યુ પામ્યા છે અને હવે મને સમા-ગમની ખૂબ જ ઈચ્છા થાય છે શું કરવું?..

સવાલ:હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

Advertisement

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે.બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે.આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 31 વર્ષની પરિણીત મહિલા છું મારે બે સંતાન છે મારી ઓવરીમાં સિસ્ટ છે સહવાસ દરમિયાન પેટના નીચલા હિસ્સામાં દરદ રહે છે શું સિસ્ટને કારણે આમ થતું હશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.હા ઓવરીમાં સિસ્ટ ઉપરાંત પેડૂમાં સંક્રમણ હોય તો આ સમસ્યા ઉદ્દભવવાની શક્યતા છે સમય ન ગુમાવતા તમારે કોઇ સ્ત્રી રોગ વિશેષજ્ઞા પાસે તમારી તપાસ કરાવવાની જરૃર છે.

સવાલ.હું 25 વર્ષની પરિણીતા છું મારા લગ્નને બે મહિના થયા છે. લગ્ન પૂર્વે મારું માસિક અનિયમિત હતું પરંતુ લગ્ન પછી સે-ક્સ માણ્યા પછી માસિક જરા વહેલું આવ્યું હતું શું હું ગર્ભવતી હોઇશ? અમારે અત્યારે સંતાન જોઇતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.સે-ક્સને કારણે માસિક ચક્રમાં કોઇ ફરક પડતો નથી. હા, તમે ગર્ભવતી હો તો માસિક બંધ થઇ જાય છે. માસિક ચક્રમમાં થોડી ઘણી અનિયમિતતા સામાન્ય છે. માનસિક તાણને કારણે આમ થઇ શકે છે. તમને માસિક આવ્યું છે એટલે તમે ગર્ભવતી નથી. હમણા સંતાનની ઇચ્છા ન હોય તો તમે તમારા ફેમિલિ ડૉક્ટર કે ગાયનેકોલોજીસ્ટની સલાહ લઇ ગર્ભ નિરોધક સાધન વાપરો.

સવાલ.હું 23 વર્ષનો છું મારી સમસ્યા એ છે કે બોલતી વખતે હું તોતડાઉં છું. આ કારણે મારે મજાકનો વિષય બનવું પડે છે. હું ભણવામાં હોશિયાર છું. સારો રમતવીર પણ છું. હાલમાં મારી ઓળખ એક યુવતી સાથે થઇ છે. મને તે ગમે છે. મને લાગે છે કે હું તેના પ્રેમમાં છું. પરંતુ મારી સમસ્યાને કારણે હું તેને મારા મનની વાત કહેતા ડરું છું. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.તમારી આ સમસ્યા પાછળ બીજું કોઇ કારણ કામ કરી રહ્યું છે. તમારા બાળપણમાં તમારે સહન કરવી પડેલી કોઇ સમસ્યા આ પાછળ જવાબદાર છે. શું તમે સ્પીચ થેરાપિસ્ટની સલાહ લીધી છે. ન લીધી હોય તો લેવાની શરૃઆત કરો. આ પછી તમારા બોલવામાં ફેર પડી શકે છે.

જવાબ.આ સમસ્યાથી સંપૂર્ણ છૂટકારો મળ્યો હોય એવા કિસ્સા પણ છે. શ્વાસોશ્વાસના ટેક્નિક, યોગ અને મેડિટેશન પણ તમારી માનસિક તાણ ઘટાડશે અને તમારી માનસિક તાણ ઓછી થશે તો આ સમસ્યા પણ આપોઆપ દૂર થશે. આ યુવતી સાથે મૈત્રી બાંધવાનો પ્રયાસ કરો. તમારી સમસ્યા ભૂલી સામાન્ય રીતે વાતચીત કરો. તમારા પ્લસ પોઇન્ટ પર ધ્યાન આપો.

સવાલ.મારી વય 40 વર્ષની છે હું એક કોર્પોરેટ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરું છું. મારા પતિનાં અવસાનને માત્ર છ મહિના વીત્યા છે મને સાથ માણવાની ઇચ્છા વારંવાર થાય છે આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો?

જવાબ.તમારી સમસ્યા યોગ્ય છે આવી ઇચ્છા જાગે તે સ્વાભાવિક પણ છે તમે આ અંગે તમારાં માતા-પિતાને વાત કરી તમારા માટે કોઈ યોગ્ય પાત્ર શોધવાનું સૂચવી શકો છો પતિના અવસાન બાદ પુન:જીવન શરૂ કરવામાં કંઈ જ ખોટું નથી કેટલીક વાર માત્ર સાથ માણવાની ઇચ્છા સંતોષવા માટે જ નહીં પણ યોગ્ય સાથીદારની હૂંફ અને સાથ પણ જરૂરી હોય છે વળી તમે કોર્પોરેટ કલ્ચરમાં છો એવામાં આજકાલ નોર્મલ થઇ ગયેલા સ્ટ્રેસ ડિપ્રેશનના માહોલમાં એક સારો સાથીદાર હોવો પણ મહત્ત્વપૂર્ણ છે તમારે માત્ર જીવનને એક નવી નજરથી જોવાની જરૂર છે.

સવાલ.હું ૨૯ વર્ષનો છું. ૨૮ વર્ષની એક યુવતી સાથે મને પ્રેમ હતો. અમે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ કેટલાક સપ્તાહ પૂર્વે તેણે મારી સાથેના બધા સંપર્ક કાપી નાખ્યા હતા. તેનું કહેવું છે કે તેને અમેરિકાના શ્રીમંત યુવાનોના માંગા આવે છે આ કારણે હું ઘણો હતાશ થઇ ગયો છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારી પ્રેમિકાના આ વર્તન પાછળ બીજું કોઇ કારણ જવાબદાર હોઇ શકે છે. તેને ઘરેથી તેના પર દબાણ આણવામાં આવ્યું હોય, તમારી પૂર્વે તે કોઇના પ્રેમમાં હોય, તમારા બંનેના ભવિષ્ય પ્રત્યે તેને શંકા હોય.

આવા ઘણા કારણોમાંનું એક કારણ હોઇ શકે છે. અને તમારે તમારો વ્યક્તિગત પરાજય માની હતાશ થવાની જરૃર નથી. જીવનમાં આવી સમસ્યાનો સામનો કરવો જ પડે છે આથી તેને ભૂલી તમારે તમારી જિંદગીમાં આગળ વધવાની જરૃર છે. એક રીતે જોતા આ સંબંધનો અંત આવ્યો એ સારું જ થયું છે.

Advertisement