મારી ઉંમર ૨૮ વર્ષ છે, હું અને મારી ગર્લફ્રેન્ડ ઓરલ સે@ક્સ કરીએ છીએ, હું જાણવા માંગુ છું કે ઓરલ સે@ક્સથી કેવા પ્રકારની હેલ્થ સમસ્યા થઈ શકે છે?…

સવાલ.હું 18 વરસની છું મારામાં રક્તની ઉણપ છે જેને કારણે ચહેરો ફિક્કો પડી ગયો છે આર્થિક પરિસ્થિતિને કારણે દવાઓ પર વધુ ખર્ચ થઈ શકે તેમ નથી કોઈ ઘરેલું ઉપાય દેખાડો.

Advertisement

જવાબ.શરીરમાં રક્તની ઉણપ દૂર કરવા માટે આહાર પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે ડાર્ક લીલા રંગની ભાજીઓ જેવી કે પાલક સરસો ગુવારસીંગ વટાણા બાજરો રાગી તેમ જ ગોળ જેવા પદાર્થો લોહી બનાવવામાં મદદરૂપ થાય છે એને મોસમ પ્રમાણે લેવાનું રાખો દવાનો પ્રશ્ન છે તો તમારા ડોક્ટરની સલાહ લઈ એ દવાઓ શરૂ કરો.

સવાલ.મારો બોયફ્રેન્ડ મારા પર બરાબર ધ્યાન આપતો નથી પરંતુ હું આની ફરિયાદ કરું તો તે તે બધુ ઠીક છે અને આ મારો ભ્રમ છે એમ કહી વાત ઉડાડી દે છે તેને હું ગમું છું એની મને ખાતરી છે પરંતુ આ સંબંધ આગળ વધે એવી મારી ઈચ્છા છે.

મારું માનવું છે કે બંને વચ્ચે સંપર્ક જળવાઈ રહેવો જરૂરી છે તેના વિના હું મારું જીવન કલ્પી શકતી નથી પરંતુ તે તેની લાગણીનું વધુ પ્રદર્શન કરે એવી મારી ઈચ્છા છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.અસુરક્ષાની ભાવનાને કારણે તમારા મગજમાં એક પ્રકારનો ડર ભરાઈ ગયો છે તમારે આ ડર દૂર કરી નચિંત થવાની જરૂર છે તમારા બોય ફ્રેન્ડમાં વિશ્વાસ રાખો તે તમને બધુ ઠીક છે એમ કહે છે પછી તમે શા માટે ડરો છો દરેક વ્યક્તિનો સ્વભાવ જુદો જુદો હોય છે કોઈને લાગણીનું પ્રદર્શન કરવું ગમે છે તો કોઈને આમ ગમતું નથી તેનો સ્વભાવ બદલવાની જીદ મૂકી દો અને તમારા તરફથી સંપર્ક જાળવવાનો પ્રયાસ કરો.

સવાલ.હું 43 વર્ષનો છું મને બે સંતાન છે મારી સમસ્યા એ છે કે મને પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા થતી નથી ઈચ્છા થાય તો તે પાંચ મિનિટ સુધી જ ટકે છે આ પરિસ્થિતિ બે વર્ષથી છે આ કારણે અમારું લગ્નજીવન મુશ્કેલીમાં આવી પડયું છે યોેગ્ય સલાહ આપશો.

જવાબ.કેટલીક વાર એકરૂપતાને કારણે પણ આમ થાય છે આથી તમારે એકબીજા સાથેના વર્તનમાં બદલાવ લાવવાની જરૂર છે સાથે સમય પસાર કરો ફરવા જાવ.

શક્ય હોય તો કોઈ હિલસ્ટેશન પર ફરવા જાવ લગ્નની શરૂઆતના દિવસો યાદ કરો તેમ જ તમારી જાતને આકર્ષક રાખવાનો પ્રયાસ કરો. આવો તબક્કો ઘણાના જીવનમાં આવે છે લગ્નની શરૂઆતના દિવસોમાં જે રીતે વર્તતા હતા એ રીતે વર્તો એકરૂપતા દૂર થતાં જ તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

સવાલ.હું 19 વરસનો છું મારે આઠ-નવ છોકરીઓ સાથે શારી-રિક સંબંધ છે મારી ગર્લફ્રેન્ડ સાથે સે-ક્સ માણતી વખતે મારી કોન્ડોમ ફાટી ગઈ હતી આ પછી મારા લિંગના ઉપરના હિસ્સામાં ખંજવાળ અને બળતરા થાય છે યોગ્ય સલાહ આપશો.

જવાબ.એકથી વધારે યુવતી સાથે સે-ક્સ માણવાથી થતા ગંભીર પરિણામો પર એક નજર ફેરવી લેશો આ સમસ્યા રબરની એલર્જી કે યોનિના ઈન્ફેક્શનની કારણે હોઈ શકે છે ચિંતા કરવાની જરૂર નથી તમારા ફેમિલી ડોક્ટરને દેખાડી ઉપચાર કરવાથી ઠીક થઈ જશે.

સવાલ.મારી ઉંમર 28 વર્ષ છે હું અને મારી ગર્લફ્રેન્ડ ઓરલ સે-ક્સ પ્રિફર કરીએ છીએ ઓરલ સે-ક્સથી કેવા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે?

જવાબ.ઓરલ સે-ક્સને કારણે એકતરફ બે વ્યક્તિ એકબીજા સાથે ઇમોશનલી જોડાય છે તો બીજીતરફ માનસિક તણાવથી મુક્તિ પણ મળતી હોય છે પુરુષો અને મહિલાઓ એમ બંને માટે ઓરલ સે-ક્સની સેફ્ટીનો આધાર પાર્ટનર્સની હેલ્થ પર રહેલો હોય છે.

એટલે કે તે સંપૂર્ણરીતે સુરક્ષિત છે તેવું તો ના જ કહી શકાય ચાલો અહીં તેના જોખમો વિશે જાણીએ જો ફીમેલ પાર્ટનરની વજાઇનામાં યીસ્ટ ઇન્ફેક્શન હોય તો તેની સાથે ઓરલ સે-કસ કરવાથી મેલ પાર્ટનરને પણ યીસ્ટ ઇન્ફેક્શન થઈ શકે છે.

ઓરલ સે-ક્સ કરતી વખતે સ્વચ્છતાનો ચોખ્ખાઈનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ ઓરલ સે-ક્સના કારણે પૈપીલોમા નામના કેન્સરનો વાઇરસ મોઢા અને ગળાનું કેન્સર પણ ફેલાવે છે જો એકથી વધુ પાર્ટનર સાથે ઓરલ સે-ક્સ કરવામાં આવે તો એનાથી મોઢાનું કેન્સર થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે જો કોઈ એક પાર્ટનરને ઇન્ફેક્શન હોય તો બીજાને પણ એ ઇન્ફેકશન થઈ શકે છે.

સવાલ.મારા લગ્ન છ મહિના પૂર્વે થયા છે અમારા વેવિશાળ પણ લગભગ એકાદ વર્ષ રહ્યા હતા તે સમયે મને લાગતું હતું કે આવો પતિ મેળવવા માટે હું ઘણી ભાગ્યશાળી છું પરંતુ હવે મારો આ ભ્રમ ભાંગી ગયો છે.

મારા પતિ અસલામતી ભાવનાથી પીડાય છે પોતાના લાભ માટે અને મારી સામે સારા થવા તેઓ જૂઠું બોલતા પણ અચકાતા નથી તેમનો સ્વભાવ સુધરશે નહીં તો મને ડર છે કે હું અમારું લગ્નજીવન ટકાવી શકીશ નહીં તેમની ખોટું બોલવાની આદત મારે કેવી રીતે છોડાવવી?

જવાબ.તમને લાગતું હતું કે તમારા પતિ સર્વગુણસંપન્ન છે પરંતુ તેમનો વિચાર અલગ હતો મને લાગે છે કે તમારા પતિ તમારું અપમાન કરવા નહીં પરંતુ તમે નિરાશ ન થાવ એ માટે ખોટું બોલે છે.

તમારા પતિમાં એ વાતનો વિશ્વાસ જગાડો કે તેમનામાં રહેલી ત્રૃટીને સ્વીકારીને તમે તેમને પ્રેમ કરો છો તેમના બનાવટી જુઠાણાને રાઈનો પહાડ બનાવવાનો પ્રયત્ન કરો નહીં આમ કરવાથી તેમની અસલામતીની લાગણી વધી જશે અને તેઓ વધુ અસત્ય બોલશે આટલી ક્ષુલ્લક બાબતમાં છૂટાછેડા લેવાનો વિચાર કરવો એ મુર્ખામી છે.

Advertisement