મારી દીકરીની ઉંમર 15 વર્ષની છે, તે બાર વર્ષની હતી ત્યારથી માસિકની શરૂઆત થઇ છે, છેલ્લા છ મહિનાથી તેનું માસિક બંધ થઇ ગયું છે શું કારણ હશે….

સવાલ.મારી ઉંમર ૬૮ વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.

Advertisement

જવાબ.બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.

સવાલ.મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે. છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે. હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે@ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સે@ક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.

જવાબ.ના સે@ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે@ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો. રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો.

સવાલ.હું અને મારો બોયફ્રેન્ડ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તે હંમેશાં મને ૬૯ પોઝિશન કરવા માટે આગ્રહ કરે છે, મારે જાણવું છે કે શું તે કરી શકાય અમે હજી મેઇન સે@ક્સ નથી કર્યું, પણ એકબીજાને એમજ સંતોષ આપીએ છીએ. ૬૯ પોઝિશનથી ગર્ભ તો ન રહેને.

જવાબ.૬૯ પોઝિશનમાં પણ સે@ક્સ નથી કરવાનું હોતું. તમને ખબર જ હશે કે તમારા પ્રજનન અવયવો એકબીજામાં મળતા નથી. તેથી ગર્ભ રહેવાનો પ્રશ્ન જ નથી. જો તમે બંને કમ્ફર્ટેબલ હોવ તો આ પોઝિશન કરી શકાય. તેનાથી ગર્ભ નથી રહેતો, કારણ કે તેમાં પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવવાની નથી હોતી. પણ જ્યાં સુધી લગ્નસંબંધ ન બંધાયા હોય ત્યાં સુધી શારીરિક નિકટતા કેળવવી ભયજનક રહે છે, માટે જે પણ પગલું ભરો તે સમજીવિચારીને ભરવું જોઇએ.

સવાલ.હું અગિયારમા ધોરણમાં ભણું છું, મારો એક મિત્ર ઘણી વાર મને અડે ત્યારે મને ખૂબ રોમાંચ ફીલ થાય છે. હું એવું ઇચ્છું છું કે તે વધારે ને વધારે મને ટચ કરે. મારે જાણવું છે કે શું તે પ્રેમ છે.

જવાબ.પ્રેમ કરતાં આ ઉંમરમાં ઓપોઝિટ શારીરિક આકર્ષણ વધારે થતું હોય છે. તમને પણ એવું જ થયું છે. આ એઇજમાં પ્રેમનો વિચાર કરવાને બદલે ભણવા ઉપર વધારે ધ્યાન આપો, તે વધારે યોગ્ય રહેશે. નહીં તો તમે તમારા ક્લાસનાં બીજાં બાળકો કરતાં પાછળ રહી જશો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૨૦ વર્ષ છે. અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. જોકે, અમારે હમણાં બાળક નથી જોઈતું, પણ મારો પ્રોબ્લેમ એ છે કે મારી પત્નીને છેલ્લા ત્રણ મહિનાથી માસિક આવતું બંધ થઇ ગયું છે. અમે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી જોયો પણ નેગેટિવ જ આવે છે. અમે ઘણીવાર ટેસ્ટ કર્યાં છે, પણ નેગેટિવ જ આવે છે. તો માસિક બંધ થવાનું કારણ શું હશે? શું મારી પત્ની ગર્ભવતી હશે? શું અમારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ.ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ટેસ્ટ કરીએ તો સ્ત્રી ગર્ભવતી હોય તો પણ નેગેટિવ રિપોર્ટ આવતો હોય છે. પણ તમારી વાત પરથી લાગે છે કે તમે એકથી વધારે વાર આ ટેસ્ટ કર્યો હશે. અને આ તમામ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવતા હોય તો બને કે પત્ની ગર્ભવતી નહીં હોય. પણ બીજી ચિંતાની વાત એ છે કે માસિક આવતું બંધ થઇ ગયું છે.

આ માટે તમારે ચોક્કસ કોઇ સારા ગાયનેકને બતાવવું જોઇએ, કેમ કે આગળ ઉપર પણ જ્યારે તમારે બાળક રાખવું હશે ત્યારે જો માસિક રેગ્યુલર હશે તો બાળક રહેવામાં બીજી કોઇ તકલીફ નહીં થાય અને જો માસિક નિયમિત નહીં હોય તો ગર્ભ રહેવામાં જરૂર તકલીફ થઈ શકશે, માટે આ અંગે ગાયનેક પાસે ચેકઅપ કરાવડાવીને યોગ્ય ઉપાય જાણી લો.

સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડની ઉંમર ૨૫ વર્ષ છે. તે મારા કરતાં બે વર્ષ મોટી છે તો શું આ કારણે અમને શારી-રિક સંબંધમાં કોઇ તકલીફ થઇ શકે? શું હું તેની સાથે સે@ક્સ કરું તો તેને સંતોષ મળશે? કે ઉંમરમાં રહેલા તફાવતને કારણે કોઇ સમસ્યા નડશે?

જવાબ.અહીં એક વાત તમને જણાવું કે માત્ર મજા માટે લગ્ન પહેલાં ક્યારેય શારી-રિક સંબંધ ન બાંધવો જોઇએ. રહી વાર ઉંમરના ગેપની તો આપણી સામે એવા કેટલાંય દાખલા છે કે જેમાં પત્નીની ઉંમર પાંચથી દસ વર્ષ મોટી હોય તો પણ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ હોય. સે@ક્સને અને ઉંમરના ગેપને કોઇ જ સંબંધ નથી. તમે જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે શારી-રિક સુખ મેળવવાનું મન થાય અને તેમાં ઉંમરનો તફાવત કોઇ જ તકલીફ નથી ઊભો કરતો.

સવાલ.મારી દીકરીની ઉંમર ૧૫ વર્ષ છે. તે બાર વર્ષની હતી ત્યારથી માસિકની શરૂઆત થઇ છે. જ્યારથી માસિકની શરૂઆત થઇ ત્યારથી જ અનિયમિત હતું અને અત્યારે પણ અનિયમિત છે. છેલ્લા છ મહિનાથી બંધ થઇ ગયું છે. તો શું મારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ.છોકરીને જ્યારે માસિકની શરૂઆત થાય ત્યારે જો તેનો શારી-રિક બાંધો પાતળો હોય તો માસિક અનિયમિત રહેતું હોય છે. જોકે દરેક કેસમાં આ કારણ નથી હોતું. ઘણીવાર છોકરીઓનું વજન સાવ ઓછું હોય તો આ તકલીફ થતી હોય છે. પાતળી કાયાવાળી છોકરીઓના પ્રમાણમાં તંદુરસ્ત કાયા ધરાવતી દીકરીઓને માસિક મોડું શરૂ થતું હોય છે. પણ આ વાત વિશે ગંભીર બનીને તમારે ડોક્ટરને બતાવવું જોઇએ, કેમ કે ઘણીવાર આ અનિયમિતતા લાંબો સમય સુધી રહેતા આગળ ઉપર દીકરીઓને તકલીફ થતી હોય છે. માટે આ અંગે સમય વેડફ્યા વગર એકવાર ગાયનેકને ચોક્કસ બતાવી દેવું જોઇએ.

સવાલ.મારી ઉંમર ૪૪ વર્ષ છે. પત્નીની ૪૨ વર્ષ છે. પત્નીને હાલ માસિક અનિયમિત આવે છે. અમને લાગે છે કે તેનો મેનોપોઝ પીરિયડ શરૂ થઇ ગયો છે, કેમ કે એકવાર માસિક આવે અને તે પણ સાવ થોડું, ત્યારબાદ ત્રણથી ચાર મહિનાનો સમય જતો રહે છે. હાલ છ મહિનાથી તેને માસિક નથી આવ્યું, તો મારે જાણવું છે કે શું હવે અમે લોકો કોન્ડોમ વગર સે@ક્સ માણી શકીએ? કે હજી પણ ગર્ભ રહેવાનો ભય રહે?

જવાબ.સળંગ એક વર્ષ સુધી માસિક ન આવે તો કો-ન્ડોમ વગર સંભોગ કરી શકાય. હજી કો-ન્ડોમ વગર સં@ભોગ કરવામાં ગર્ભ રહી જવાનો ભય રહેશે, માટે હમણાં કો-ન્ડોમનો ઉપયોગ કરવો. અને જો એવું લાગે તો એકવાર ગાયનેકને બતાવી દો. એમ કરવાથી તમને ખાતરીથી ખબર પડી જશે કે પત્નીને મેનોપોઝ આવી ગયું છે કે નહીં.

Advertisement