શું ગર્ભ રહે એ માટે જરૂરી છે કે મહિલા ચરમ સુખ સુધી પહોંચે?…

સવાલ.હું 28 વર્ષની પરિણીતા છું પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ પીઠ ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે.

Advertisement

અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે આ વિશે તમારો શું અભિપ્રાય છે?હું સંયુક્ત કુટુંબમાં રહું છુ એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે અત્યારે મારું વજન 45 કિલો છે.

જવાબ.સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો તમારાં શારી-રિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે.

જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો તેમાં ચળ પણ આવતી હતી તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે.

આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે પ્લીઝ આનો ઉપયાત જણાવો.

જવાબ.જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા ક્લાઇટેરિસ છે તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે.

જે તેને સંવેદનશીલ બનાવે છ કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.

સવાલ.મારા પતિની સમસ્યા એ છે કે તેમને જનનાંગના આગળના ભાગમાં ત્વાચાની નીચે સફેદ રંગનો ઘટ્ટ પદાર્થ જામી જાય છે જો તેને સાફ કરી નાખવામા આવે તો સ્થિતિ સામાન્ય થઈ જાય છે નહીંતર ખૂબ બળતરા થાય છે અને થોડી વાસ પણ આવે છે આ સમસ્યાથી અમે બંને પરેશાન છીએ તેમાંથી છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય બતાવો.

જવાબ.આ સફેદ દુર્ગંધયુક્ત પદાર્થ જેને કારણે તમે ચિંતિત છો તે સ્મેગમા છે હકીકતમાં આ એક પ્રકારનો શિશ્ન મળ છે જે તે ભાગની સપાટી પરના કુદરતી રીતે તૂટતા કોષમાંથી બને છે આનાથી છુટકારો મેળવવા માટેની સૌથી સરળ રીત એ છે કે પતિ દરરોજ સ્નાન કરતી વખતે શરીરના બીજા અંગોની જેમ જનનાંગની સ્વચ્છતા તરફ પણ પૂરું ધ્યાન આપે આટલી સાવધાની રાખશો તો જરૂર આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

સવાલ.શું ગર્ભાવસ્થા માટે સ્ત્રી પણ પરાકાષ્ઠાએ પહોંચે તે જરૂરી છે?

જવાબ.પ્રેગ્નન્સી માટે સ્ત્રી પરાકાષ્ઠાએ પહોંચે એ બિલકુલ જરૂરી નથી ખરેખર સહવાસની બે બાજુઓ છે પ્રથમ આનંદ મનોરંજન માટે અને બીજું સંતાન પ્રાપ્તિ માટે સે-ક્સ દરમિયાન આનંદ મેળવવા માટે ઈચ્છા હોવી સૌથી જરૂરી છે ઈચ્છામાંથી ઉત્તેજના આવે છે ઉત્તેજિત થયા પછી જ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ભીનાશ આવે છે જ્યારે આ ઉત્તેજના ચરમસીમાએ પહોંચે છે.

ત્યારે તેને ક્લાઈમેક્સ કહેવાય છે તે જ સમયે જ્યારે આપણે ગર્ભાવસ્થા વિશે વાત કરીએ છીએ ત્યારે આનંદની જરૂર નથી કે પરાકાષ્ઠાએ પહોંચવાની જરૂર નથી કોઈપણ રીતે પુરૂષના શુક્રાણુ સ્ત્રીના ઇંડા સુધી પહોંચે છે અને જો બંને મળે તો સ્ત્રી ગર્ભવતી બને છે હકીકત એ છે કે ગર્ભાવસ્થા અને પરાકાષ્ઠા એ સ્ત્રીઓના જાતીય જીવનના જુદા જુદા પાસાઓ છે.

સવાલ.હું ત્રણ બાળકોની માતા છું લગ્ન પહેલાં મારા પતિને એક પરિણીત સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતો તે બંને એક વખત શહેર છોડીને ભાગી પણ ગયા હતા આ બધું મારા પતિએ પોતે મને જણાવ્યું હતું અને સોગંદ ખાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે.

તેમણે લગ્ન પછી પોતાનું વચન પાળ્યું અને મને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપ્યો તે સ્ત્રી મારા દિયરની પાડોશણ છે એટલે અવારનવાર તેની સાથે મારો સામનો થાય છે તેને જોતાં જ મારું લોહી ઉકળી જાય છે અને હું બધો ગુસ્સો પતિ પર ઉતારું છું તેમની સાથે ઝઘડું છું પછી વિચારું છું કે મારે કારણ વગર પતિ પર ગુસ્સે ન થવું જોઈએ પરંતુ મારી જાત પર કાબૂ નથી રાખી શકતી શું આખી જિંદગી આમ જ વીતશે?

જવાબ.જો તમારા પતિ ઇચ્છત તો લગ્ન પહેલાની પોતાના અનૈતિક સંબંધની વાત તમારાથી છુપાવી શકતા પરંતુ તેમણે એવું નથી કર્યું તમને બધું જણાવી દીધું છે ઉપરાંત આ સંબંધ પર તેમણે પૂર્ણવિરામ મૂકી દીધું છે અને આટલા વર્ષો સુધી તેમણે તમને ફરિયાદનો એક પણ મોકો નથી આપ્યો આમ છતાં તમે તેમના પર ગુસ્સે થાવ છો તો એ સ્ત્રીસહજ ઇર્ષા છે.

તમારે જ પ્રયત્ન ખરીને તેમાંથી છુટકારો મેળવવો પડશે કોશિશ કરો કે બંને ત્યાં સુધી તે સ્ત્રીનો સામનો ન થાય તેથી દિયરના ઘરે ઓછા જાવ પતિ પર ગુસ્સે થવું કે ઝઘડવું બરાબર નથી જેમ બને તેમ ગૃહક્લેશથી બચો તમારી સમસ્યા તમે પોતે જ ઊભી કરેલી છે તેથી તેમાંથી છુટકારો તમારે જ મેળવવો પડશે.

Advertisement