ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ….

ગુજરાતમાં વરસાદ નું આગમન થઈ ગયું છે. ચોમાસુ હજુ મહારાષ્ટ્ર પહોંચ્યું છે પરંતુ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પછી, ગુજરાતમાં પણ ચોમાસું આગળ વધી રહ્યું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે 11 જૂને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગમાં પહોંચ્યું છે. ચોમાસુ કોંકણના મોટાભાગના ભાગોમાં, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટકના ભાગોમાં આગળ વધ્યું છે.

Advertisement

આગામી 48 કલાકમાં બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના ભાગો, કોંકણના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજ્યના રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ અને બોટાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતને અસર કરશે.

હાલ મહારાષ્ટ્ર અને મુંબઈમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી વાતાવરણ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે.

ભેજવાળા પવનો સાથે વરસાદી સિઝન રહેશે. ક્લાઈમેટ ચેન્જને કારણે તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. વરસાદી માહોલને કારણે માંગરોળ અને ચોરવાડના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જ્યાં સાત ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. સાથે જ માળીયા હાટીના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાં રસ્તા પર ખાડા પડી ગયા છે. સાથે જ બાળકો પણ પ્રથમ વરસાદમાં નહાવાની મજા માણી રહ્યા છે.

જેથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે.જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આથી ભક્તોએ અંબાજી મંદિરમાં આશરો લીધો છે. લગભગ એક કલાકથી વરસાદ પડી રહ્યો છે. જો કે ભારે પવન અને વરસાદના કારણે રોપ-વે સેવા ખોરવાઈ ગઈ હતી.બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે.

જેમાં નવલગઢ, ઉંબાડા, સીતાપુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશ છે. દિવસભર ભારે વરસાદ અને કરા પડ્યા બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.બરવાળા નગર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. બરવાળા તાલુકાના ચોકડી, ભીમનાથ, નભોઇ, પીપરીયા, બેલા, ખાંભડા, રામપરા, કાપડીયાળી, નવાડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.

વરસાદથી સમગ્ર તાલુકામાં ઠંડક પ્રસરી છે. વલસાડ જિલ્લાના 3 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. વલસાડ અને ધરમપુર બાદ કપરાડામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કપરાડા રાજ્યના ચેરાપુંજીમાં વરસાદની ઋતુમાં પ્રકૃતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું છે. લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે.

Advertisement