આવનાર 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ….

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એંટ્રી થઈ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના સુબીરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો.તો ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

Advertisement

તાપીના કુકરમુંડામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં દોઢ ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઈંચ, વલસાડના ધરમપુરમાં એક ઈંચ, જૂનાગઢ શહેરમાં એક ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. હવે રાજ્યમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે. કારણ કે ગઈ કાલે મુંબઈમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે કહેવાય છે કે મુંબઈમાં વરસાદ પડશે તો ગુજરાતમાં વરસાદ નહીં પડે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ વતી માછીમારોને 14 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે આ સિવાય તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.

સવારથી જ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. એસજી હાઈવે, રાણીપ, વસ્ત્રાપુર જેવા વિસ્તારો અને નિકોલ, બાપુનગર જેવા પૂર્વ વિસ્તારોને અસર થઈ હતી.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસું સત્તાવાર રીતે શરૂ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડ્યો હતો. ડાંગના સુબીર તાલુકામાં 2.5 ઈંચ, આહવા તાલુકામાં 16 મીમી જ્યારે ધરમપુર અને કપરાડામાં પણ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીના વચ્ચે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં આવી પહોંચી છે. હવામાન વિભાગે આપેલ તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા તળેટીના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

Advertisement