હસ્ત-મૈથુન કર્યા પછી મને વારંવાર વૉશરૂમ જવું પડે છે, દરેક વખતે એવું લાગે છે કે પેશાબ આવવાનો છે પણ આવતો નથી, શું કારણ હશે?…

સવાલ.મારી ઉંમર 18 વર્ષની છે મને એક 30 વર્ષીય પુરુષ સાથે પ્રેમ છે હું મારી ઉંમર કરતા વધુ પરિપકવ છું મારા કુટુંબ અને મિત્રોને વિશ્વાસ ઉપજે એ માટે મારે શું કરવું?

Advertisement

જવાબ.30 વરસનો કોઈ પણ પુરુષ 18 વર્ષની યુવતીને પ્રેમ કરતો હોય તો જરૂર તે પુરુષ માનસિક રોગી હોવો જોઈએ તેની સમસ્યા તેમજ રોગને તમારા માથાનો દુઃખાવો બનાવો નહીં મને સમજ નથી પડતી તમારા પિતા જેટલી ઉંમરના પુરુષને તમે પ્રેમ કેવી રીતે કરી શકો છો શક્ય હોય તેટલી ઝડપથી આ સંબંધનો અંત આણો તમારા માતા-પિતા કે મિત્રોને વિશ્વાસ ઉત્પન્ન કરવાના પ્રયાસ કરવાની કોઈ જરૂર નથી આ પ્રેમ નથી ક્ષણિક આવેગ છે તમારી ઉંમરના યુવકો સાથે મૈત્રી કરો આ ઉંમરમાં તમે પરિપકવ છો એ તમારો ભ્રમ છે.

સવાલ.મારા પતિ સાથેના મતભેદને કારણે હું આઠ મહિનાથી તેમનાથી અલગ રહું છું આ સમય દરમિયાન અમે એકબીજાના સંપર્કમાં નથી મારે છૂટાછેડાનો કેસ દાખલ કરવો હોય તો શું કરવું?શું કોર્ટ બહાર છૂટાછેડા લેવા શક્ય છે આ માટે કેટલા વખત સુધી અલગ રહેવું પડે છે?શું છૂટાછેડા માટે બંને પક્ષ તૈયાર હોવી જોઈએ?મારા આઠ વર્ષના પુત્રનો કબજો કોને મળશે?

જવાબ.બંનેની સમંતી સાથે છૂટાછેડાનો કેસ ફેમિલિ કોર્ટમાં હિંદુ લગ્ન ધારાના સેકશન ૧૩વી હેઠળ કેસ માંડી શકાય છે આ ધારા હેઠળ એક વર્ષ સુધી અલગ રહેવાની જરૂર તેમજ પિટિશન ફાઈલ કર્યા પછી છ મહિનાનો સમય લાગે છે તમારા પુત્રની કસ્ટડી તેમજ આર્થિક જોગવાઈ અંગે તમારે અને તમારા પતિએ ચર્ચા કરી નક્કી કરવાનું રહે છે કોર્ટ બહાર છૂટાછેડા આપવાની સત્તા કોઈ પાસે ન હોવાથી આ મામલો ફેમિલિ કોર્ટમાં જ દાખલ કરવો પડે છે આમ છતાં તમે કોઈ સારા વકીલની સલાહ લઈ આગળ પગલાં લેવાનું નક્કી કરો.

સવાલ.મેં મારા પતિથી છૂટાછેડા લીધા છે મને ત્રણ વર્ષનો પુત્ર છે છેલ્લાં દોઢ વર્ષથી હું એક પરિણીત પુરુષના પ્રેમમાં છું અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ પરિણિત પુરુષના પ્રેમમાં પડી હું ખોટું કરી રહી છું એનો ડંખ મને છે પરંતુ હું તેના વગર રહી શકું તેમ નથી મહેરબાની કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.અત્યારે તમારી હાલત જોતા તમે આ પુરુષ સાથેના સંબંધ તોડી શકો એમ મને લાગતું નથી પરંતુ વહેલા મોડા તમારે આ સંબંધમાંથી મુક્ત થયે જ છૂટકો કારણ કે તમારો પ્રેમી તેની પત્ની અને સંતાનોને છોડી તમારી સાથે કાયમી સંબંધ બાંધશે એ વાત શક્ય નથી આમ પણ બીજાનો ઘરસંસાર ભાંગી પોતાનું સુખ મેળવવાનો વિચાર ઉચિત નથી બીજું જે પુરુષ તેની પત્નીને વફાદાર રહી શકતો નથી તે તેમને વફાદાર રહે એ વાતમાં માલ નથી મારી સલાહ એ છે કે તમારે યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લેવા.

સવાલ.મને હસ્તમૈથુન કર્યા પછી વારંવાર વૉશરૂમ જવાનું મન થાય છે દરેક વખતે એવું લાગે કે પેશાબ આવવાનો છે પણ તે આવતો નથી કૃપા કરીને મદદ કરો.

જવાબ.આ કિસ્સામાં બે વસ્તુઓ થઈ શકે છે વારંવાર પેશાબ કરવાની અરજનું પ્રાથમિક કારણ ચેપ હોઈ શકે છે આ માટે તમારા પેશાબની તપાસ કરાવો સારી લેબમાંથી રૂટિન કલ્ચર-કોલોની કાઉન્ટ સેન્સિટિવિટી ટેસ્ટ કરાવો જો ટેસ્ટમાં ઈન્ફેક્શન બહાર આવે તો સંપૂર્ણ સારવાર કરાવો આ સમસ્યાનું બીજું કારણ અનિયમિત હસ્તમૈથુન હોઈ શકે છે તેને નિયમિત બનાવવાનો પ્રયાસ કરો ઉદાહરણ તરીકે જો તમે 4 દિવસમાં એકવાર કરો છો તો તે જ કરો અને જો તમે 15 દિવસમાં કરો છો તો આ અંતરાલ જાળવી રાખો સાવચેતી તરીકે તમારે હસ્તમૈથુન પહેલા પેશાબ કરવો જોઈએ.

સવાલ.હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની ઉંમરની વિદ્યાર્થીની છું મારા પિતા શિક્ષક છે તેમના 40 વર્ષ ઉંમરના એક શિક્ષક મિત્ર છે જે હમેશાં અમારે ઘરે જતા આવતા હતા તેઓ પરિણીત અને ચાર બાળકોના પિતા હતા તેઓ મને તેમના તરફ આકર્ષિત કરવામાં સફળ થયા એ સમયે હું અણસમજુ હતી કારણ કે તે સમયે હું માત્ર 13 વર્ષની કિશોરી હતી તેઓ મારા અંગોનોે સ્પર્શ કરતાં અને તેની સાથે રમતાં મને આ ગમતું પણ હતું. હું તેમના તરફ ઢળવા લાગી.

એક દિવસ તેઓ મને તેમના ઘરે લઈ ગયા. મારી સાથે શારી-રીક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો પણ સફળતા મળી શકી નહીં તેમણે કેમેરા દ્વારા મારી ઘણી અર્ધનગ્ન તસવીરોે ખેંચી. તેઓ હમેશાં મને તેમના ઘરે બોલાવતા મારી સાથે અશ્લીલ હરકતો કરતા. વરસો સુધી આ ચાલતું રહ્યું આ સમય દરમિયાન તેમણે અનેક વાર શારીરિક સંબંધ બાંધવાનો અસફળ પ્રયાસ કરી જોયો મારા ભાઈના ૨૮ વર્ષના મિત્ર મને ટયુશન આપવા આવતા.

અમારી વચ્ચે પ્રેમ થયો. શારી-રિક સંબંધ પણ બાંધ્યો. અમે બંને લગ્ન કરવાની ઈચ્છા રાખતાં હતાં. પરંતુ આ વાત બની શકી નહીં મારી સગાઈ બીજે કરાઈ. લગ્ન પછી જો મારા પિતાના શિક્ષકમિત્ર મારા અર્ધનગ્ન ફોેટા મારા સાસરામાં બતાવે અને ગરબડ પેદા કરે તો?આ વિચાર આવતાં હું ભારે ગભરાટ અનુભવું છું. તે વ્યક્તિ પાસેથી મારા પેલા ફોટા પાછા કેવી રીતે લેવા એ માટે યોગ્ય સલાહ આપશો.

જવાબ.તમારે તમારા બાપુજીને નિખાલસાથી આ વાત કહેવી જોઈએ. એવું પણ બને કે વાત સાંભળી તમારા પિતા તમને મારઝૂડ પણ કરે ખરાં, પરંતુ આખરે તેઓ તમને મદદ તો કરશે જ તેમની સાથે કામ કરતા શિક્ષક પાસેથી પેલા ફોટા તથા નેગેટિવિ મેળવી શકશે તમે તમારા પિતાજીને સાફ શબ્દોમાં કહી દો કે તેમના શિક્ષક મિત્રે તમને બરબાદ કરવા માટે કેવા પ્રયાસ કર્યા હતા અને તમને અંધારમાં રાખ્યા હતા.

Advertisement