હું 23 વર્ષની યુવતી છું, મે એક યુવક સાથે શારી-રિક સંબંધ બાંધ્યા છે પણ હવે તે મારી સાથે લગ્ન કરવા માંગતો નથી, હું શું કરું…

સવાલ.હું 55 વર્ષનો છું મારી પત્ની 50 વર્ષની છે તેને ડાયબિટિસ અને બીપીની સમસ્યા છે મારી પત્ની તેની ઇચ્છા હોય ત્યારે મને સં-ભોગ કરવા દે છે પરંતુ મારી ઇચ્છા હોય ત્યારે તે રાજી થતી નથી અમારી વચ્ચે મનમેળ સારો છે છોકરાઓ પણ પરણીને અલગ રહે છે આ સિવાય બીજું કોઇ ટેન્શન નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.આ માટેનો એક જ ઉપાય છે અને એ વિચાર છે વાતચીત વાતચીત દ્વારા તમારે બંનેએ કોઇ સમાધાન શોધવાની જરૂર છે અગત્યની વાત સંતોષ છે તમને બંનેને સંતોષ મળે એવો કોઇ ઉપાય શોધી કાઢો સમાગમમાં માટે બંને પક્ષની મરજી હોવી જરૂરી છે.

સવાલ.હું 32 વર્ષનો છું હું સારું કમાઉં છું વર્ષોથી આ કોલમમાં આવતી ઘણી વાતોને મેં મારા જીવનમાં ઉતારી છે અને હું ઘણું શીખ્યો પણ છું મારી સમસ્યા એ છે કે મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે કેટલાક વર્ષ પૂર્વે અમારા વચ્ચે પ્રેમની અફવા ઊડી હતી પરંતુ તે સમયે મને તેના પર પ્રેમ નહોતો હમણા તે બીજે રહે છે.

હું તેને ન મળું ત્યારે મને તેના જ વિચાર આવે છે તેની યાદ મારો પીછો છોડતી નથી તે મને મળે છે ત્યારે ઘણી ખુશ થાય છે શું મને પ્રેમ થયો હશે?એ મને પ્રેમ કરે એ માટે મારે શું કરવું?ચોમાસામાં મારી વૃષણ કોથળીની આસપાસની ચામડી લાલ થઇ જતા મેં ડેટોલનો ઉપયોગ કર્યો હતો શું આ કારણે ત્યા વાળ ન ઉગે?શું એની કોઇ આડઅસર થાય?

જવાબ.ગાઢ મૈત્રી પ્રેમમાં ફેરવાઇ શકે છે તમને એ યુવતી સાથે પ્રેમ થયો હોવાની શક્યતા છે તે તમને પ્રેમ કરે છે કે નહીં એ જાણવા માટે તમારે તેને આ બાબતે પૂછવું પડશે શક્ય છે કે તે તમને પ્રેમ ન કરતી હોય અને સારો મિત્ર માનતી હોય તમે એના પ્રત્યે ગંભીર હો અને લગ્ન કરવા માગતા હો તો તમારે હિંમત કરીને તેના વિચારો જાણવા જ પડશે તમને શરમ આવતી હોય તો તમો તમારા બંનેના કોઇ કોમન મિત્રની સહાય લઇ શકો છો.

હા તેનો નકાર સાંભળવાની પણ તૈયારી રાખજો અને આમ હોય તો નિરાશ થવાની જરૂર નથી તમારા નસીબમાં એનો સાથ નહીં હોય તો તમે ગમે તેટલું મથશો તો પણ તે તમને નહીં મળે આથી તે ના પાડે તો તેને એક મિત્ર તરીકે સ્વીકારી તમારી જિંદગીમાં આગળ વધી જજો તમારી બીજી સમસ્યાની વાત કરીએ તો એની સાથે ડેટોલને કોઇ સંબંધ નથી કોઇ સારા ડૉક્ટરની સલાહ લો.

સવાલ.હું 24 વર્ષનો કુંવારો છું મને 35 વર્ષની પરિણિત અને ત્રણ સંતાનની માતા સાથે પ્રેમ છે મારા ઘરના સભ્યો આથી વિરુધ્ધ છે અને તેઓ મને બીજે પરણાવવાની તૈયારી કરે છે હું તેના વગર રહી શકું તેમ નથી એ મને નહીં મળે તો હું આત્મહત્યા કરીશ પરંતુ બીજી છોકરી સાથે લગ્ન નહીં કરું બળજબરીથી મને પરણાવી દેવામાં આવશે તો હું તેને પૂરેપૂરો સાથ આપી શકીશ નહીં મને યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.તમારે વાસ્તવિક દુનિયામાં આવવાની જરૂર છે તમારા પરિવારનો વિરોધ યોગ્ય છે એક તો તમારી ઉંમર ઘણી નાની છે આ ઉંમરમાં આવી નાદાનિયત થઇ શકે છે આત્મહત્યા કરવાનો અને બીજી યુવતીને સાથ ન આપવાનો વિચાર બકવાસ છે તમારી પ્રેમિકા સાથે તમારું કોઇ ભવિષ્ય નથી તમારું જીવન બરબાદ કરવાને બદલે તેને છોડી દો.

અને તમારા માતા-પિતાની મરજીની યુવતી સાથે લગ્ન કરી લો સમય દરેક દરદની દવા છે તમારા સંસારમાં પડતા જ તમે તેને ભૂલી જશો બીજુ તેને ત્રણ સંતાન છે એક તો તમારી વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે આ વાત ભવિષ્યમાં બાધારૂપ બની શકે છે નાદાની છોડી વાસ્તવિકતા સ્વીકારી લો અને એ સ્ત્રીને ભૂલી જાવ.

સવાલ.મારી ઉંમર ૨૯ વર્ષની છે મારા આવતા મહિને મૅરેજ થવાના છે છેલ્લા ચાર વર્ષના પિરિયડમાં મેં પુષ્કળ મૅસ્ટરબેટ કર્યું છે દિવસમાં બેથી ત્રણ વાર હું પ્લેઝર માટે મૅસ્ટરબેટ કરતો મને લાગે છે કે મને રિયલ સે-ક્સ કરતાં પણ મૅસ્ટરબેશનમાં વધારે આનંદ આવે છે જોકે હમણાં મેં વાંચ્યું કે વધારે મૅસ્ટરબેશનથી સ્પર્મની માત્રા ઘટી જાય અને એને લીધે બાળક બનવાની શક્યતા પણ પુરુષની ઘટી જાય હવે મને ડર લાગે છે કે હું ફાધર નહીં બની શકું મારે મારી સ્પર્મ ક્વૉન્ટિટી વધારવા માટે શું કરવું જોઈએ મને મેડિસિન સજેસ્ટ કરશો મેં મૅસ્ટરબેશન બંધ કરી દીધું હોવાથી સ્વભાવ ચીડિયો રહે છે.

જવાબ.મૅસ્ટરબેશન ખરાબ નથી નથી અને નથી જ આજે જ્યારે ટેક્નૉલૉજીથી માંડીને માહિતીના જબરદસ્ત સોર્સ કહેવાય એવા સોશ્યલ મીડિયાનો જમાનો આવી ગયો છે ત્યારે પણ મોટા ભાગના લોકો આ બાબત જાણતા નથી એ તો શરમજનક છે જ પણ વધારે ખેદજનક વાત એ છે કે આજનો ભણેલોગણેલો યંગસ્ટર્સ પણ આ જાણતો નથી સૌકોઈએ એક વાત મનમાં બરાબર સ્ટોર કરી લેવાની જરૂર છે કે મૅસ્ટરબેટશન નૉર્મલ અને સહજ પ્રક્રિયા છે એનાથી જાતે સંતોષ તો મેળવી જ શકાય છે પણ મનમાં જાગેલા સેક્સના વિચારોને પણ વાજબી રીતે શાંત કરી શકાય છે આ એક એવી પ્રક્રિયા છે.

જે સમાજમાંથી શારીરિક અડપલાં છેડછાડથી માંડીને વિકૃતિની ચરમસીમા સમાન રેપ જેવી શરમજનક ઘટનાઓમાં પણ ઘટાડો લાવવામાં નિમિત્ત બને છે મૅસ્ટરબેશનથી સ્પર્મ ઘટી જાય એવું હોતું નથી પેનિસ એ કંઈ શાહીનો ખડિયો નથી કે એમાં ઇન્ક ન હોય તો પેન ન ચાલે સ્પર્મ નિયમિત રીતે બને છે.

અને શારીરિક ખામી ન હોય તો પૂરતી માત્રામાં બને છે મૅસ્ટરબેશન ત્યારે ખરાબ ગણાય જ્યારે તમને એની લત લાગી જાય અને તમારી એ લતને લીધે તમે એને ફિઝિકલ પ્લેઝર ન આપો જેને સે-ક્સની જરૂરિયાત હોય મૅરેજ પછી પણ મૅસ્ટરબેશન કરવામાં કશું ખોટું નથી પણ શરત માત્ર એટલી જ કે એનાથી તમને સૅટિસ્ફેક્શન મળી જતું હોય પણ તમારું પાત્ર પ્લેઝરની બાબતમાં અતૃપ્ત રહી જતું હોય.

સવાલ.હું 23 વર્ષની નોકરિયાત યુવતી છું એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થયો હતો તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારી-રિક સંબંધ પણ બાંધ્યો હતો જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું હું તેને ઘણો પ્રેમ કરું છું યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.આ સંબંધ ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી શકો નહીં તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ તમને થશે એ યુવકને તેની કોઇ અસર થવાની નથી આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ છે.