આ ખેડૂતને માં મોગલે આપ્યો સતનો પરચો, ખેડૂતની 75 હજાર રૂપિયા ભરેલી બેગ અપાવી પાછી….

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.

Advertisement

પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.

માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.આજે અમે તમને માં મોગલના એક પરચા વિશે જણાવીશું. મોગલે એક ભેસાણ ના ખેડૂતને સાક્ષાત પરચો આપ્યો હતો. ભેસાણના એક ખેડૂત પોતાના ખેતરે બેસીને માયા ભાઈ આહીરે કરેલ માં મોગલના ડાયરાની કેસેટ સાંભળતા હતા. તે આ કેસેટ સાંભળીને તે ખુબજ પ્રભાવિત થઇ ગયા અને તેમનું એક 75 હજાર રૂપિયા ભરેલ બેગ ખોવાઈ ગયું હતું.

ત્યારે તેમને માં મોગલના ભગુડા મંદિરની યાદ આવી અને તેમને માનતા રાખી કે મારી 75 હજાર રૂપિયાની બેગ મને મળી જશે તો હું ભગુડા આવીને માનતા કરી જઈશ. તેમને એ બેગ મળી જાય છે અને તે મંદિરમાં આવેલા લોકોને કહી ને ગયા કે આ કળિયુગમાં માં મોગલ હાજર હજુર છે. કારણ કે શક્તિના પ્રમાણનું કોઈ મૂલ્ય ન હોઈ શકે. જે પણ લોકો માં મોગલની સાચા દિલથી માનતા માને છે.

માં મોગલ તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.આજની તારીખે પણ મોગલ ધામ માં એક રૂપિયાની પણ ભેટ કે સોગાત લેવામાં આવતી નથી.આ ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે, અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય. આ માં મોગલ ની માયા નથી તો શું છે.

માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે.માતા મોગલના પરચા અપરંપાર છે. ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.

Advertisement