હવામાન વિભાગની આગાહી, આવનાર 48 કલાક ગુજરાતમાં ભારે પવન સાથે પડી શકે છે ધોધમાર વરસાદ….

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં લોકો આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, સુરત, નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.

Advertisement

તો કેટલીક જગ્યાએ વરસી રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચી ગયું છે. જ્યારે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે. વરસાદની આગાહી સાથે રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધીમી ગતિએ થતી જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થયો છે. તે જ સમયે, રાજ્યના 28 તાલુકાઓમાં પણ છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરી છે.

આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. અને માછીમારોને 14 જૂન સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને દીવમાં આજે વરસાદ પડશે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદના તમામ છૂટાછવાયા વિસ્તારોમાં આજે સારો વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે.ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. આવી સ્થિતિમાં જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાના કારણે ખેડૂતો અને ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધારી, કુંકાવાવ અને બાબરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના કારણે નદી, નાળા વહેતા થયા હતા. સિઝનની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ પડ્યો હોવાના કારણે ધરતીપુત્રો ચોમાસા દરમિયાન પણ ખૂબ સારો વરસાદ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જ પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે જ રીતે સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં શુક્રવારે મધરાતે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકાની વાત કરવામાં આવે તો 14 MM વરસાદ નોંધાયો હતો અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો હતો.

સાથે સૌરાષ્ટ્રના વિસાવદર, ગીર ગઢડા અને વેરાવળમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતું અને આ વિસ્તારોમાં પણ મેઘ મહેર રસ્તા રસ્તા પરથી પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. ખેડૂતો પણ ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ થાય જેથી તેમને ચોમાસાની સિઝનમાં સારું એવું વળતર મળે.

Advertisement