હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ…

ગુજરાતમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાખે અમદાવાદમાં હાલ ભારે વરસાદ નહીં થાય તેવું જણાવવામાં આવ્યં છે. સોમવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

Advertisement

હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી સામાન્ય રીતે વરસાદ પડશે.

પરંતુ 3 દિવસ પછી પવન બદલાશે અને ભારે વરસાદ પડશે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પણ વરસાદી માહોલ માટે સજ્જ છે. રાજકોટ જીલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ મોટા ડેમની નીચે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સોમવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

આ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મુશળધાર વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સામાન્ય રીતે વરસાદ પડશે પરંતુ 3 દિવસ બાદ પવનની દિશા બદલાવાને કારણે ભારે વરસાદ પડશ.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલ કોઇ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ જે છે તે વધારે મજબૂત થઇ છે. જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો, અહીં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની કોઇ શક્યતા નથી. અમદાવાદ શહેરમાં પણ એકાદ- બે જગ્યાએ વરસાદ વરસવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે વલસાડ, દાદરનગર હવેલી સાથેના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે.

રાત્રે 10 વાગ્યા સુધી 11 જિલ્લામાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ચારેય પંથકમાં વરસાદની આગાહી. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે. છેલ્લા 12 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસી રહ્યા છે. સુરતના કામરેજમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે.

Advertisement