આવનાર 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે પડી શકે છે વરસાદ….

સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

Advertisement

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ગોત્રી, ભાયલી, અલકાપુરી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સાથે જ શહેરીજનોને ભારે બફારાથી રાહત મળી છે.

રાજ્યમાં વરસાદનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કચ્છ વિસ્તારોમાં વરસાદની આગાહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સિવાય, ગુજરાતમાં આજે રાજ્યના તમામ ભાગોમાં છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની ધારણા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, પાટણ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું હોય તેવા માહોલ દેખાઇ રહ્યો છે. ડાંગમાં 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.ડાંગના સુબિરમાં 24 કલાકમાં 57 મીમી વરસાદ નોંધાયો. સુબિરમાં વરસાદ થતાં નદીમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે.પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઇ છે..નાના કોતરોમાં નવા નીર વહેતા જોવા મળી રહ્યા છે. ડાંગના અન્ય તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ થયો છે.સુબિરમાં વીજ પડવાથી એક પાડાનું મોત થયું હતું પાદલખડી ગામે વીજળી પડી હતી.

મોરબી જિલ્લામાં આફત લઈને વરસાદ આવ્યો છે. જિલ્લામાં વરસાદને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. હળવદ તાલુકામાં દિવાલ ધરાશાયી થતાં 3ના મોત થયા છે. ખેતરમાં દિવાલ પાસે બેઠા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. મોરબી તાલુકાના ઝીકિયારી ગામે વીજળી પડતા મહિલાનું મોત પણ થયું છે. વર્ષા કિશોરભાઈ અદગામા નામની મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે. 16 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે. 17 જૂને પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રવિવારે વરસેલા વરસાદી આંકડાની વાત કરીએ તો જામનગરના કાલાવડમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં. રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી., કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો.

Advertisement