આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, આ વિસ્તારોમાં પડશે ભારે થી અતિભારે વરસાદ….

કર્ણાટકમાં આઠ દિવસથી અટકેલા ચોમાસાનો એક છેડો ગુજરાત પહોંચી ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 91 તાલુકામાં વરસાદ થયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 75 મિમી.

Advertisement

વરસાદ ખાબક્યો છે, જ્યારે આજે સવારે અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં સામાન્ય વરસાદ થયો છે.ગઈકાલે વલસાડના ઉમરગામમાં 22 મિમી., કપરાડામાં 31 મિમી., ધરમપુરમાં 25 મિમી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી.,કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિમી. વરસાદ પડ્યો હતો. જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત પહેલા છેલ્લા 5 દિવસથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. અમદાવાદ અને ખેડા સહિતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. જેના કારણે મોટાભાગના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે આણંદ, ખેડા, તેમજ મધ્ય ગુજરાતમાં ભરૂચ, સુરત અને વલસાડ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મોડલ મુજબ બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલથી વરસાદ ઓછો પડશે.

બીજી તરફ, ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન શનિવારે પશ્ચિમી તટે ગોવા, મુંબઈને પાર કરીને આગળ વધેલું ચોમાસું રવિવારે પણ ત્યાં જ અટકી ગયું. જોકે હવે એ ઝડપથી દક્ષિણ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દક્ષિણ રાજસ્થાન, ગુજરાતના અંદરના વિસ્તારો, પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન ઝાપટાં પણ શરૂ થઈ ગયાં છે.

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. અને આવતીકાલે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી પરંતુ મેઘરાજા એક દિવસની પણ રાહ જોયા વિના અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદીઓને પાણીથી તરબોળ કરી દીધા છે. ત્યાં જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા કોર્પોરેશનની પ્રી મુનસુન કામગીરીની પણ પોલ ખુલી ગઇ છે.

Advertisement