ગુજરાતમાં 5 દિવસ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો કયા કયા વિસ્તારોમાં રહશે વરસાદી માહોલ…

રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે, લગભગ તમામ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે. કેટલીક જગ્યાએ તો વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે.ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું જામી ગયું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી છે.

Advertisement

હવામાન વિભાગે દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની ભીતિ વચ્ચે માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જો કે બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાના રહેવાસીઓએ હજુ પણ વરસાદની રાહ જોવી પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની રમઝટ બોલાવવામાં આવી છે. ત્યારે આપણે અહીં જોઈશું કે ગઈકાલે રાજ્યના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ ધબડબડ બોલાવી હતી?નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો.

ઢુંઢ સહિત અનેક વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં હરખાની હેલી પણ વહી રહી છે. આ દિશામાં સૌરાષ્ટ્રમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને કારણે પોર્ટ રોડ પરની લાખો કંપનીઓ તબાહ થઈ ગઈ છે. ફાઈબર કંપનીઓમાં બનેલી બોટ અને ફરમા પડી ભાંગી.

રાજ્યમાં વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ગોંડલ, પોરબંદર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી માટે યોગ્ય વરસાદ થતાં ખેડૂતો ખેતીકામમાં લાગી ગયા છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ખાસ કરીને અમરેલીના સાવરકુંડલામાં વરસાદ પડ્યો છે. લીખાળા, વિજપડી, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં મેઘમહેરથી ખુશી જોવા મળી રહી છે. સારા વરસાદથી ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. બીજી તરફ જૂનાગઢના સાસણગીરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે.

જૂનાગઢ શહેરમાં પણ ઘેરા વાદળો વચ્ચે વરસાદ પડ્યો હતો. ત્યારે વલસાડના ઓલપાડ બાદ ઉમરપરામાં પણ ભારે વરસાદ પડતા રોડ પર પાણી વહેવા લાગ્યા હતા. સવારથી જ વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 4-5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની સંભાવનાને જોતા માછીમારોને 3 દિવસ દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Advertisement