ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો આદ્રા નક્ષત્ર કેવો રહશે વરસાદ…

રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત ગ્રામ્ય સવારથી વરસાદે પધારમણી થતાં વાતારવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સુરતના ઓલપાડ ના કીમ સહિત અણીતા, બોલાવ, ઉમરાછી સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યાં છે.

Advertisement

માંગરોળના કોસંબા, તરસાડી, પાલોદ સહિતના ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.ગુજરાત રાજ્યમાં 22 જૂનથી 30 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. નવી સિસ્ટમ 22 જૂનથી કાર્યરત થવાની ધારણા છે. અરબી સમુદ્ર ફરી મજબૂત થવાની સંભાવના છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં એક રાઉન્ડ વરસાદ થવાની સંભાવના છે. મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્ર પૂર્ણ થયા બાદ આદ્રા નક્ષત્ર બેસવાનું હોય છે.

આ નક્ષત્ર 21/06/2022 થી સ્થિર થશે અને આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે.મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્ર પૂર્ણ થયા બાદ આદ્રા નક્ષત્ર બેસવાનું હોય છે. આ નક્ષત્ર 21/06/2022 થી સ્થિર થશે અને આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે.મૃગશીર્ષ નક્ષત્રમાં ધડાકા સાથે વરસાદ પડ્યો છે તેવી જ રીતે આ વર્ષે પણ સારો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી છે.

હવામાનશાસ્ત્રીઓના મતે રાજ્યમાં પ્રિ-મોન્સુનની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 15મી જૂને ચોમાસુ પહોંચશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે. ચોમાસું 25 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. જેમાં મહિનાના અંત સુધીમાં ચોમાસું કચ્છમાં પહોંચે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહિસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.

હવે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. આગામી 2 દિવસ સારા વરસાદની અપેક્ષા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અત્યારે વરસાદની સિસ્ટમ ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને અમદાવાદમાં પણ છૂટાછવાયા વાવાઝોડાં પડશે.

હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ સામાન્ય વરસાદ વરસશે. પરંતુ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરી છે. વરસાદી માહોલને લઈ રાજકોટ જિલ્લા પ્રશાસન પણ સજ્જ છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા છે. આ સાથે જ મોટા ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સોમવારથી ધોધમાર વરસાદ વરસશે.

હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તો સામાન્ય વરસાદ વરસશે પણ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે.

Advertisement