ગુજરાતમાં આગામી 2 દિવસ પડશે મુશળધાર વરસાદ, આ વિસ્તારમાં અપાયું રેડ એલર્ટ….

રાજ્યમાં સત્તાવાર ચોમાસાનો આરંભ થઈ ગયો છે. વરસાદે ગુજરાતમાં એન્ટ્રી કરતાની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાવણી લાયક પાણી તો પુરુ પાડી દીધુ છે. પરંતુ કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓ એવા છે જેના ખેડૂતો હજુ પણ વરસાદની વાટ જોઈને બેઠા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે.

Advertisement

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. જણાવી દઈએ કે આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે માછીમારોને દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં નોંધાયો હતો. ખાંબામાં 3 ઈંચ, રાણાવમાં 2 ઈંચ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ, બોડેલીમાં 1.5 ઈંચ, પોરબંદરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

નખત્રાણા, મહુવામાં 1 ઇંચ અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. હજુ તો ચોમાસું બેઠું જ છે. ક્યાંક મહેર તો છે ક્યાંક હજુ કોરું કટ છે. ત્યારે આવો જાણીએ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને શું આગાહી કરી છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

જેનાથી અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પડવાની સંભાવના છે.

જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં બફારા વચ્ચે છૂટછવાયો વરસાદ થઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 4-5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી 3 દિવસ દરિયો ના ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.

Advertisement