ગુજરાતમાં વરસાદની નવી સિસ્ટમ થઈ સક્રિય આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.

Advertisement

જ્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. ઘણા વિસ્તારોના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઘણા વિસ્તારોમાં હજુ વાવણી થઈ નથી. બીજી તરફ હવામાન વિભાગે લોકોને રાહત આપી છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં આજથી 3 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને આજે અને કાલે જુલાઈએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. વરસાદ વધવાની ધારણા છે.ગુજરાત પ્રદેશમાં 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.4 દિવસે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. બંને શહેરોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રથયાત્રાના દિવસે એટલે કે કાલે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દિવસે ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

આ દિવસે પવનની ગતિ પણ સામાન્ય રહેશે.ગુજરાતમાં આજે સાંજ સુધી 17 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. આજે સુરતના ઓલપાડમાં સૌથી વધુ 22 મી.મી. વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં 13 મીમી, વલસાડના પારડી અને વાપીમાં 9 મી.મી. વરસાદ પડી રહ્યો છે. તેમજ તમામ તાલુકાઓમાં 6 મી.મી. તેથી વરસાદ ઓછો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસશે મૂશળધાર વરસાદ તો દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે.

Advertisement