ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની કરવામાં આવી આગાહી…

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. જૂનાગઢનાં માણાવદર અને આમલીનાં ખાંબામાં ગઇકાલે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગીરગઢડા, સાવરકુંડલા અને રાણાવમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

Advertisement

જ્યારે છોટાઉદેપુરના કવાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખ્તરણા, વાલિયા, મહુવા, કપરાડા, વડિયા, ખંભાત તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.ગુજરાતમાં આવનાર ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે.

બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 3.44 ઈંચ નોંધાયો હતો. બુધવારે રાત્રે અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ અને ગોંડલ સહિત અનેક વિસ્તારોમાં આજે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ આ સમયે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, તાપી અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની અપેક્ષા છે. રાજકોટના જસદણ, ગોંડલ અને ધોરાજીમાં આજે સવારે 6 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

ગઈકાલે કમોસમી બફારા વચ્ચે ધીમી ગતિએ ચાલતા મેઘરાજાની પધરામણીથી ગરમીમાંથી રાહત મળી છે. રાજકોટ શહેરમાં આજે સવારે પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બુધવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ધરમપુર નગર, આસુર, બીલપુડી, બરૂમાલ, બામટી બારોલીયા ગામોમાં વરસાદ પડ્યો હતો.

કમોસમી ગરમી બાદ ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક વધી છે. ડાંગમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે. વઘઈ, આહવા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદ પડશે. જોકે ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી થવાની બાકી છે.

મંગળવારે દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં મુશળધાર વરસાદ સિવાય કોઈ વરસાદ થયો ન હતો. પરિણામે ચોમાસાના 9 દિવસ બાદ પણ 200 તાલુકામાં વાવણી થઈ ન હોવાથી ખેડૂતો ચિંતિત છે. રા

જ્યમાં હજુ પણ મોસમનો માંડ 4 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 21 જિલ્લામાં વરસાદ ચાલુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં હજુ ચોમાસુ આગળ વધ્યું નથી.

ગઈ કાલ સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આ સિવાય મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં માત્ર બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

Advertisement