આગામી 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ…..

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજથી ચોમાસાની જમાવટ શરૂ થઈ ગઈ છે. જેમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર, સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમાબહેન મોહંતીએ ગાંધીનગરમાં વેધર વોચ ગ્રૂપને રાજ્યમાં વરસાદની શક્યતા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા સુરત, નવસારી, તાપી અને ડાંગમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. જૂનથી 26 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.

રાહત કમિશનર સી.સી. પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાવચેતીના ભાગરૂપે NDRFની એક ટીમ નવસારી તરફ રવાના થઈ રહી છે, જે આવતીકાલે સવારે પહોંચશે. આ ઉપરાંત SDRFની એક-એક ટીમ સુરત અને ભરૂચ-વાલિયા હેડક્વાર્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 1 જૂનથી 21 જૂન વચ્ચે રાજ્યમાં વીજળી પડવાથી, ડૂબી જવાથી અથવા ભારે વરસાદને કારણે 26 લોકોના મોત થયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે.

જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તથા સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી છે. કાલે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં હજુ સિઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી.

જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌ કોઈ વરસાદના એક સારા રાઉન્ડની રાહ જોઈને બેઠું છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement