હાલમાં જ મારા લગ્ન થયા છે લગ્નની પહેલી રાત્રે જ્યારે મે મારા પતિ સાથે સહવાસ દરમિયાન મને લોહી ન નીકળ્યું, મને જણાવો આવું કેમ થયું હશે?…

સવાલ.મારી ઉંમર 16 વર્ષની છે અને હું વર્જિન છું. મે નોટિસ કર્યું છે કે મારા લેબિયા યોનીમાં બહારની તરફનો ભાગ નોર્મલ સાઈઝ કરતા મોટા છે. મને ડર લાગે છે કે તેનાથી ભવિષ્યમાં મારી સે@ક્સ લાઈફને અસર થશે તો? જો દવા લેવાથી તેનો ઈલાજ થઈ શકતો હોય તો તેના માટે હું તૈયાર છું.

Advertisement

જવાબ.સ્ત્રી રોગ નિષ્ણાંત સાથે વાત કરો, જો તેઓ પણ કહે કે લેબિયાની સાઈઝ વધુ છે તો પ્લાસ્ટિક સર્જનની સલાહ લેજો. પ્લીઝ આ બધી તપાસ દરમિયાન તમારી માતાને પણ સાથે રાખો.

સવાલ.મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સે@ક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે. આમ થવા પાછળનું કારણ શું હોય શકે.

જવાબ.તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે. એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન B-12ની ખામી હોય શકે. આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે, થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.

સવાલ.હું અને મારા પતિ બન્નેની ઉંમર 35 વર્ષ છે. અમારા લગ્નને 6 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આમ તો અમારો સંબંધ સારો છે પરંતુ ક્યારેક મારા પતિ ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે. આ જ કારણ છે કે તેની સાથે સેક્સ માણવાનું મન નથી થતું. પતિને દૂર રાખવા હું શું કરું.

જવાબ.તમારી સમસ્યા વિશે બધું જાણવા માટે એ જાણવું જરુરી છે કે તમારા પતિ કઈ રીતનો અપમાનજનક વ્યવહાર કરે છે અને તમારી સાથે કેવો અત્યાચાર કરે છે. આવું કરવા પાછળ તેમનું કારણ શું છે. જો આ દરેક વાતો જાણ્યા પછી પણ તમારી વાતનું સમાધાન ન થાય અને તમે લગ્નજીવન બચાવવા ઈચ્છતા હોવ તો તમારે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

સવાલ.મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી. જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે. જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ.

જવાબ.કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે.

અને કારણ શોધવાની કોશિશ કરો. તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.

સવાલ.મેં વિચાર્યું કે આજકાલ મહિલાઓથી વધુ પુરુષ શરમાળ હોય છે આ ઉમર જ એવી હોય છે જેમાં દરેકના પગ લપસી જાય છે એજ રીતે મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારા ઘરની બાજુમાં એક છોકરી રહે છે અને મને એ છોકરી સાથે પ્રેમ છે.અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી અમે બંને લગ્ન કરવા માટે સંમત છે પરંતુ શું સમાજમાં કે લગ્ન જીવનમાં કઈ સમસ્યા ઉભી થાય ખરી.તેનો જવાબ આપવા વિનંતી.

જવાબ.તમને જણાવી દઈએ જો તમે કોઈને સાચો પ્રેમ કરતા હોય અને પોતાના જીવનસાથી સાથે તમે તમારી લાઈફ જીવવા ઈચ્છતા હોય તો તમારે લગ્ન કરવા જોઈએ અને તમારી વચ્ચે જે ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય.જો તમેં બંને તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે.

પરંતુ તમારી વચ્ચેનો તફાવત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી.તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી.પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે.

તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને તમારા અને એમના પરિવારના સંમત હોય તો તમે લગ્ન કરી શકો છો જેથી સમાજમાં તમારે કઈ સમસ્યા થાય નહીં.

સવાલ.હું 22 વર્ષની છોકરી છું. મારા લગ્ન 6 મહિના પહેલા જ થયા છે. મને એક વાતની બહુ ચિંતા થાય છે. જ્યારે મેં મારા પતિ સાથે સુહાગરાત પર સે@ક્સ કર્યું ત્યારે કોઈ બ્લીડિંગ થયું ન હતું. આજ સુધી મેં કોઈની સાથે મિત્રતા પણ નથી કરી. તો પછી પ્રથમ મુલાકાત દરમિયાન રક્તસ્ત્રાવ કેમ ન થયો? ભલે મારા પતિએ આ વાતની નોંધ લીધી ન હતી, પરંતુ આ વસ્તુ મને અંદરથી ખાઈ રહી છે. કૃપા કરીને જણાવો કે આવું કેમ થયું?

જવાબ.તમારે એ વાતની ચિંતા ન કરવી જોઈએ કે સુહાગરાત મનાવતી વખતે તમને લોહી ન નીકળ્યું. ઘણી વખત દોડવાથી કે પડી જવાને કારણે કુંવારી પટલ ફાટી જાય છે. તમારી સાથે પણ કંઈક આવું જ બન્યું હશે, તેથી બિનજરૂરી ચિંતા ન કરો અને લગ્નજીવનનો આનંદ માણો. તારે હમણાં જ લગ્ન કર્યા છે. રોમાંસના સમયમાં નકામી વસ્તુઓને લઈને પરેશાન ન થાઓ.

Advertisement